મનિયો ભેંસ પર બેસીને જતો હતો
ટીનિયોઃ એલા ઉતર પોલીસ પકડશે
મનિયો: પોલીસ કેમ પકડશે?
ટીનિયોઃ તે હેલ્મેટ નથી પહેર્યું ને એટલે...
મનિયો: નીચે જો ગાંડા, આ તો ફોર વ્હીલર છે. આમાં હેલ્મેટ ન હોય.
•••
પત્નીઃ તમે મારી તરફ મોંઢું રાખીને સૂવોને, મને બહુ બીક લાગે છે
પતિ: પણ પછી આખી રાત મને બીક લાગે એનું શું?
•••
પતિ (પત્નીને): આજકાલ તું મને સિગારેટ, દારૂ પીવાથી જરાય નથી રોકતી... શું વાત છે?
પત્ની: કોઈ વાત નથી આ તો ગયા અઠવાડિયે LICવાળો તમારી પોલીસના ફાયદા ગણાવી ગયો છે
•••
શિક્ષક: ચંગુ કાલે તને ગધેડા પર નિબંધ લખવા કહ્યું હતું, તું લખી લાવ્યો છે?
ચંગુ: ના સાહેબ, મેં નિબંધ લખવા જેવી પેન્સિલ ઉપાડી કે ગધેડો જ ભાગી ગયો હતો!
•••
પતિ ફોન પર વાત કરી રહ્યો હતો
પત્ની: કોનો ફોન છે?
પતિ: બહેનનો...
પત્ની: તો આટલી ધીમી-ધીમી વાત કેમ કરી રહ્યા છો?
પતિઃ તારી બહેનનો ફોન છે એટલે!
•••
પપ્પુ: બેટા, આ બે પથારી કેમ કરી?
દીકરો: પપ્પા, ઘરે બે મહેમાન આવે છે.
પપ્પુ: કોણ આવવાનું છે?
દીકરો: મમ્મીના ભાઈ અને મારા મામા.
પપ્પુઃ તો તો એક પથારી હજી કર, મારો સાળો પણ આવવાનો છેને!
•••
ચિત્રકારઃ હું તમારી પત્નીનું એકદમ સરસ પેઇન્ટિંગ બનાવી દઉં?
પતિ: હા, બિલકુલ, બનાવી દો.
ચિત્રકાર: તમને એમ લાગશે કે તે હમણાં જ બોલી ઉઠશે.
પતિ: રહેવા દે ભાઈ નથી બનાવવું!
•••
ધનિક વ્યક્તિ: મારી પાસે ગાડી છે, બંગલો છે, નોકર-ચાકર છે, ફાર્મ છે, તારી પાસે આખરે શું છે?
યુવાનઃ મારી પાસે એક દીકરો છે અને તમારી દીકરી તેની ગર્લફ્રેન્ડ છે!
•••
શેઠ (કર્મચારીને): આખા મહિનામાં એક-બે દિવસ કામે આવીને તમે ખરેખર મારી પર ઉપકાર કરો છો.
કર્મચારી: એમાં ઉપકાર શેનો... શેઠ પગાર લેવા તો આવવું જ પડે ને!
•••
એક મૂર્ખ એની રિક્ષામાંથી ટાયર બહાર કાઢી રહ્યો હતો.
ચંગુએ તેને કહ્યુંઃ અરે મૂર્ખ આ ટાયર કેમ કાઢે છે?
ડ્રાઇવરઃ ડફોળ જો તો નથી અહીં ટુ વ્હીલર ઓન્લી લખ્યું છે!
•••