પતિ: હું યુ-ટયુબ પરથી સર્જરી શીખ્યો છું, તારા સગાને હાર્ટ, કિડની કે ફેફસાંનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે હું મફતમાં કરી આપીશ.
પત્ની: કોઇ દિવસ યુ-ટ્યૂબથી ઓપરેશન આવડે ખરું? શું ઝીંક્યે રાખો છો..?
પતિ: તો પછી તું કેમ રોજ રોજ યુ-ટ્યુબથી રાંધવાનું શીખીને મારા માથે છે!
•••
ચંગુ: આજે આટલી ઠંડી કેમ છે?
મંગુ: અરે સૂર્ય નથી નીકળ્યો એટલે
ચંગુ: સૂર્ય કેમ નથી નીકળ્યો?
મંગુ: એની મમ્મી કહ્યું હતું કે બહાર બહુ ઠંડી છે નીકળવાની જરૂર નથી, ચૂપચાપ રજાઈમાં પડયો રહે!
•••
મનિયો: મહિલાઓ હવે બહુ હોંશિયાર થઈ ગઈ છે હોં ભાઈ!
ટીનિયો: કેમ શું થયું ભાઈ?
મનિયોઃ કાલે મેં મારી સાળીને કહ્યું કે સાલી હોતી હૈ આધી ઘરવાલી.
ટીનિયો: તો શું થઈ ગયું?
મનિયો: હવે એ અડધો પગાર માગે છે!
•••
ટ્રેનમાં એક કપલ બેઠું હતું. છોકરીના હાથમાંથી લોહી નીકળતું જોઈને છોકરો તરત જ હાથ પર લાગેલું લોહી ચૂસવા લાગ્યો હતો અને પછી ત્યાં બેન્ડેડ લગાવી હતી
છોકરી: જાનુ મને કંઈ નથી થયું, એ તો મેં મચ્છર માર્યું હતું ને એટલે..!
•••
પત્ની પતિને: હું તમને કેવી લાગું છું?
પતિ: અરે ખૂબ જ સુંદર.
પત્ની:ના એમ નહીં, તમે કહો કે હું તમને કેટલી સારી લાગુ છું?
પતિ: એટલી સારી કે થાય છે કે તારા જેવી બીજી (પત્ની) પણ લઇ આવું!
•••
ચંગુ ગર્લફ્રેન્ડના પિતાને મળવા ગયો.
પિતા: હું નથી ઇચ્છતો કે મારી દીકરી એક મૂર્ખ સાથે આખું જીવન કાઢી નાખે.
ચંગુ: એટલે જ તો હું તમારી પાસે એનો હાથ માગવા આવ્યો છું!
•••
ચંગુ (મમ્મીને): મા અભિનંદન, હવે અમે બેમાંથી ત્રણ થઈ ગયા છીએ.
મમ્મીઃ વાહ, શું થયું બેટા, દીકરો કે દીકરી?
ચંગુ: અરે મમ્મી કંઈ નથી થયું, મેં બસ બીજા લગ્ન કરી લીધા છે!
•••
વિશ્વાસ કોને કહેવાય અને અંધવિશ્વાસ કોને કહેવાય?
જો તમે એમ માનતા હો કે જે દારૂ આપે છે તે ચખના જરૂર આપશે તો એને વિશ્વાસ કહેવાય.
...પણ જો તમે એમ માનતા હો કે જે ચખના આપે છે તે દારૂ પણ આપશે, તો એને અંધવિશ્વાસ કહેવાય!
•••