બકાએ સવાર સવારમાં પત્નીને ફટકારવાનું શરૂ કરી દીધું. લોકો ભેગા થઇ ગયા અને પૂછવા લાગ્યાઃ ‘શું થયું? કેમ મારો છો?’
બકા: મને વશમાં કરવા આણે મારી ચામાં તાવીજ નાખ્યું છે?
પત્ની: (બકાને લાફો મારીને) ડોબા, એ તાવીજ નથી ટી બેગ છે!
•••
પત્ની: સાંભળો છો, માળિયા પરથી ડબ્બો ઉતારી આપો. હું નથી પહોંચી શકતી.
પતિઃ તો તારી જીભનો ઉપયોગ કરને, એ તો ખૂબ જ લાંબી છે!
•••
છોકરો: પપ્પા, કારની પાછળ એડવોકેટ, પ્રેસ, વગેરે કેમ લખેલું હોય છે?
પપ્પા: એનો મતલબ ગાડીના માલિક પાસે લાઈસન્સ, રજિસ્ટ્રેશનના કાગળો કંઇ નથી. પોલીસવાળા દૂરથી જ સમજી જાય છે કે આ કાણી પાઈ પણ આપે એવો નથી એટલે.
•••
ચંગુ: ભાઇ, તને ખબર છે હોર્લિક્સ અને બોર્નવિટાએ આપણને મજબૂત અને હોંશિયાર તો નથી જ બનાવ્યા
મંગુ: પણ અથાણા અને મસાલા ભરવા માટે ડબ્બા બહુ આપ્યા છે!
•••
મનિયો: ભાઈ તું ફ્રી ટાઇમમાં શું કરે છે?
ટીનિયો: ભાઈ ફોન ચાર્જ કરું છું.
મનિયો: અને તું ફ્રી ક્યારે હોય છે?
ટીનિયો: જ્યારે મારા મોબાઇલ ફોનની બેટરી પતી જાય છે!
•••
પપ્પાઃ ચંગુ તારું ઇતિહાસનું પેપર કેવું રહ્યું? પાસ થઇ જઇશ ને?
ચંગુ: પપ્પા પેપર ખૂબ જ ખરાબ રહ્યું.
પપ્પા: કેમ? તેં મહેનત નહોતી કરી?
ચંગુ: પપ્પા મહેનત તો કરી હતી પણ બધા સવાલ મારા જન્મ પહેલાના પૂછાયા હતા!
•••
સાસુ: તને ખાવાનું બનાવતા નથી આવડતું એવું તેં લગ્ન કર્યા પહેલાં કેમ ન કહ્યું?
વહુ: સરપ્રાઈઝ... મમ્મીજી!
•••
ડોક્ટર: હું તમને ગેરન્ટી આપું છું કે ઓપરેશન પછી તમે ચાલતા ઘરે જશો.
દર્દી: ડોક્ટર સાહેબ, એટલે કે મારી પાસે રિક્ષાના પૈસા પણ નહીં વધે?
•••
કેમિસ્ટ: જો આ દવાથી ફરક ન પડે તો ડોક્ટરની ચિઠ્ઠી લઇને ફરી આવજો!
રાજુ: એવું કેમ?
કેમિસ્ટઃ હું ફરી એક વખત ડોક્ટરના અક્ષર ઉકેલવાનો પ્રયાસ કરીશ.
•••
મિત્ર: તારી પત્ની શું કામ કરે છે?
ભૂરો: એ પ્રોગ્રામર છે.
મિત્ર: વાહ, શેનો પ્રોગ્રામ બનાવે છે?
ભૂરો: આજે મૂવી, કાલે શોપિંગ, પરમ દિવસે હોટેલમાં જમવાનો વગેરે વગેરે.
•••