લગ્ન પછી સાસુએ જમાઇને ફોન કર્યો: કેમ છો જમાઈરાજા?
જમાઇ: અમારું છોડો સાસુમા, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને?
•••
ડોક્ટર: સોહન તમને મેં 10 વાગ્યે દવા લેવાનું કીધું છે. તો પછી તમે પાંચ વાગ્યે કેમ દવા લો છો?
સોહન: ડોક્ટર સાહેબ, દુશ્મન પર ત્યારે હુમલો કરવો જોઇએ કે જ્યારે તે તૈયાર ન હોય.
•••
સોનુ (ડોકટરને): તમે મારો દારૂ છોડાવી શકો?
ડોક્ટરઃ હા, હા, કેમ નહીં?
સોનુ: પોલીસે મારી 20 બોટલ પકડી છે. પ્લીઝ છોડાવી આપો ને.
•••