હાસ્યઃ હળવે હૈયે...

Wednesday 11th July 2018 09:54 EDT
 

શું તમે ક્રિકેટના શોખીન છો? ક્રિકેટની બધી મેચો રસથી જુઓ છો? તો નીચેના સવાલોનો જવાબ શોધી આપો.
સવાલઃ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે રમાયેલી એક મહત્ત્વપૂર્ણ મેચમાં એ ખેલાડી પોતાની ટીમનો કેપ્ટન હતો...
... તેણે ઓપનિંગ બોલિંગ કરી હતી.
... એ મેચમાં ઓપનિંગ બેટ્સમેન પણ એ જ હતો.
... ઈનિંગનો છેલ્લો બોલ ફેંકનારો બોલર પણ એ જ હતો, અને મેચના છેલ્લા બોલનો સામનો પણ એણે જ કર્યો હતો.
યાદ નથી આવતું??
... ઈનિંગની છેલ્લી વિકેટ પણ તેણે લીધી હતી, અને મેન ઓફ ધ મેચ પણ એ જ બન્યો હતો.
હજી યાદ નથી આવતો એ ખેલાડી? ચાલો, હિન્ટ પણ વાંચી લો.
... મેચના છેલ્લા બોલે સિક્સર મારીને તેણે પોતાની ટીમને જીતાડી હતી. એટલું જ નહીં એ પોતાની પહેલી મેચમાં જ ટીમનો કેપ્ટન બન્યો હતો.
કોણ છે એ ખેલાડી? નથી કહી શકતા?
ચાલો, કહી દઉં... એ છે ‘લગાન’ ફિલ્મનો હીરો ‘ભુવન’ ઉર્ફે આમિર ખાન!

ડોક્ટર: સાંભળો, તમારા ઓપરેશન પછી અમને ખબર પડી છે કે મારા હાથનું એક મોજું તમારા પેટમાં રહી ગયું છે. ફરી સર્જરી કરીને પેટમાંથી કાઢવું પડશે.
નટુ: ડોક્ટર તમેય ખરા છોને! એક મોજું કાઢવા ફરી સર્જરી કરશો? આ લો... ૨૦ રૂપિયા. બજારમાંથી નવું ખરીદી લેજો!

છોકરી: કાલે મારા પપ્પાએ મને તારી બાઈક પાછળ બેઠેલી જોઈ લીધી હતી.
છોકરો: અરે, જલ્દી બોલ પછી શું થયું?
છોકરી: આજથી બસની ટિકિટના પૈસા બંધ! મારું ફેમિલી બહુ કડક છે... યુ નો!

નટુ: ભારતીય નારીઓ શા માટે વ્રત કરીને આવતા જન્મમાં એ જ પતિ મળે એવી પ્રાર્થના
કરે છે?
ગટુ: અરે, આટલી મહેનત કરીને ટ્રેનિંગ આપી હોય, એ કંઈ નકામી થોડી જવા દેવાય?

પત્ની: જો, પેલા દારૂડીયાને જો...
પતિ: એ કોણ છે?
પત્ની: દસ વરસ પહેલાં એણે મને લગ્ન માટે પ્રપોઝ કરેલું. પણ મેં ના પાડી હતી.
પતિ: ઓ વા...ઉ! તો એ માણસ હજી સેલિબ્રેટ કરી રહ્યો છે!’

અમદાવાદની જેલની દીવાલો હવે વધારે ઊંચી ચણી લેવાઈ છે.
અધિકારી: કેમ, કેદીઓ દીવાલ કૂદીને ભાગી જાય છે?
જેલર: ના રે સાહેબ, મફતિયા લોકો અંદર આવીને જમી જાય છે!’

કવિ: આ દુનિયામાં અંધેર ચાલે છે!
મિત્ર: કેમ?
કવિ: જો બેંકર બોગસ કવિતા લખે તો કોઈ ગુનો બનતો નથી પણ કવિ ખોટો ચેક લખે તો ગુનો બને છે!

છગને જાહેરાત આપી છાપામાં:
અમને જણાવતાં ગર્વ થાય છે કે અમારા મોટા ભાઈએ પાણીમાં શ્વાસ રોકીને ૩૫ મિનિટ રહેવાનો વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. એમનું બેસણું ગુરુવારે રાખેલ છે!

હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું: ખરજવું છે?
વેઈટરે કહ્યું: મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter