હાસ્યઃ હળવે હૈયે...

Wednesday 14th November 2018 05:51 EST
 

ડોક્ટરઃ તમને ભૂતકાળમાં ક્યારેય ન્યૂમોનિયાથી તકલીફ થઈ હતી?
રાજુઃ હા...
ડોક્ટરઃ ક્યારે?
રાજુઃ સ્કુલમાં હતો ત્યારે સ્પેલિંગ નહોતો આવડ્યો તેમાં એક માર્ક માટે નાપાસ થયો હતો.

લીલીઃ તને ખબર છે એક સર્વે પ્રમાણે ૬૦ ટકા પુરુષો તેમની પત્નીથી ડરે છે.
ચંપાઃ એમ બાકીના ૪૦ ટકાનું શું?
લીલીઃ એ તો એટલા ડરે છે કે જવાબ પણ આપ્યો નથી.

ભૂરોઃ આજે તને છોકરીવાળા મળવા આવવાના છે, પગાર પૂછે તો બહુ મોટો કહેજે.
રાજુઃ સારું...
છોકરીવાળા આવીને રાજુ સાથે વાતચીત
કરે છે.
છોકરીવાળાઃ તો શું જોબ કરો છો તમે?
રાજુઃ એકચ્યુલી આઈ એમ અ ટેકનિકલ એક્સપર્ટ ઇન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી.
છોકરીવાળાઃ તમારો પગાર કેટલો?
રાજુઃ આમ તો બે લાખ રૂપિયા છે પણ બધું કપાતાં હાથમાં દસ હજાર આવે છે.

ચંપાઃ મારા સ્વીટુ, મારા જાનું, મારી એક વાત માનશો.
ભૂરોઃ દસ વાત માનીશ પણ સાફસફાઈ માટે માળિયામાં નહીં ચડું.

જિગોઃ આ શેરબજાર બહુ તૂટી રહ્યું છે. તને શું લાગે છે. શું લેવાય અત્યારે?
ભૂરોઃ ભગવાનનું નામ લેવાય.

ચંપાઃ તને કંટાળો આવે ત્યારે શું કરે?
લીલીઃ મોલમાં જઈને શોપિંગ કરું છું.
ચંપાઃ એમ? કેટલું શોપિંગ કર?
લીલીઃ ખાસ કંઈ નહીં બસ ટ્રોલી ભરીને શોપિંગ કરું અને પછી ટ્રોલી સાઈડમાં મૂકીને બહાર નીકળી જઉં...

પત્ની એના પતિ માટે શાયરી પણ ફટકારે છેઃ
‘કભી કભી મેરે દિલ મેં
ખયાલ આતા હૈ
જબ તું રાત કો
ગ્યારહ બજે સો જાતા હૈ
તો નેક્સ્ટ-ડે મોર્નિંગ
તેરે વોટ્સ-એપ મેં
લાસ્ટ સીન એટ
ટુ-થર્ટી ક્યું બતાતા હૈ?’

ચંગુનો છોકરો બાજુવાળાના ઘરનો કાચ તોડીને ઘરે આવ્યો ત્યારે ચંગુનો મિત્ર પણ ઘેર આવીને બેઠેલો હતો.
ચંગુએ દીકરાના તોફાન માટે તેને વઢતાં એટલું જ કહ્યું કેઃ બેટા, આવું તોફાન ન કરાય હોં...
એ સાંભળીને પેલો મિત્ર બોલ્યોઃ તમારો દીકરો આટલું મોટું તોફાન કરીને આવ્યો છે તો પણ તમે એને માત્ર શિખામણ જ આપો છો મારો દીકરો જો આવું કરીને આવ્યો હોય તો હું તેને બરાબરનો ફટકારું.
ચંગુઃ હું પણ એવું જ કરું, જો એ તમારો દીકરો હોય, પરંતુ આ તો મારો દીકરો છે ને...

પપ્પાઃ બેટા કનુ તું બે દિવસથી નિશાળે કેમ જતો નથી?
કનુઃ પપ્પા મારા ગણિતના શિક્ષક એટલા કાચા છે કે બધા દાખલા મને જ પૂછે છે.

બેહોશ પડેલા એક દર્દીને જોઈને ડોક્ટરે કહ્યુંઃ આ તો મરી ગયો છે.
આ સાંભળીને તરત જ દર્દીએ હોશમાં આવી જઈને કહ્યુંઃ પણ હું તો જીવતો છું, સાહેબ.
કમ્પાઉન્ડરે તરત તેને પાછો સૂવડાવી દેતાં કહ્યુંઃ ચૂપ રહે! તારા કરતાં સાહેબ વધુ જાણે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter