હળવે હૈયે...

જોક્સ

Wednesday 04th September 2019 06:56 EDT
 
 

જજઃ સાચું બોલો કોણ જુગાર રમતું હતું?
ટીનીયોઃ સાહેબ, હું તો મારા ગામડે જવા નીકળ્યો હતો. જુઓ મારી પાસે ટ્રેનની ટિકિટ પણ છે પુરાવા માટે...
લાલીયોઃ સાહેબ, હું તો બીમાર હતો. મારી પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ પણ છે.
ભૂરોઃ સાહેબ, મને તો જુગાર રમતા આવડતું જ નથી. હું તો ક્યારેય રમ્યો પણ નથી. વિશ્વાસ ન હોય તો પછી જુઓ ગામના લોકો છે.
જજઃ જિગા, તારે કંઈ કહેવું છે?
જિગોઃ હું એકલો કેવી રીતે જુગાર રમતો હોઈશ?
•
ભૂરોઃ ડોક્ટર સાહેબ, આની આંખનું ઓપરેશન કર્યા પછી આંખની સાથે સાથે હાથ પર પણ પાટો ઉપર પણ બાંધજો.
ડોક્ટરઃ અરે, હાથ પર શું જરૂર છે?
ભૂરોઃ ઓપરેશન પછી થોડા દિવસ વોટ્સએપ અને ફેસબુક નહીં વાપરે તો જ આંખોને આરામ મળશે.
•
લીલીઃ તમારે લગ્ન પહેલા કેટલી ગર્લફ્રેન્ડ હતી?
ભૂરો ચૂપચાપ લીલી સામે જોઈ રહ્યો.
લીલીઃ મારે આ મૌન વિશે શું સમજવું?
ભૂરોઃ અરે, સરખી રીતે ગણવા તો દે...
•
જિગો દારૂ પીતો હતો એકદમ નીટ એટલે જીવલાએ કહ્યું, લ્યા એમાં થોડું પાણી તો ઉમેર...
જિગોઃ અરે ઓ જીવલા, એટલું પાણી તો દારૂને જોતાંવેંત મારા મોંમા છૂટે છે.
•
ભગા પર વીજળીનો તાર પડ્યો. તે તડપી તડપીને મરવાની તૈયારીમાં જ હતો, બસ ત્યાં જ તેને યાદ આવ્યું કે બે દિવસથી આખા વિસ્તારમાં પાવર જ નથી.
•
ચંગુઃ મંગુ, પડોશમાં કોઈ લાંબી બાઈ રહે છે?
મંગુઃ હા... બોલને તારે શું કામ છે?
ચંગુઃ કેટલી લાંબી છે?
મંગુઃ પણ, તારે તેનું કામ શું છે?
ચંગુઃ એનાં કપડાં માંગતો આવ. ડોક્ટરે કહ્યું છે કે જ્યાં સુધી તાવ નો ઉતરે ત્યાં સુધી લાંબી બાઈના કપડાં પહેરવા.
•
લગ્નની પ્રથમ રાત્રે લાખ પ્રયત્ન છતાં ભગો વાત શરૂ કરી શકતો ન હતો. આખરે કંટાળીને તેણે ગગીને પૂછયું, ‘તારા ઘરવાળાને ખબર તો છે ને કે તું મારી સાથે અહીં છે?’
•
જિગોઃ ડોક્ટર સાહેબ તમે કહેતા હતા કે ગેમ રમવાથી મન પ્રફુલ્લિત રહે છે પણ મને તો ભારે ચિંતા રહ્યા કરે છે.
ડોક્ટરઃકઈ ગેમ રમો છો?
જિગોઃ તીન પત્તી
•
ભૂરોઃ સસરાજી તમે મને લગ્નમાં ભેટ તરીકે ચેસ કેમ આપી?
સસરાઃ જમાઇરાજા, મારે તો તમને હાથી, ઘોડા, ઊંટ, નોકર-ચાકર બધુંય આપવું હતું, પણ અત્યારે આ બધું શક્ય નહોતું તેથી મનની ઇચ્છા પૂરી કરવા ચેસ આપી દીધી.
•
જિગોઃ યાર, એક ગંભીર સમસ્યા છે...
ભૂરોઃ શું થયું?
જિગોઃ મારી પત્નીને ખૂબ જ સરસ રસોઈ બનાવતા આવડે છે છતાં એ રાંધતી નથી. અઠવાડિયામાં ત્રણ દિવસ તો બહારથી જ મંગાવીને ખાવું પડે છે.
ભૂરોઃ તારા કરતાં મારી તકલીફ વધારે
મોટી છે.
જિગોઃ કેવી રીતે?
ભૂરોઃ મારી પત્નીને તો રાંધતા નથી આવડતું છતાં દિવસમાં ચાર વખત અલગ અલગ વસ્તુઓ બનાવીને અમને બધાને પરાણે ખવડાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter