24,679 ડાયમંડની વીંટીને ગિનેસ બુકમાં સ્થાન

Monday 19th September 2022 07:03 EDT
 
 

અમદાવાદ: ભારતની ટોચની ડિઝાઈન સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (એનઆઈડી)એ ગાંધીનગરની પૂર્વ વિદ્યાર્થિની રીજીષા ટી.વી.એ બનાવેલી સૌથી વધુ નેચરલ ડાયમંડ ધરાવતી વીંટીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ પહેલાં આ રેકોર્ડ સુરતના હરિશ બંસલના નામે હતો, જેમણે 12,637 હીરાજડિત વીંટી બનાવી હતી.
રીજીષા ટી.વી. હાલ કેરળમાં એક ડાયમંડ ફર્મમાં ચીફ ડિઝાઈનર તરીકે ફરજ બજાવી રહી છે. રીજીષા ટી.વી. દ્વારા તૈયાર કરાયેલી વીંટીમાં 24,679 નેચરલ ડાયમંડ છે અને આ વીંટીને ‘ધ ટચ ઓફ આમી’ નામ અપાયું છે. આ વીંટીની ડિઝાઈન પિંક ઓયસ્ટર મશરૂમથી પ્રેરિત છે. 2018માં ગાંધીનગર એનઆઈડીથી લાઈફસ્ટાઈલ એસેસરીઝ ડિઝાઈનમાં માસ્ટર્સ ડિગ્રી કરનાર રીજીષા કહે છે કે આ વીંટીને વ્હાઈટ ગોલ્ડમાંથી તૈયાર કરાઈ છે અને તેને બનાવવવામાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. અમે જે વીંટી બનાવી છે તે સંપૂર્ણપણે હાથથી બનેલી છે. આ વીંટીને દરેક ભાગ છૂટો થઈ શકે છે જેથી કોઈ પણ ડિઝાઈનમાં તેને ઢાળી શકાય છે. 47 કેરેટની આ વીંટીનું વજન 340 ગ્રામ છે. અમને લાગે છે કે આ વીંટીની કિંમત આશરે 2 કરોડ રાખવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter