આ તે કેવું મેનેજમેન્ટ? પાઇલટના અભાવે અમદાવાદ-લંડન ફ્લાઇટ સાડા ચાર કલાક લેટ

Friday 14th April 2023 06:32 EDT
 
 

અમદાવાદઃ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટના મુસાફરોને ગયા શનિવારે કડવો અનુભવ થયો હતો. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય કરતાં સાડા ચાર કલાક મોડી ઉપડી હતી. એક અહેવાલ અનુસાર પાઇલટ ઉપલબ્ધ નહીં હોવાથી ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થયો હતો. અમદાવાદ-લંડનની એર ઈન્ડિયા ફ્લાઇટ (એઆઇ 171) બપોરે એક કલાકે રવાના થતી હોય છે. આથી મુસાફરો સવારે 8ની આસપાસ એરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, 10-30 સુધી બોર્ડિંગ પ્રક્રિયા નહીં શરૂ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં તેમને પાઇલટ બીમાર હોવાથી ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થઇ રહ્યાનું કારણ જાણવા મળ્યું હતું. આખરે 3-15 કલાકે બોર્ડિંગ થયું હતું અને 4-15 કલાકે ફ્લાઇટ લંડન જવા રવાના થઇ હતી. ફ્લાઇટમાં 15 જેટલા સિનીયર સિટીઝન અને 18 જેટલા બાળકો હતા. ફ્લાઇટ ઉપડવામાં વિલંબથી તેમને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter