વીતેલું વર્ષ ૨૦૧૮ઃ ગુજરાત (ભાગ-૨)

Friday 11th January 2019 06:15 EST
 
પ્રકાશક - તંત્રી સી. બી. પટેલના પુસ્તક ‘જીવંતપંથઃ સર્વોત્તમ ૮૦’ વિશે અમદાવાદના કર્મકાફેમાં ૧૯મી જુલાઈએ વિચાર ગોષ્ઠી યોજાઈ હતી. 
 

જુલાઈ
• ધારાસભ્ય કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
• એનઆરજી કમિટીના ચેરમેન પદે દિગંત સોમપુરાની વરણી
• શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા
• યુનેસ્કોની ધરોહર રાણકી વાવ રૂ. ૧૦૦ની ચલણી નોટ પર
ઓગસ્ટ
• શાળા-કોલેજોમાં સાત દિવસનું નવરાત્રીનું વેકેશન જાહેર
• કોડીનારમાં ૬૩ ઈંચ વરસાદઃ જગતિયા ગામમાં તારાજી
• ગુજરાતમાંથી રાતોરાત રૂ. ૧૦૦૦ કરોડ હોંગકોંગ ટ્રાન્સફરઃ રૂપેશ મહેતાની ફાયનાન્સ કંપનીમાંથી હવાલા દસ્તાવેજો મળ્યા
• ૪૫ વર્ષ જૂની લો ગાર્ડનની ખાઉગલીમાં બુલડોઝર ફર્યુંઃ ૩૯ સ્ટોલ્સ જમીનદોસ્ત
• ઝાલાવાડના ૧૬૩ ગામડામાં પ્રથમ વખત એસ. ટી. બસ દોડી
• ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા ભારત – બ્રિટન મૈત્રીસંબંધ વિશે પરિસંવાદ યોજાયોઃ ડો. મોહન કૌલ, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઈન, લોર્ડ નવનીત ધોળકિયા અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા રસપ્રદ છણાવટ
સપ્ટેમ્બર
• નર્મદા ડેમની જળ સપાટી ૧૧૬.૭૦ મીટરે પહોંચી
• દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કલાકાર લવ ભટ્ટનું અવસાન
• પાટીદાર અનામતની માગ સાથે હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન
• ગોધરાકાંડમાં ૧૪ વર્ષે પકડાયેલા બે આરોપી ફારુક ભાણા - ઇમરાન ભટુકને આજીવન કેદ
• સુરત પાસે માર્ગ અકસ્માતમાં ૧૦ યુવાનનાં મોત
• જાણીતા સાહિત્યકાર રજની વ્યાસનું નિધન
• રૂ. ૨૦૦ કરોડઃ કેડિલા કપલ રાજીવ-મોનિકાના રાજ્યના સૌથી મોંઘા છુટાછેડા જાહેર
• પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના પુત્ર જગદીશભાઈનું નિધન
• માનવતાના મશાલચી ગૌતમ ઠાકરનું નિધન
• બિટકોઈન કૌભાંડઃ રાજકારણી નલિન કોટડિયાની ધરપકડ
• સોહરાબુદ્દીન કેસમાં વણઝારા સહિત પાંચ મુક્ત
• સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું નિધન
• કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવા પટેલ ભાજપમાં જોડાયા
• સમાજ માટે લડતા પ્રફુલ્લ દેસાઈનું નિધન
ઓક્ટોબર
• ગાયક જનાર્દન રાવલનું નિધન
• લોકશાહી મૂલ્યોના વારસદાર રાજકોટના મનોહરસિંહ જાડેજાનું અવસાન
• ગીરની દલખાણિયા રેન્જમાં ઇન્ફેક્શનઃ કુલ ૨૩ સિંહોનાં મોત
• રૂ. ૫૪૦૦ કરોડના કૌભાંડી સાંડેસરા ભાઈઓની રૂ. ૩૦૦૦ કરોડમાં સેટલમેન્ટની ઓફર
• ગુજરાતમાં પરપ્રાંતીયો દ્વારા વધતા જતી બળાત્કારની ઘટનાથી રોષઃ પરપ્રાંતીયો પર હિંસાથી સેંકડોની હિજરત
• કંડલા, જેસલમેર, નાસિક માટે અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ
• લખતર રાજમહેલના કૃષ્ણમંદિરમાંથી ૩૭૯ વર્ષ જૂની મૂર્તિ ચોરાઈ
નવેમ્બર
• ગુજરાતમાં પ૮ અબજોપતિઃ અદાણી પ્રથમ, પંકજ પટેલ દ્વિતીય
• ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસનો પ્રારંભ
• પ્રો. રામચંદ્ર ગુહાની અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂકથી વિવાદ
• અમદાવાદના પ્રયાગ મહેતાનું પોલેન્ડમાં મોત
• ગાંધીનગર સચિવાલયમાં દીપડો ઘૂસ્યોઃ વન વિભાગે પકડ્યો
• પાકિસ્તાન મરિન દ્વારા ૧૨ ખલાસીઓનાં અપહરણ
• અખિલ કચ્છ ગણેશ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા લુણંગધામમાં ૧૪૪ યુગલનાં લગ્ન
• તાનારીરી મહોત્સવઃ પાંચ મિનિટમાં ૨૧ રાગ ગાવાનો વિશ્વવિક્રમ
• કચ્છમાંથી ૧.૧૦ કરોડ વર્ષ જૂના માનવપૂર્વજના અવશેષ મળ્યા
ડિસેમ્બર
• સ્વામીનારાયણ સંત આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી વર્લ્ડ પીસ એમ્બેસેડર તરીકે સન્માનિત
• એનઆરઆઈ રૂ. ૨.૫ લાખ સુધીના આર્થિક વ્યવહાર કરે તો પાનકાર્ડ જરૂરીનો આદેશ
• ૧૨ લાખ ભક્તોએ ગિરનારની લીલી પરિક્રમા કરી
• જસદણ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયાનો જ્વલંત વિજય
• અજમેર બ્લાસ્ટનો ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી સુરેશ નાયર શુક્લતીર્થથી પકડાયો
• રૂ. ૨૬૦ કરોડનો કૌભાંડી વિનય શાહ નેપાળમાંથી ઝડપાયો
• પાકિસ્તાન મરિન દ્વારા ૨૨ માછીમારોનાં અપહરણ
• ધર્મજના પનોતા પુત્ર રાજેશ પટેલને એનઆરઆઈ સેતુરત્ન સન્માન
• પદ્મશ્રી સાહિત્યકાર લેખક વિષ્ણુ પંડ્યાને એનટીઆર એવોર્ડ
• કચ્છમાંથી ૧૩થી ૧૪ કરોડ વર્ષ જૂનું મગરનું મહાકાય ઈંડુ મળ્યું
• વરિષ્ઠ પત્રકાર પીએમઓના પીઆરઓ જગદીશ ઠક્કરનું નિધન
• વિશ્વની પ્રથમ ટેલિરોબોટિક સર્જરી ગુજરાતમાંઃ અક્ષરધામમાં બેસી ડો. તેજસ પટેલે ૩૨ કિમી દૂર હોસ્પિટલમાં સર્જરી કરી
• જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમની ૨૧ વર્ષીય પુત્રી શિવાનીનું અવસાન
• મોરારિબાપુ દ્વારા મુંબઇના રેડલાઇટ એરિયામાં ગણિકાઓને કથાશ્રવણનું આમંત્રણ
• અમદાવાદથી હૈદરાબાદની ફ્લાઇટ (સમાપ્ત)

(સંકલનઃ ખુશાલી દવે)


comments powered by Disqus