જુલાઈ
• જોધપુરના પૂર્વ રાજમાતા, સાંસદ અને ધ્રાંગધ્રાના પ્રિન્સેસ કૃષ્ણાકુમારીનું નિધન
• સિરિયલ ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ ફેમ ડો. હાથી - કવિકુમાર આઝાદનું અવસાન
• જાજરમાન અભિનેત્રી રીટા ભાદુરીની ચિરવિદાય
• મોડલ-અભિનેતા મિલિંદ સોમણે અંકિતા કંવર સાથે લગ્ન કર્યાં
• મરાઠા આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્ર બંધઃ ઔરંગાબાદમાં આગચંપી
• કવિ અને ગીતકાર ગોપાલદાસ ‘નીરજ’નું નિધન
• મહાબળેશ્વરમાં બસ ખીણમાં ખાબકતાં ૩૩નાં મોત
• અનુકૃતિ મિસ ઈન્ડિયાઃ નેહલ ચુડાસમા મિસ યુનિવર્સ ઇન્ડિયા
ઓગસ્ટ
• પીઢ રાજકારણી ડીએમકેના વડા કરુણાનિધિનું નિધન
• છત્તીસગઢના સુકમામાં ૧૫ આતંકી ઠાર
• ઉદ્યોગપતિ રાજન નંદાનું નિધન
• કોંગ્રેસી નેતા આર. કે. ધવનનું નિધન
• હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન, કેરળમાં પૂર પ્રકોપઃ ૫૮નાં મોત
• કેરળમાં કન્ફેશન કરનારી સ્ત્રીનું જાતીય શોષણ કરનારા પાદરીઓ અબ્રાહમ વર્ગીસ અને જ્યોર્જ કોલ્લમનું સરેન્ડર
• ઉદ્યોગપતિ શેખર અને કિરણ બજાજનાં પુત્ર તેમજ બજાજ ઇલેક્ટ્રીકલ્સના એમડી અનંત બજાજનું મૃત્યુ
• વિચક્ષણ રાજપુરુષ અટલ બિહારી વાજપેયીની વિદાય
• અભિનેત્રી સોનાલી બેન્દ્રેની અમેરિકામાં કેન્સર સારવાર
સપ્ટેમ્બર
• સંરક્ષણ મંત્રાલયની રૂ. ૪૧ હજાર કરોડના શસ્ત્રો ખરીદવા મંજૂરી
• રાજ કપૂરનો આર. કે. સ્ટુડિયો વેચાણ માટે મુકાયો
• ‘કડવે પ્રવચન’થી જાણીતા સંત તરુણસાગરજીનો સંથારો સીજ્યો
• મેહુલ ચોકસીની રૂ. ૧૨૧૦ કરોડની સંપત્તિ જપ્ત
• ભારતમાં સજાતીય સંબંધો કાયદેસર બન્યા
• કેરળમાં નનનું જાતીય શોષણ કરનાર બિશપ ફ્રેન્કોનું રાજીનામું
ઓક્ટોબર
• સબરીમાલામાં સ્ત્રીપ્રવેશ પરથી પ્રતિબંધ હટ્યોઃ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સામે ભક્તોનો હંગામો
• વ્યાભિચારને પુરુષો માટે સજાપાત્ર અપરાધ ગણાવતી કલમ રદ
• બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ જોડવું જરૂરી નહીંઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો
• ગીતા ગોપીનાથન્ આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટ નિમાયા
• ભારતીય કિસાન યુનિયન દ્વારા પાટનગરમાં ખેડૂતોની રેલી
• લખનઉમાં એપલના એક્ઝિક્યુટિવ વિવેક તિવારીની હત્યા
• ફિલ્મ નિર્દેશિકા કલ્પના લાઝમીનું નિધન
• અભિનેતા નાના પાટેકરે જાતીય સતામણી કર્યાની તનુશ્રી દત્તાની ફરિયાદઃ #MeeTooને દિગ્ગજોનાં સમર્થન-વિરોધથી વિવાદ
• આઇસીઆઇસીઆઇ બેન્કના વડા ચંદા કોચરનું રાજીનામું
• નાગાલેન્ડના ‘ગાંધી’ નટવર ઠક્કરનું નિધન
નવેમ્બર
• નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી જેવાઃ શશી થરૂર
• સીબીઆઈના સર્વોચ્ચ અધિકારી આલોક વર્મા - રાકેશ અસ્થાના વચ્ચે સત્તાકીય વિવાદ
• દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન મદનલાલ ખુરાનાનું નિધન
• ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પારિકરને સ્વાદુપિંડનું કેન્સર
• બનારસ-હલ્દિયાને જોડતા દેશના પ્રથમ રાષ્ટ્રીય જળમાર્ગનો પ્રારંભ
• કેન્દ્રીય પ્રધાન અનંત કુમારનું નિધન
• ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસઃ ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણનો આદેશ
• પાકિસ્તાની ગ્રેનેડથી અમૃતસરમાં નિરંકારી સંસ્થાન પર હુમલો
• જાહેરખબર જગતના પિતામહ અલેક પદમશીની વિદાય
• ૧૯૯૪ શીખ રમખાણ કેસમાં યશપાલને ફાંસી
ડિસેમ્બર
• આંદામાનમાં પ્રતિબંધિત વિસ્તારમાં અમેરિકી ધર્મપ્રચારક જોન એલન તીરથી વિંધાયો
• ટીડીપીના સાંસદ વાય. એસ. ચૌધરીનું રૂ. ૫૭૦૦ કરોડનું લોનકૌભાંડ
• રામમંદિર માટે અયોધ્યામાં પૂરેપૂરી જમીન જોઈએઃ હિંદુ ધર્મસભા
• અમે કેટલી મસ્જિદો કુર્બાન કરીશું?ઃ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
• દીપિકા પદુકોણ - રણવીર સિંહ લગ્નગ્રંથિથી જોડાયા
• અમેરિકી સિંગર નિક જોનાસ-અભિનેત્રી પ્રિયંકા ચોપરાના લગ્ન
• કોમેડિયન કપિલ શર્માએ ગર્લફ્રેન્ડ ગિન્ની ચત્રથ સાથે લગ્ન કર્યાં
• ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડઃ બ્રિટિશ વચેટિયો મિશેલ ભારતહવાલે
• ઈસરોએ એકસાથે ૩૧ સેટેલાઈટ અવકાશમાં તરતા મૂક્યા
• સુષમા સ્વરાજ પછી ઉમા ભારતીનું એલાનઃ ચૂંટણી નહીં લડે
• હસમુખ અઢિયા નાણાસચિવ પદેથી નિવૃત્તઃ અજય નારાયણ નવા નાણાસચિવ
• પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોંગ્રેસઃ મિઝોરમમાં ભાજપ, તેલંગણમાં ટીઆરએસ
• ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષપદેથી ઉર્જિત પટેલનું રાજીનામું
• રોબર્ટ વાડ્રાની ઓફિસોમાંથી ઈડીને મહત્ત્વના પુરાવા મળ્યા
• રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાનું રાજીનામું (સમાપ્ત)
(સંકલનઃ ખુશાલી દવે)

