કપરાડાના શિક્ષકે રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડનમાં ૪ એકરમાં ૧૦ હજારથી વધારે ઔષધિય વનસ્પતિઓનો ઉછેર કર્યો

Tuesday 07th September 2021 12:19 EDT
 
 

વાપીઃ કપરાડાના શિક્ષકે દક્ષિણ ગુજરાતની ૨૫૦થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઔષધ બાગ- બગીચાઓ બનાવ્યાં બાદ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેટલાક બગીચાઓ તૈયાર કરતાં દિલ્લી રાષ્ટ્રપતિ ભવનમાં ઔષધિ બગીચો બનાવવાની તક મળી હતી. તેમણે દેશના અલગ-અલગ પ્રાંતમાંથી વનસ્પતિઓ મંગાવી ૪ એકરમાં ૧૦ હજાર રોપાઓ રોપી રાષ્ટ્રપતિ ભવનમાં ઔષધિય ગાર્ડન બનાવ્યો છે. કપરાડાના અને હાલ દમણ સરકારી કોલેજમાં આસિટન્ટ પ્રો.તરીકે સંદીપભાઇ પટેલ નોકરીની સાથે સાથે વનસ્પતિ સંરક્ષણ માટે કામ કરે છે. સૌ પ્રથમ મોટાપોંઢા ખાતે ૩૦૦ ઔષધિય છોડ ધરાવતા વનસ્પતિ ઉદ્યાનનું નિર્માણ કર્યુ છે.
કપરાડાના શિક્ષકને પતંગિયાને આકર્ષતા બટર ફલાય પાર્કમાં પણ સિધ્ધી હાંસલ છે. કેવડિયા ખાતે આવેલાં બટરફલાય પાર્કની વનસ્પતિઓ ઉગાડવામાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. આ વિશેષ કામગીરીના કારણે તેમને દિલ્લી રાષ્ટ્રપતિ ભવન સુધી ઔષધિય ગાર્ડન માટે સીધી તક નળી હતી. ઔષધિય વનસ્પતિઓ તથા બાગ-બગીચા બનાવવા સુંદર વનસ્પતિઓ વિશે પણ માહિતી હોવાથી ગુજરાતના અને મોટા બગીચાઓના નિર્માણમાં તેમણે ફાળો આપ્યો છે. ઘર આંગણે કપરાડાના ૧૨૦ ખેત મજૂરોને બાગ બનાવતાં શીખવાડ્યું છે.


comments powered by Disqus