કિંમતી ફર્નિચરના લાખોના નુકસાનથી બચવા એનઆરઆઈ વિદેશ જતા પહેલાં ઘરને તાળું મારી, તિજોરી-કબાટને ખુલ્લાં મૂકતાં જાય છે

Tuesday 24th May 2022 14:38 EDT
 
 

બારડોલી:સુરતના બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકામાં સૌથી વધુ NRI ની સંખ્યા છે. વિદેશમાં વસતા આ લોકો એક બે વર્ષે પોતાના વતન આવે છે. અહીં વતનમાં તેમના આલિશાન બંગલા છે. તેઓ પરત ફરે ત્યાં સુધી આ મકાન બંધ રહેતા હોય છે. આવા બંધ આલીશન બંગલાઓ હંમેશા તસ્કરોના નિશાના પર હોય છે. તસ્કરો કિંમતી ચીજ વસ્તુની લાલચમાં ઘરમાં ઘૂસી તોડ ફોડ કરી જાય છે. જેથી NRI લોકો બંધ ઘરમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ રાખતા નથી. કિંમતી ચીજ વસ્તુઓ સુરક્ષિત મુકીને જાય છે. તેમ છતાં તસ્કરો હજારો ની ચોરીના ઈરાદે લાખોના ફર્નિચરને નુકસાન પહોંચડતા હોય છે. જો કોઈ તસ્કર ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસે તો પહેલા કિંમતી ચીજ વસ્તુની લાલચમાં કબાટ અને તિજોરીને નિશાન બનાવે છે. જેથી હવે NRI લોકો પોતાની આગવી સૂઝ વાપરી પોતાના આલીશાન બંગલાના મુખ્ય દરવાજા ઉપર જ લોક કરે છે. બાકી ઘરના કબાટ અને તિજોરીને ખુલ્લા મુકી દે છે. જેથી તસ્કરો ચોરીના ઈરાદે કબાટ તિજોરીને મોટું નુકસાન ન પહોંચાડે તે માટે આ કીમિયો અપનાવ્યો છે.
હરિપુરા ગામે બંધ NRI મકાનના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતાં, પરંતુ તેમણે ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. ઘરમાં કોઈ કિંમતી વસ્તુ ન હતી. તેમજ કબાટ તિજોરીના દરવાજા ખુલ્લા હોવાથી કબાટમાં મુકેલ કપડા વેર વિખેર કરી જતા રહ્યા હતાં.


comments powered by Disqus