Advanced search


વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષની ૧૭૫ દેશો યાદીમાં ભારતનો ક્રમ ૯૪થી સુધરીને ૮૫ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતા સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા (ટીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે ૯૨ પોઈન્ટ સાથે ડેન્માર્ક ૨૦૧૪માં સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે ૮ પોઈન્ટ સાથે ઉત્તર કોરિયા અને સોમાલિયા યાદીમાં છેલ્લા ક્રમે છે. ભારતના પાડોશી દેશોમાં ચીન ગયા વર્ષના ૮૦મા ક્રમથી ગગડીને ૧૦૦મા ક્રમે રહ્યું છે. પાકિસ્તાન અને નેપાળ ૧૨૬મા ક્રમે છે. બાંગ્લાદેશ ૧૪૫મા ક્રમે જ્યારે ભૂતાન ૩૦મા ક્રમે છે. ભારતની સાથે શ્રીલંકાને પણ ૮પમું સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાન આ યાદીમાં ૧૭૨મા ક્રમે છે.

- Christmas celebration in Tooting , 12pm, Thursday, NAPS, 26B Tooting High Street, (Next to Natwest Bank), London SW17 0RJ

National Association of Patidar Samaj, has well established itself in the borough with its members who have been residing here since they arrived in 1960s and 1970s from Kenya, Uganda, Tanzania and India. Our members have always strived to be good citizens. The early arrivals were in various occupations and made substantial inroads in ownership of retail shops including sub-post offices and pharmacies. The new generations have made their mark in education and are also in trade and in various professional occupations.

Contact: Pravin Amin (Trustee), 020 8337 2873

- Death Aniversary of Sardar V Patel on Sunday 14th December, 2014. SPMS (Sardar Patel Memorial Society UK). Honourable guest speaker Mr Parshottambhai Rupal, ex MP, National vice President of BJP (current ruling Party of India) as well as in Charge of GOA BJP party. 4-8pm, meal will be served.

જરૂરત અને લક્ષ્યનો સમન્વય

પ્રધાનમંડળના પ્રથમ વિસ્તરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની જરૂરિયાત સંતોષવાની સાથોસાથ વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓનું લક્ષ્ય પણ નજરમાં રાખ્યું છે

લંડનઃ માર્ચના ઓટમ સ્ટેટમેન્ટમાં કરાયેલી જાહેરાત અનુસાર સરકાર ઓક્સફર્ડશાયરમાં હોમ કાઉન્ટીઝના બિસેસ્ટરમાં ૧૩,૦૦૦ મકાનોના ગાર્ડન સિટી માટે £૧૦૦ મિલિયન ફાળવશે. યુકેમાં વારંવાર આવતા પૂર સામે રક્ષણ આપવા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સને આગામી વર્ષોમાં £૨.૩ બિલિયનનો હિસ્સો મળશે.

અનીની હત્યા પછી દેવાણી અને ટોન્ગો વચ્ચે મુલાકાત

કેપટાઉન, લંડનઃ અની દેવાણી હત્યા કેસમાં પ્રોસીક્યુટર્સ દ્વારા સીસીટીવી ફૂટેજના નવા વીડિયો જારી કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં અની દેવાણીની હત્યા થયા પછીની સવારે ફાઈવ સ્ટાર કેપ ગ્રેસ હોટેલમાં ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગો અને શ્રીયેન દેવાણી વચ્ચેની મુલાકાત દર્શાવાઈ છે. આ જ હોટેલમાં દંપતી રહ્યું હતું. આ વખતે અનીનો મૃતદેહ મળી આવ્યાની જાણ દેવાણીને થઈ ન હતી. ટોન્ગો સોફા પર બેઠો હતો અને શ્રીયેનના હાથમાં ફોન છે અને તે હોટેલના ક્લીનરને થોડું એકાંત આપવાની વિનંતી કરતો જણાય છે. ટોન્ગોએ ચેતવ્યા પછી દેવાણીની નજર સિક્યુરિટી કેમેરા પર પડતાં જ તે આડું જોઈ જાય છે અને પછી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. 

નાઇરોબી: ઉત્તર-પૂર્વ કેન્યામાં મંદેકા કાઉન્ટીમાં આવેલા કોરમે ગામ ખાતે ખાણમાં કામ કરતા ૩૬ મજૂરોની હત્યા કરવામાં આવી છે. આ મજૂરો સૂઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

પ્રેસિડેન્ટ સાટાના ફ્યુનરલમાં  લોર્ડ ડોલર પોપટ સરકારના પ્રતિનિધિ

લંડનઃ ઝામ્બિયાના દિવંગત પ્રેસિડેન્ટ માઈકલ ચિલુફ્યા સાટાના સત્તાવાર ફ્યુનરલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને તેમની સરકારના પ્રતિનિધિ તરીકે લોર્ડ ડોલર પોપટે કાઉન્ટેસ ઓફ વેસેક્સની સાથે હાજરી આપી હતી. પ્રેસિડેન્ટ સાટાનું ૭૭ વર્ષની વયે બે સપ્તાહ અગાઉ લંડનમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. હર મેજેસ્ટીના લોર્ડ ઈન વેઈટિંગ તરીકે લોર્ડ પોપટે શુક્રવાર ૩૧ ઓક્ટોબરે હીથ્રો એરપોર્ટ પર રિપેટ્રિએશન સેરિમનીમાં શાહી પરિવારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મુંબઇઃ ઇન્ડિય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) પ્લેસમેન્ટ સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ગત વખત કરતા આ વર્ષે ઓછામાં ઓછા ૧૫થી ૨૦% વધુ જોબ ઓફર થઇ છે અને સરેરાશ વેતનમાં પણ ૧૦થી ૨૦%નો વધારો થયો છે. તો બીજી તરફ, પ્લેસમેન્ટ સિઝનમાં આ વખતે ૩૦% વધુ વૈશ્વિક ઓફર્સ આવી છે.