જ્યારે લોહીથી 'નાહ્યા' હતા ભારતીય બેટ્સમેન 03/12/2014 9:12 am Nilesh Parmar નવી દિલ્હીઃ યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ અને પછી ઈઝરાયલી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા આંતરરાષ્ટ્રીય અમ્પાયર હિલેલ ઓસ્કરનું બોલ વાગવાથી મૃત્યુ નીપજવાની બે ઘટનાએ ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ઘટનાએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૧૯૭૫-૭૬માં જમૈકામાં રમાયેલી એક લોહિયાળ ટેસ્ટ મેચની યાદ તાજી કરાવી દીધી છે.
રામપાલઃ સંતના સ્વાંગમાં શેતાન 05/12/2014 7:02 am Sandip Bhavsar હિસ્સાર (હરિયાણા)ઃ લગભગ ૩૦ હજારથી વધુ પોલીસ જવાનો એક સપ્તાહ સુધી કિલ્લા જેવી ઘેરાબંધી કરે અને સુરક્ષા દળના સેંકડો વાહનો કામે લાગે ત્યારે કોઇ સહેજેય એવું માની લેવા પ્રેરાય કે કોઇ ખૂંખાર આતંકવાદીને ઝડપી લેવા ઓપરેશન હાથ ધરાયું લાગે છે. પણ હિસ્સારમાં આ ઓપરેશન જાતે બની બેઠેલા સંતને ઝબ્બે કરવા માટે હાથ ધરાયું હતું તેવું કોઇ કહેતો?! આ પોલીસ કાર્યવાહીમાં છ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે અને ૨૦૦થી વધુને ઇજા થઇ છે. શેતાનને પણ શરમાવે તેવા કરતૂતો આચરનાર ‘સંત’ રામપાલ ધરપકડ પાછળ આશરે ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
વિદેશીઓનું ભારતમાં અઢળક રોકાણઃ 03/12/2014 9:18 am Viren Vyas અમેરિકાના અગ્રણી આર્થિક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે વિદેશી મૂડી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં ૧૬.૫ બિલિયન ડોલરનું અઠળક રોકાણ કર્યું છે. સમગ્ર વિશ્વના રોકાણકારો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સંસ્થા દ્વારા કોઇપણ વિકાસશીલ દેશમાં કરાયેલું આ સૌથી વધુ રોકાણ છે. ૨૦૧૪માં એસ એન્ડ પી બીએસઇ સેન્સેક્સ ૩૫ ટકા વધ્યો છે. આ વર્ષમાં સેન્સેક્સ ૫૪ વાર વિક્રમજનક સપાટી પર બંધ આવ્યો છે. રોકાણકારોને આશા છે કે નરેન્દ્ર મોદી ભારતીય અર્થતંત્રને વેગ આપે તેવી નીતિઓ અપનાવશે. જેના કારણે સિમેન્ટ ઉત્પાદક કંપનીઓથી માંડીને બેંકિંગ ક્ષેત્રના નફામાં ધરખમ વધારો થશે.
PIOને આજીવન વિઝા 05/12/2014 7:02 am Vikram Nayak સિડની, બ્રિસબેનઃ અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયામાં પણ મોદી મેજિક છવાયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસના ચોથા દિવસે સોમવારે સિડનીના ઓલફોન્સ અરેનામાં એકત્ર થયેલા ૨૦ હજારથી વધુ ભારતીયોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક રોકસ્ટારને છાજે તેવું ભવ્ય સ્વાગત કર્યું હતું તો મોદીએ પણ તેમની લાગણીનો એવો જ ઉષ્માસભર પ્રતિસાદ આપીને તેમના દિલ જીતી લીધા હતા.
સંક્ષિપ્ત સમાચાર 03/12/2014 9:57 am Viren Vyas સીવીએમસંચાલિત બીબીઆઈટીના નવા ભવનનું ભૂમિપૂજનઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ) સંચાલિત બી એન્ડ બી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (બીબીઆઈટી)ના મિકેનિકલ અને મેકેટ્રોનિક્સના નવા ભવન માટે સીવીએમના અધ્યક્ષ ડો. સી.એલ. પટેલનાં અમેરિકાવાસી દીકરી શોભાબહેન કિરીટકુમાર પટેલે રૂ. ૫૧ લાખનું માતબર દાન આપ્યું છે. તેમણે આ ભવન સાથે પોતાના સાસુ-સસરા શારદાબહેન-રમણભાઈ પટેલનું નામ જોડવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ગત સપ્તાહે મહાનુભાવોની હાજરીમાં શોભાબહેનના હસ્તે નવા ભવનનું ભૂમિપૂજન થયું હતું.કરમસદના સ્વ. નટુભાઈ પટેલ સ્મૃતિધામનું અનાવરણઃ કરમસદના કર્મપુરુષ અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. નટુભાઈ પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તિકાનું વિમોચન, વાટિકા અને સ્મૃતિધામના અનાવરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે સંતરામ મંદિરના પૂ. મોરારજી મહારાજ, બાપેશ્વર મહાદેવ-કરમસદના જયરામગીરી મહારાજ તથા સ્વામીનારાયણ મંદિર-આણંદના પૂ. ભગવતચરણ સ્વામી, આણંદના સાંસદ દિલીપભાઈ પટેલ, ધારાસભ્ય રોહિતભાઈ પટેલ, ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન ધીરુભાઈ ચાવડા અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. સ્વ. નટુભાઈએ ૧૬ વર્ષની વયે રવિશંકર મહારાજના સાથે સમાજસેવાના કાર્ય માટે જોડાયા હતા. ઉપરાંત તેમણે ગાંધીજીની વિચારસરણી અનુસરીને હરિજનોના ઉદ્ધાર માટે કાર્યો કર્યા હતા.
વંશીય વૈવિધ્ય ડોક્યુમેન્ટરી અંગે ચિંતા 05/12/2014 7:05 am Mukesh Patel લેસ્ટરઃ ભારતીય મૂળના લેબર કાઉન્સિલર સંદીપ મેઘાણીએ લેસ્ટરના જાણીતા વંશીય વૈવિધ્ય વિશે ચેનલ ૪ની ડોક્યુમેન્ટરી ‘મેઈક લેસ્ટર બ્રિટિશ’ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કાળા નાણાં ખાતાધારકોની ૩૧ માર્ચ સુધી તપાસ પૂર્ણ કરોઃ 04/12/2014 6:06 am Viren Vyas સુપ્રીમ કોર્ટે કાળું નાણું ધરાવનારાઓ ૬૨૭ ભારતીયો સામેની આવકવેરાની કાર્યવાહી ૩૧ માર્ચ, ૨૦૧૫ સુધી પૂર્ણ કરવાનો કેન્દ્ર સરકારને સમય આપ્યો છે અને આ કેસની વધુ સુનાવણી ૨૦ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે. સાથે આદેશ આપ્યો છે કે સરકાર તપાસ દરિમયાન અપાયેલી આ સમય મર્યાદા ધ્યાનમાં રાખે કાળાં નાણાંના કેસોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત થયેલી ખાસ તપાસ ટીમ (એસઆઇટી)ને તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ કેન્દ્રને જણાવવાનો ટીમને આદેશ આપ્યો છે.
ગાંધીપ્રતિમા માટે વિશ્વભરમાંથી દાનપ્રવાહ 05/12/2014 7:05 am Vikram Nayak લંડનઃ પાર્લામેન્ટ સ્ક્વેરમાં મૂકાનારી મહાત્મા ગાંધીની પ્રતિમા માટે સમગ્ર વિશ્વમાંથી દાનનો પ્રવાહ આવી રહ્યો છે. ગત સપ્તાહે હાઉસ ઓફ લોર્ડ્સમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં લોર્ડ અને લેડી દેસાઈએ આ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા ૬૦૦,૦૦૦ પાઉન્ડની જરૂર હોવાની ચિંતા પછી આ સમાચાર આવકારદાયક બની રહ્યા હતા.
Lanka candidate vows to scrap presidential system 04/12/2014 6:09 am K.K. Joseph Former Sri Lankan health minister Maithripala Sirisena on Monday signed an agreement with opposition parties, trade unions and professional groups to scrap the country's powerful presidential system and carry out other democratic reforms if he beats incumbent Mahinda Rajapaksa and wins January's presidential election
સિલ્વર સ્ટાર વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે રેફલ ડ્રો યોજાશે 05/12/2014 7:06 am Mukesh Patel લંડનઃ ડાયાબિટીસ અવેરનેસ કેલેન્ડરમાં ૧૪ નવેમ્બર, શુક્રવાર વર્લ્ડ ડાયાબિટીસ ડે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સિલ્વર સ્ટાર ડાયાબિટીસ સંસ્થાના સ્થાપક પેટ્રન અને સાંસદ કિથ વાઝના એક પ્રશ્નના ઉત્તરમાં વડા પ્રધાન ડેવિડ કેમરને બ્રિટિશ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે, ‘ડાયાબિટીસની જટિલતાના કારણે પગના વિચ્છેદન જેવી તાકીદની સર્જરીઓ પાછળ NHS ને બિલિયન્સ પાઉન્ડનો ખર્ચ થાય છે.