મોદી સરકારનું વિસ્તરણઃ એક કાંકરે બે પક્ષી 05/12/2014 7:32 am Mukesh Patel વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત તેમની રાજકીય વિચક્ષણતાની ઝલક દેખાડી છે. પ્રધાનમંડળનું સૌપ્રથમ વિસ્તરણ કરતાં તેમણે પક્ષ અને સરકાર બન્નેની જરૂરત વચ્ચે યોગ્ય તાલમેળ સાધીને બેવડા દોરે કામ લીધાનું સ્પષ્ટ જણાય છે. એક તરફ, પ્રધાનમંડળનું આ વિસ્તરણ સરકારને વધુ કાર્યદક્ષ બનાવવાના તેમના દૃઢ નિર્ધારનું પ્રતિબિંબ રજૂ કરે છે.
‘ખાન ત્રિપૂટી’ પ્રથમવાર સાથે 05/12/2014 7:32 am Viren Vyas શાહરુખખાન અને સલમાનખાનના ભેટવાની વાતો તો હવે જૂની થઈ ગઈ છે. ગત સપ્તાહે દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં આ બે ખાનની સાથે આમિરખાન પણ જોવા મળ્યો હતો અને આ ત્રણેયે હસી-મજાક કરતા ‘ટુવાલ ડાન્સ’ પણ કર્યો હતો.
બ્રિટિશ આર્મીમાં એશિયનો નહિવત્ 05/12/2014 7:33 am Vikram Nayak લંડનઃ બ્રિટિશ આર્મીના મોખરાના યુનિટ્સમાં વ્હાઈટ સૈનિકો જ છે અને એશિયન સૈનિકોનું પ્રમાણ નહિવત છે. ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન કાયદા હેઠળ જાહેર કરાયેલા આંકડા અનુસાર બ્રિટિશ આર્મીની ૨૨ આર્મર્ડ અને ઈન્ફન્ટ્રી રેજિમેન્ટની ૧૪માં માત્ર પાંચ અથવા તેથી ઓછાં એશિયન સૈનિક છે, જ્યારે ૧૩ રેજિમેન્ટ્સમાં ૯૦ ટકાથી વધુ વ્હાઈટ સૈનિક છે.
મોદી-કેમરનની મુલાકાતનો મુદ્દો 05/12/2014 7:35 am Sandip Bhavsar લંડનઃ સાંસદ કિથ વાઝે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન ડેવિડ કેમરન વચ્ચે મુલાકાતનો મુદ્દો હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવ્યો હતો.
ઈમિગ્રન્ટ્સથી બ્રિટનને લાભ જ થયો છે 05/12/2014 7:37 am Vikram Nayak લંડનઃ આખરે તો બ્રિટન માટે ઈમિગ્રેશન લાભદાયી હોવાનું જ પૂરવાર થયું છે. યુનિવર્સિટી કોલેજ લંડનના નવા રિપોર્ટ અનુસાર ૨૦૦૧ અને ૨૦૧૧ના ગાળામાં યુકે આવેલા ઈમિગ્રન્ટ્સે લીધેલાં નાણા કે લાભની સરખામણીએ આશરે વધુ £૨૫ બિલિયન પાઉન્ડ બ્રિટિશ અર્થતંત્રમાં આપ્યાં છે. તેમ જ લાખો નોકરીઓના સર્જનનો ફાળો આપ્યો છે.
ભારતની એકતાનો મોદીજીનો લલકાર 05/12/2014 7:37 am Mukesh Patel શ્રી સરદાર પટેલની ૧૪૦મી જન્મજયંતી નિમિત્તે મોદીજી પ્રેરિત 'રન ફોર યુનિટી' માત્ર ઉત્સાહ અને ઉમંગથી ભરેલો કાર્યક્રમ માત્ર ન હતો. ભારતમાં અલગ અલગ નાતજાત હોવા છતાં, ભારત એક છે એમ સૂચવતા અને હૃદયમાં સોંસરવા ઉતરી જાય તેવી 'ભાષા અનેક ભાવ એક, રાજ્ય અનેક દેશ એક, પંથ અનેક લક્ષ્ય એક, બોલી અનેક સ્વર એક, રંગ અનેક સંસ્કાર એક, કાર્ય અનેક સંકલ્પ એક, રાહ અનેક મંઝીલ એક, ચહેરા અનેક મુસ્કાન એક' સુત્રોચ્ચારો કરીને મોદીજીએ યાત્રામાં કદમ માંડતા સૌમાં એક અનેરું જોમ પેદા કર્યું હતું.
ડ્રગ્સ હેરાફેરીઃ મમતા કુલકર્ણી અને તેના અમદાવાદી પતિની અટકાયત 05/12/2014 10:46 am Vikram Nayak મોમ્બાસાઃ નેવુંના દસકામાં બોલિવૂડમાં પોતાના હોટ અંદાજ માટે જાણીતી બનેલી અભિનેત્રી મમતા કુલકર્ણીને કેન્યાના મોમ્બાસામાં ડ્રગ્સ તસ્કરીના આરોપસર નજરકેદ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના વતની એવા તેના પતિ વિક્કી ગોસ્વામીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઇ છે. ડ્રગ્સ કેસમાં પ્રાથમિક પૂછપરછ બાદ વિક્કી અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરાઇ હતી.
શ્રીયેન દેવાણી ટ્રાયલ અંતના આરેઃ બે સપ્તાહનો વિરામ 05/12/2014 7:38 am Sandip Bhavsar કેપ ટાઉન, લંડનઃ વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં અની દેવાણી હત્યા કેસમાં વેસ્ટબરી-ઓન-ટ્રીમના ૩૪ વર્ષીય બિઝનેસમેન શ્રીયેન દેવાણી સામેનો કેસ ફગાવી દેવાની અરજી પર સુનાવણી ચાલી રહી છે. સામાન્ય અપેક્ષાથી વિપરીત જજ જેનેટ ટ્રાવર્સોએ મંગળવારે ચુકાદો આપવાનું ટાળીને આઠમી ડિસેમ્બર સુધી કોર્ટને મુલતવી રાખી છે. ટ્રાયલના ૨૪મા દિવસ, મંગળવારે પ્રોસિક્યુશને સાક્ષી ડ્રાઈવર ટોન્ગોને જૂઠા ઠરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો નિર્દેશ કર્યો હતો. જોકે, જજ ટ્રાવર્સોએ નબળા કેસ તરફ ધ્યાન દોર્યું હતું.