‘મહાભારત’ના દિગ્દર્શક રવિ ચોપરાનું નિધન 05/12/2014 9:57 am Vikram Nayak મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા.
બરાક ઓબામાઃ સૌથી શક્તિમાન હવે બન્યા અશક્તિમાન 05/12/2014 7:39 am Nilesh Parmar વિશ્વમાં સૌથી શક્તિમાન નેતા ગણાતા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પોતાના દેશમાં જ અશક્તિમાન બની ગયા છે. મિડ-ટર્મ ચૂંટણીમાં તેમની ડેમોક્રેટિક પાર્ટીને મળેલી પછડાટ દર્શાવે છે કે એક સમયે લોકહૃદયમાં બિરાજતા ઓબામાની લોકપ્રિયતા હવે તળિયે જઇ બેઠી છે.
ભારત-પાક. સાથસાથ સહિયારો નોબેલ પુરસ્કાર 06/12/2014 4:55 am Sandip Bhavsar ઓસ્લોઃ ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ ગોળીબારથી ગાજી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૪નો નોબેલ શાંતિ પુરસ્કાર એક ભારતીય અને એક પાકિસ્તાનીને સંયુક્તપણે જાહેર થયો છે. ભારતના કૈલાસ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇને અદમ્ય વ્યક્તિગત સાહસ અને બાળકો તથા યુવાઓ પર ગુજારાતા અત્યાચારો અને તમામ બાળકોને શિક્ષણના અધિકાર માટે તેમણે કરેલા સંઘર્ષ માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરાયાં છે.
ગ્રામ્ય જીવન માણતા બિગ બી 05/12/2014 7:39 am Viren Vyas ફોટો કેપ્શનઃ છેલ્લા કેટલાક દિવસથી પાટડી તાલુકાના માલવણ નજીક સુજિત સરકારની નવી ફિલ્મ ‘પીકુ’ના શૂટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન અમદાવાદમાં ધામા નાખ્યા છે.
પાકિસ્તાન ત્રાસવાદી જૂથોના ઓઠાં તળે ભારત સામે લડે છે 06/12/2014 4:59 am Vikram Nayak વોશિંગ્ટન, નવી દિલ્હી, ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ધરતી પર આતંકવાદ પોષાય છે અને પાકિસ્તાન પોતાનાથી વધુ સજ્જ અને ચઢિયાતી ભારતીય સેનાનો સામનો કરવા માટે ત્રાસવાદી સંગઠનોના ઓઠાં તળે પરોક્ષ યુદ્ધ લડી રહ્યું છે. અમેરિકાની સર્વોચ્ચ સંરક્ષણ સંસ્થા પેન્ટાગોને યુએસ કોંગ્રેસમાં રજૂ કરેલા ૧૦૦ પાનના રિપોર્ટમાં આ અભિપ્રાય રજૂ થયો છે.
બનાવટી લગ્નો ગોઠવતી માન્ચેસ્ટર ગેન્ગને જેલઃ 05/12/2014 7:40 am Sandip Bhavsar વરરાજા અને પોર્ટુગીઝ વહુઓ વચ્ચે બનાવટી લગ્નો ગોઠવતી માન્ચેસ્ટરની ગેન્ગને જેલની સજા થઈ છે. માન્ચેસ્ટ ક્રાઉન કોર્ટે ગેન્ગના મુખ્ય ખેલાડી મોહમ્મદ ‘જિમ્મી’ આમીરને ચાર વર્ષ અને ડાયેના ફર્નાન્ડીસ મોરેઈરા-મિગૂલને ૧૫ મહિનાની જેલની સજા કરી હતી. ગેન્ગના પાકિસ્તાની વરરાજાઓ મુહમ્મદ ઝીશાન શફકાત, મુદસ્સર અલી, મોબીન અશરફ અને મુહમ્મદ અસરારને એક-એક વર્ષની સજા થઈ હતી.
ઈમિગ્રેશન નીતિની આકરી ટીકા 06/12/2014 5:01 am Sandip Bhavsar લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એન્ડ્ર્યુ હેમિલ્ટને બ્રિટનના ઈમિગ્રેશન નિયમો પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આ નિયમો વિજ્ઞાનીઓની ભરતી કરવામાં અવરોધરૂપ છે.
૧૭ વર્ષની સાંપ્રત ઘટનાઓનું મૌલિક અને માહિતીપ્રદ વિશ્લેષણ 05/12/2014 7:43 am Vikram Nayak લેખક નગીનદાસ ખજુરીઆના વિશેષ માહિતીપ્રદ પુસ્તક ‘Letters to the Editor’ ( AuthorHouse UK દ્વારા પ્રકાશિત)માં વર્તમાન બાબતો તરીકે રોજબરોજના સમાચારોમાં રહેતા લગભગ તમામ વિષયોને આવરી લેવાયાં છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ અખબારોમાં તંત્રીને પાઠવેલાં પત્રોમાં નગીનદાસ ખજુરીઆ સાંપ્રત સમાજના પ્રવાહો અંગે પોતાના મૌલિક વિચારો પ્રગટ કરતા રહ્યા છે.
મહારાષ્ટ્ર-હરિયાણામાં કમળ ખીલ્યું 06/12/2014 5:02 am Mukesh Patel બન્ને રાજ્યોમાં કોંગ્રેસના સૂપડાં સાફઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદે દેવેન્દ્ર ફડનવીસ, હરિયાણામાં મોહનલાલ ખટ્ટરને સુકાન સોંપાયું