હાર્ટ એટેક માટે લાઈફ સ્ટાઈલનું જોખમ 06/12/2014 5:16 am Mukesh Patel લંડનઃ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે ભવિષ્યમાં હાર્ટ એટેકના જોખમનો વિચાર કે ગણતરી કરતી વખતે જિનેટિક કે પારિવારિક ઈતિહાસના બદલે વ્યક્તિની લાઈફસ્ટાઈલને વધુ મહત્ત્વ અપાવું જોઈએ.
બ્રિટિશ પર્યટકો ઉદાર અને વિવેકી 06/12/2014 5:17 am Mukesh Patel લંડનઃ વિદેશમાં રજાઓ માણવા જતા બ્રિટિશરો વિવેકી, સારું વર્તન કરનારા અને ઉદાર ટીપ આપનારાની પ્રતિષ્ઠા ધરાવે છે. જોકે, તેઓ શરાબપાન વધુ કરતા હોવાનો મત વિદેશની હોટલોના બાવન (૫૨) ટકા સ્ટાફ દ્વારા વ્યક્ત કરાયો છે.
નામ સંત રામપાલ પણ કરતૂત રાવણ જેવા 05/12/2014 8:10 am Sandip Bhavsar ભારતમાં આજકાલ વધુ એક ‘બાબા’ અખબારોમાં ચમકી રહ્યા છે. બાબાનું નામ રામપાલ છે, પરંતુ તેમના કરતૂતો રાવણને પણ શરમાવે તેવા છે. ઉત્તર ભારતમાં હજારો અનુયાયીઓ અને હરિયાણાના હિસ્સારમાં વિશાળ આશ્રમ ધરાવતા આ બાબા લોકોને નૈતિક્તા, સદાચાર, મૂલ્યોના પાઠ ભણાવતા હતા, પણ આમાંનું એકેય લક્ષણ તેમના અંગત જીવનમાં નથી.
બ્રિટનમાં દરરોજ ૩૫થી વધુ સ્ત્રી બળાત્કારનો શિકાર બને છે 06/12/2014 5:18 am Mukesh Patel લંડનઃ બ્રિટનમાં જૂન ૨૦૧૩-૧૪ના વર્ષે બળાત્કારની સંખ્યામાં ૧૦ વર્ષનો વિક્રમ નોંધાયો છે. પોલીસ રેકોર્ડ મુજબ જૂન ૨૦૧૪ સુધીના વર્ષમાં કુલ ૧૩,૪૫૫ મહિલા પર બળાત્કાર થયા હતા. આમ, તેની અગાઉના ૧૨ મહિનાની સરખામણીએ ૩૬ ટકાની વૃદ્ધિ સાથે વધુ ૪,૦૦૦ મહિલા બળાત્કારનો શિકાર બની હતી.
ગોધરાકાંડ અને કોમી રમખાણો અંગે નાણાવટી પંચનો અહેવાલ સરકારને સુપરત 05/12/2014 8:12 am Vikram Nayak ગાંધીનગરઃ વર્ષ ૨૦૦૨ના વિશ્વવ્યાપી ચર્ચિત ગોધરામાં સાબરમતી ટ્રેન હત્યાકાંડ અને ત્યારબાદના કોમી રમખાણોની તપાસ માટે રચાયેલા નાણાવટી તપાસ પંચનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે.
કોમેડી-એક્શન ફિલ્મ 06/12/2014 5:19 am Viren Vyas વિશુ (અજય દેવગન) અને મૂસા (કુણાલ રોય કપૂર) બન્ને મિત્રો છે. નાનું-મોટું ખોટું કામ કરીને જીવન જીવે છે. વિશુની ઇચ્છા છે કે એક દિવસ તે ડાન્સર બને. એક વખત વિશુની મુલાકાત ખુશી (સોનાક્ષી સિન્હા) સાથે થાય છે. ખુશી પોતાને અપશુકનિયાળ છોકરી માને છે. તે કંઈ પણ કામ હાથમાં લે તો તેનું કામ બગડે જ છે, પણ વિશુને મળ્યા પછી તેનું નસીબ ખૂલી જાય છે. ત્રણ મુલાકાતમાં તો ખુશીને પણ આ વાત સમજાઈ જાય છે અને બંને એકબીજાની નજીક આવે છે.આ દરમિયાન એક ઘટના એવી બને છે કે જેમાં વિશુ પર હુમલો થાય છે. વિશુને એ વાતથી બહુ નવાઈ લાગે છે આવું કેમ બન્યું. વિશુ કંઈ સમજે એ પહેલાં તો તેના પર હુમલા થવાનું પ્રમાણ વધી જાય છે. આ હુમલો કરાવવાનું કામ બીજું કોઈ નહીં પણ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ઝેવિયર (આંનદ રાજ) કરાવી રહ્યો છે. પોતે કયા કારણે ઝેવિયરને ખૂંચે છે એ જાણવાના પ્રયાસમાં વિશુ સામે એક એવું મોટું રહસ્ય ખૂલે છે અને તેને ખૂબ આશ્ચર્ય થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા ‘એક્શન-જેક્સન’ ફિલ્મ જોવી રહી.
સાચને આંચ હોતી નથી 05/12/2014 8:12 am Sandip Bhavsar તા. ૨૨-૧૧-૧૪નો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'નો અંક મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. 'ગુજરાત સમાચાર'ના પહેલે જ પાને PIO અને આજીવન વિઝાની વિગત અને આપણા લાડીલા શ્રી ન.મો.ની ઓસ્ટ્રેલિયાની મુલાકાતના સમાચાર વાંચ્યા. આપણા લાડીલા ન.મો. આપણા ભારતીયો તરફથી જે સન્માન મેળવી ગયા તે બદલ તેમને ધન્યવાદ.
બ્રિટિશ પોલીસ ઓફિસરો ત્રાસવાદીઓનું લક્ષ્યાંક 06/12/2014 5:20 am Mukesh Patel સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા Isil પ્રેરિત હુમલાઓની સંડોવણીને સંબંધિત સંખ્યાબંધ દરોડામાં ચાર વ્યક્તિ પર ત્રાસવાદના આરોપ લગાવાયા છે.
‘સરદાર તમે આજે હોત તો! અમારું જર્જરિત ના હોત પોત તો... 06/12/2014 5:21 am Sandip Bhavsar પ્રિય વાચક મિત્રો, ગત સપ્તાહે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તા. ૧૧-૧૦-૧૪ના અંકમાં પાન નં. ૨૬ ઉપર 'જો સરદાર આજે જીવીત હોત તો!' વિષયના અનુસંધાને મને ઘણા વાચક મિત્રોએ ફોન પર અને રૂબરૂ સંપર્ક કર્યો. મોટાભાગના વાચક મિત્રોના પત્રોનો એક જ સુર હતો કે સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીના ચેરમેને તો પોતાના અધ્યક્ષપણા હેઠળ અઘટિત, સમાજવિરોધી અને ખોટુ કાર્ય કર્યું છે. સાથે સાથે તેટલી જ જવાબદારી આ સંસ્થાના ટ્રસ્ટીઅો અને અન્ય કારોબારી કમીટિના સદસ્યોની પણ છે. કેટલાક વાચક મિત્રોએ સ્પષ્ટપણે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના હોદ્દેદારો પર રોષ વ્યક્ત કર્યો જેમણે મૂક મને ખોટા કાર્યમાં પોતાની સહમતી આપી. આવા કમીટિ મેમ્બર્સે પોતાના અંતરાત્માને ઢંઢોળીને જાતને પૂછવું જોઇએ કે તેમને આ એજન્ડા સાથેની નોટીસ ક્યારે મળી હતી? આવી નોટીસ કોણે મોકલી હતી? જો તેમને આવી નોટીસ કે એજન્ડા મોકલવામાં આવ્યા જ ન હતા અને તેમની જાણ બહાર આ નિર્ણય લેવાયો હોય તો તેમનું મૌન મૂક સહમતી કહેવાય કે નહિં? આમ તો તેઅો પણ જવાબદાર બને. કેટલાક મિત્રોએ મને ફોન પર કે રૂબરૂ મળીને 'શું કરવું જોઇએ' તેવો અભિપ્રાય પૂછ્યો. મારો પ્રતિભાવ સ્પષ્ટ હતો કે તમારો અંતરાત્મા આ મુદ્દા પર શું કહે છે? બસ તમે ફક્ત તેને જ અનુસરો. મિત્રો, ક્રાંતિકારી વિચારો ધરાવતા જાગૃત વાચક શ્રી વિનુભાઇ સચાણીયાએ પોતાના પત્રમાં ક્હ્યું કે 'સીબીને કાઢી મૂક્યા. બીજા શબ્દોમાં એમ પણ કહી શકો કે સીબીની હકાલપટ્ટી કરી કે પછી હાંકી કાઢ્યા. શ્રી સીબીનું સભ્ય પદ રદ કરનાર સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારોએ કદાચ અહંકારમાં આવીને સીબીનું સભ્ય પદ રદ કરતી વખતે આવા શબ્દો વિચાર્યા હશે. પણ મિત્રો કોઇ બે ચાર પગથીયા નીચે ઉતરી આવે એટલે આપણે થોડા તેમની કક્ષાએ નીચે ઉતરાય છે? સીબીનું અપમાન કરવાના ઇરાદે સભ્યપદ ભલે રદ કરાયું હોય પણ સીબી કે હું આવા નિર્ણયને અપમાન કરતા 'બાળક બુધ્ધીથી' કરાયેલ નિર્ણય વધારે માનીએ છીએ.મિત્રો અત્રે કેટલાક વાચક મિત્રો અને અગ્રણીઅોએ પાઠવેલા પત્રો સ્થળસંકોચના અભાવે થોડાક સંપાદન સાથે રજૂ કરૂ છું અને બાકીના પત્રો અમે આગામી વર્ષે (દીપાવલિ બાદ) અત્રે રજૂ કરીશું. - કમલ રાવ.
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કહ્યું કે સી.બી. પટેલને ખાસ કહેજો કે ડાયરેક્ટ ફ્લાઈટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે 05/12/2014 8:14 am Mukesh Patel આનંદીબહેન પટેલની ગુજરાતના કો-ઓર્ડિનેટર ભુપત પારેખ સાથે ખાસ વાતચીત