રૂ. બાવન લાખ સાથે ભિક્ષુક ઝડપાયોઃ 06/12/2014 5:51 am Sandip Bhavsar મહારાષ્ટ્રના કોલ્હાપુર રેલવે સ્ટેશનેથી મુસાફરની રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરીને ભારત ભ્રમણ કરવા નીકળેલો ભિક્ષુક અમદાવાદ આવ્યો ત્યારે પોલીસે તેને રૂ. ૫૨.૪૭ લાખની રોકડ ઝડપી લીધો હતો. કોલ્હાપુર રેલવે સ્ટેશન પરથી આ લાખો રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ મળી હોવાની તેણે કબૂલાત કરી હતી. જોકે, તેણે લાખોની રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી હોવાનું પોલીસ માની રહી છે. જેથી પોલીસે તપાસ અર્થે મહારાષ્ટ્ર રેલવે પોલીસનો સંપર્ક કર્યો છે. કોલ્હાપુર રેલવે સ્ટેશન ઉપર ભીખ માગીને તથા લોકોની નજર ચૂકવીને ઉઠાંતરી કરીને જીવન નિર્વાહ ચલાવતો સંજયસિંગ વિજયસિંગ માથૂર ગત સપ્તાહે અમદાવાદના નારોલ સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસે શંકાના આધારે તેને અટકાવીને બેગની તપાસ કરતા લાખોની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
દેવ પટેલ અને નિકોલ કિડમેન સાથે દેખાશે 05/12/2014 9:16 am Sandip Bhavsar ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના અભિનેતા દેવ પટેલ અને હોલિવૂડની જાણીતી અભિનેત્રી નિકોલ કિડમેન ‘લાયન’ ફિલ્મમાં સાથે કામ કરશે.
સરદાર પટેલ જયંતીએ કરમસદની પુનઃનિર્મિત શાળાનું લોકાર્પણ 06/12/2014 5:51 am Vikram Nayak આણંદઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નના રાષ્ટ્ર નિર્માણ માટે જન-જનમાં એકતા અખંડિતતાનો સમર્પિત ભાવ ઉજાગર કરવા આહ્વાન કર્યું છે.
બહેનને સલ્લુની મોંઘેરી ભેટ 05/12/2014 9:17 am Sandip Bhavsar સલમાનખાન તેની દરિયાદિલી માટે જાણીતો છે. તેણે ગત સપ્તાહે પોતાની બહેન અર્પિતાના લગ્નનું અતિ ભવ્ય આયોજન કર્યું હતું.
લંડનની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા એર ઈન્ડિયાને ગુજરાતના નાગરિક ઊડ્ડયન વિભાગની રજૂઆત 05/12/2014 9:19 am Sandip Bhavsar અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સૌ પ્રથમ લંડનથી શરૂ કરવામાં આવેલી કેમ્પેઈન બાદ ગુજરાતમાં રાજ્યસભાના ભાજપના વ્હિપ શ્રી મનસુખ માંડવિયાના કન્વીનર પદે ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં આવી હતી.
સપરમે દા’ડે સબરસ.... 06/12/2014 5:52 am Mukesh Patel વડીલો સહિત સહુ વાચક મિત્રો, પુનઃ નૂતન વર્ષાભિનંદન. આપ સહુને વિક્રમ સંવત ૨૦૭૧ના. આજે સોમવારે ભાઇ નીલેશ પરમાર (અમદાવાદ ઓફિસના બ્યૂરો ચીફ)ની કલમ મારફતે આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઇ રહ્યો છું. આવતીકાલે મંગળવારે લાભપાંચમનું પર્વ આપણે સહુ ઉજવીશું. ગયા મંગળવારે, ૨૧ ઓક્ટોબરે ધનતેરસના પાવક દિને આપણે સહુએ ધન પણ ધોયું જ હશે. ધનતેરસ અને લાભપાંચમનું પર્વ આપ સહુની જેમ હંમેશા મારો પરિવાર ઉજવતો આવ્યો છે, પણ અમારા માટે પર્વનું સવિશેષ મહત્ત્વ છે. ધનતેરસ મારા માતુશ્રીની અને લાભપાંચમ મારા પિતાશ્રીની જન્મતિથિ છે. માતૃભક્તિ અને પિતૃતર્પણ વિશે હું હંમેશા કંઇક અવઢવમાં રહું છું. કેટલાક વાચકોએ તો વળી પૂછ્યું પણ છે કે તમારી આ લેખમાળામાં પિતાશ્રી વિશેનો ઉલ્લેખ જવલ્લે જ જોવા મળે છે. એવું કેમ? કહેવાય છે કે પિતા-પુત્રનો નાતો માતા-પુત્રના નાતા કરતાં કંઇક અલગ પ્રકારનો હોય છે. તમે દુનિયામાં ક્યાંય પણ જૂઓ... અરે, તમારા પરિવારમાં જ જૂઓને સમજાઇ જશે.
૪૫ દેશોના નાગરિકોને ઓનલાઇન વિઝા મળશે 05/12/2014 9:20 am Sandip Bhavsar નવી દિલ્હી: ભારત સરકાર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇઝરાયલ, જાપાન, યુએઇ, પેલેસ્ટાઇન, જોર્ડન, થાઇલેન્ડ, સિંગાપોર અને રશિયા સહિતના ૪૫ દેશોના નાગરિકોને ઓનલાઇન વિઝા સુવિધા આપશે.
સરદાર પટેલ વકીલાત કરતા હતા તે કોર્ટની સ્થિતિ દયનીય 06/12/2014 5:53 am Vikram Nayak વડોદરા: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનની એકતા દિવસ તરીકે ઉજવણી થઇ. આણંદ જિલ્લાના બોરસદની જૂની કોર્ટ જ્યાં સરદાર પટેલે વકીલાતની શરૂઆત કરીને ઘણા ફોજદારી કેસો અંગ્રેજો સામે જીત્યા હતા ત્યારે ઐતિહાસિક ધરોહર ગણાતી આ કોર્ટ જાળવણીના અભાવે જર્જરિત થઈ છે. તેમ જ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી આ જૂનું કોર્ટ સંકુલ ઉજ્જડ થઈ ગયું છે અને આ સ્થળ દારૂ-જુગાર માટે સલામત સ્થળ બની ગયું છે.
સિદસરમાં દંપતીની ૧૨૫ કિલો ચાંદીથી તુલાઃ 05/12/2014 9:22 am Vikram Nayak જામજોધપુર નજીક સિદસર ખાતે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજી મંદિરે રવિવારે ૩૬૫ ધ્વજારોહણ, પૂજન અને શોભાયાત્રા યોજાઇ હતી.
નવલા નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ... 06/12/2014 5:53 am Sandip Bhavsar વડીલો સહિત સહુ વાચક મિત્રો, વિક્રમ સંવત ૨૦૭૦ની વિદાય વેળાએ, આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ના આ વર્ષના અંતિમ અંકના માધ્યમથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થયો છું. બે કર જોડીને આપ સહુના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરું છું. આજે (સોમવાર, ૧૩ ઓક્ટોબરે) આ લખાઇ રહ્યું છે. વહેલી સવારે, પરોઢિયે જ કહોને, ઉઠી ગયો. કેવો મંગળ દિવસ! ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી... પંક્તિઓ મનમાં ગુંજી રહી હતી અને આંખો ખુલી ગઇ. પરમાત્માની કરુણા અને આપ સહુ આત્મીયજનોનો ઉષ્માપૂર્ણ સહયોગ... કેવો સુભગ સમન્વય.