ગાંધીઃ ઇન્દિરા, સોનિયા, રાહુલ નહીં, ‘મહાત્મા’ ગાંધી... 06/12/2014 6:22 am Sandip Bhavsar વળી પાછા ગાંધી ચર્ચામાં છે. ઓબામાથી નરેન્દ્ર મોદી, મલાલા યુસુફઝાઇથી કૈલાસ સત્યાર્થી... અને અહીં ચૂંટણી જંગમાં યે કવચિત ‘ગાંધીજીનાં સપનાંના’ ભારતની વાત તો આવે જ છે. વડા પ્રધાને ‘સ્વચ્છ ભારત’ને તેમનાં નામની સાથે જોડી દીધું એટલે કેટલાકે વાંકી ભ્રમરે કહ્યુંઃ ‘ગાંધીજીનાં નામનો ઉપયોગ કરીને મોદી ભરમાવવા માગે છે.’ મોદીની જાદુગરીનો પાર નથી. હમણાં વડોદરામાં એક વડીલ નેતા સનત મહેતાની સાથે ગપસપ થઈ ત્યારે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ પણ જવાહરલાલ નેહરુનું ગુણદર્શન અનુસરવું પડ્યું છે. હરિયાણાની સભામાં તેમણે નેહરુ-ઇન્દિરાજીના સ્મરણને રાષ્ટ્રવ્યાપી બનાવવાની વાત કરી હતી. કોંગ્રેસજનોને એમ લાગે છે કે આ તો અમારા નેતાઓને પોતાની છાવણીના બનાવવા માગે છે! પહેલાં સરદાર, પછી ગાંધીજી અને હવે જવાહરલાલ! વચ્ચે હરિપુરામાં સુભાષચંદ્ર બોઝનાં સ્મરણમાં ઈ-ગ્રામ યોજનાની જાહેરાત મોદીએ કરી હતી. સ્વામી વિવેકાનંદની તો જન્મશતાબ્દી યે વાજતેગાજતે મનાવી. સુરેન્દ્રનગરમાં, મુખ્ય પ્રધાન હતા ત્યારે, બંધારણ-યાત્રા કાઢીને આંબેડકરનું સ્મરણ કર્યું હતું.
સ્વાસ્થ્યને સલામત રાખતાં વિટામિન્સ 05/12/2014 10:05 am Vikram Nayak વિટામિન શબ્દ તો તમે ઘણી ઘણી વખત વાંચ્યો હશે અને તેના વિશે સ્કૂલમાં ભણ્યા પણ હશો એટલે આપણા શરીરમાં એનું કેટલું મહત્વ છે એ પણ જાણતા જ હશો. છતાં જ્યારે બોડી ચેક અપ કરાવો તો એકાદ વિટામિનની ઉણપ જરૂર જણાશે. વિટામિનની આ ઉણપ આગળ જતાં અનેક રોગને નોતરી શકે છે. એમાંથી બચવા વિટામિન વિશે આટલું જાણવું જરૂરી છે.
ભૂજ-ગાંધીધામમાં હવે ૧૧ વોર્ડની નગરપાલિકાઃ 06/12/2014 6:22 am Viren Vyas આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી સુધરાઇની ચૂંટણીનું રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાને નારીઓનું રાજકીય વજન વધાર્યું છે અને હવે ૫૦ ટકા ‘મહિલા અનામત’ બેઠક દાખલ થશે. આમ ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષ સમોવડી બનાવવાનું પ્રથમ કદમ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા જાહેરનામા મુજબ સુધરાઇ અને મહાપાલિકાઓમાં હવે દરેક વોર્ડમાં ત્રણના બદલે ચાર બેઠકની ગોઠવણ થશે. તેમાં બે-બે મહિલા સભ્ય હશે. કચ્છના કિસ્સામાં કુલ ૧૪-૧૪ વોર્ડ ધરાવતી ભૂજ અને ગાંધીધામ નગરપાલિકામાં હવે ૧૧ વોર્ડની રચના થશે અને ૪૪ બેઠકનું માળખું રચાશે. ૫૦ ટકા મહિલા અનામતના અમલ મુદ્દે સમગ્ર દેશમાં સૌ પ્રથમ એકમાત્ર ગુજરાત રાજ્ય બનશે. દરમિયાન આ દૃષ્ટિએ હવે કુલ પાંચ વર્ષ પૈકી અઢી વર્ષ મહિલા પ્રમુખનું શાસન રહેશે.
મુંબઇમાંથી ગુજરાતીઓનો સફાયો કરવો છે 05/12/2014 10:07 am Mukesh Patel મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેની હારના આઘાતમાંથી બહાર નહીં આવી શકેલા કોંગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણેએ ફરી એકવાર ગુજરાતી સમુદાય વિરુદ્ધ ઝેર ઓક્યું છે, તેણે ગત સપ્તાહે એક વિવાદિત નિવેદન આપતાં જણાવ્યું કે, તેઓ મુંબઈમાંથી ગુજરાતીઓનો સફાયો કરવા ઇચ્છે છે.
કાળાં નાણાંની માહિતીની આપ-લે માટે જી-૨૦ દેશો સંમત 05/12/2014 10:09 am Vikram Nayak બ્રિસબેનઃ ભા૨ત માટે અત્યંત લાભકારક ઘટનાક્રમમાં રવિવારે અત્રે જી-૨૦ શિખર બેઠકમાં જી-૨૦ દેશો વચ્ચે કર સંબંધિત માહિતીની આપ-લે અને પારદર્શિતાની જરૂરતને સમર્થન સાંપડયું હતું. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળું નાણું નાથવા માટે માહિતીની ઓટોમેટિક આપ-લે અંગેના નવા વૈશ્વિક ધોરણોનું સમર્થન કર્યું હતું. આ માટે ૨૦૧૭ સુધીમાં જરૂરી વ્યવસ્થાતંત્ર ઊભું કરવા જી-૨૦ના નેતાઓ વચનબદ્ધ થયા હતા.
ફિલ્મી વિલનોની આચાર-સંહિતા! 06/12/2014 6:26 am Sandip Bhavsar સાત સમંદર દૂર અમારી હિન્દી ફિલમોની ડીવીડીઓ ઘરે બેસીને વારંવાર જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ‘ટોરેન્ટ’ ઉપર મફતમાં જેટલી ફિલ્મો મળે ઈ હંધીય ડાઉનલોડ કરીને જોયા કરતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
યુગાન્ડામાં કચ્છી સાથે રૂ. ૨૩ કરોડની ઠગાઇ? 05/12/2014 10:09 am Mukesh Patel કમ્પાલાઃ મૂળ કેરાના અને બે પેઢીથી પ્રથમ કેન્યા અને અત્યારે યુગાન્ડામાં બાંધકામ, રોકાણ તેમ જ પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી ઉદ્યોગપતિ, દાતા ગોપાલભાઇ ધનજી રાબડિયાની યુગાન્ડાસ્થિત કંપની ક્રાઉન કન્વેટર્સ લિમિટેડ અને કેગો ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ સાથે બેંક ઓફ બરોડાની કમ્પાલા શાખાએ લોન કેસમાં રૂ. ૨૩ કરોડની છેતરપિંડી કર્યાના સમાચારો સ્થાનિક ‘ડેઈલી મોનિટર’ અને ભૂજથી પ્રકાશિત ‘કચ્છમિત્ર’ અખબારમાં પ્રકાશિત થતાં સંબંધિત વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.
ભાજપ કોંગ્રેસ સિવાય કોઇનો પણ ટેકો લેવા તૈયારઃ 05/12/2014 10:11 am Mukesh Patel મહારાષ્ટ્રમાં વિશ્વાસ મત જીતવા ભાજપ કોંગ્રેસ સિવાયના ગમે તે પક્ષનો ટેકો મેળવવા તૈયાર છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારને સમર્થન આપવા અંગે દ્વિધા અનુભવી રહેલી શિવસેનાએ સોમવારે વિધાનસભામાં વિપક્ષના નેતાપદ માટે દાવો કર્યો છે. શિવસેના ધારાસભ્યદળના નેતા એકનાથ શિંદેએ વિપક્ષના નેતાનું પદ માગતી એક ચિઠ્ઠી વિધાનસભા સચિવને લખી છે.
જોક્સ 06/12/2014 6:27 am Sandip Bhavsar ઇરાક ટુરિઝમની જાહેરખબર જોઇ કે નહિ? ''જહાં કદમ કદમ પર મૌત ઘૂમતી હૈ આપ કી ફિરાક મેં... જિગર મેં અગર હૈ દમ,તો કુછ દિન ગુજારીએ ઇરાક મેં!''