દિલીપ કુમારની તબિયત નાદુરસ્તઃ 08/12/2014 8:05 am Viren Vyas પીઢ અભિનેતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે ગત સપ્તાહે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે કફ અને શરદીથી પીડાતા દિલીપ કુમારને ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિબાયોટિક આપવામાં આવી રહી છે. જોકે હવે તેમની તબિયત સારી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હાર્ટએટેક આવ્યા બાદ ૯૧ વર્ષીય અભિનય સમ્રાટને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારે અનેક ક્લાસિક ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. તેમણે છ દાયકા લાંબી કારકિર્દીમાં ૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
અંધશ્રદ્ધા દુર કરવા પ્રધાને સ્મશાનમાં ભોજન કરી રાત વિતાવી! 08/12/2014 8:15 am Viren Vyas બેલગાવીઃ કર્ણાટકના લોકોમાંથી ભૂત-પ્રેત વગેરેની અંધશ્રદ્ધા દૂર કરવા ત્યાંના એક્સાઈઝ વિભાગના પ્રધાન સુરેશ જર્કીહોલીએ અનેક લોકો સાથે આખી રાત સ્મશાનમાં વીતાવી હતી. તેમણે વૈકુંઠ ધામમાં બાબાસાહેબ આંબેડકરને તેમની નિર્વાણ તિથિએ શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી.
અની હત્યાકેસઃ શ્રીયેન દેવાણી આરોપમુક્ત 09/12/2014 7:50 am Achyut Sanghavi graphics2કેપટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હનીમૂન હત્યાકેસના મુખ્ય આરોપી અને બ્રિસ્ટલ નજીકના વેસ્ટબરી-ઓન-ટ્રીમના ૩૪ વર્ષીય બ્રિટિશ મિલિયોનેર પતિ શ્રીયેન દેવાણી સામે પૂરતાં પુરાવા ન હોવાનું જણાવી કેપટાઉન કોર્ટે તેની વિરુદ્ધનો કેસ ફગાવી દીધો છે. આશરે અઢી કલાકના ચુકાદામાં જજ જેનેટ ટ્રાવર્સોએ કહ્યું હતું કે નવેમ્બર ૨૦૧૦માં હત્યા પછીના ચાર વર્ષમાં પણ પ્રોસિક્યુશન સજા કરી શકાય તેવો જડબેસલાક કેસ ઉભો કરી શક્યો નથી. મુખ્ય સાક્ષીઓના નિવેદનો વિરોધાભાસથી ભરપૂર હતાં.
ક્રિકેટનું નવું કોકટેલ! 08/12/2014 8:33 am Nilesh Parmar ઇંગ્લાંડમાં બેઠાં બેઠાં ઓસ્ટ્રેલિયામાં રમતી ઇન્ડિયન ટીમની ખબરું રાખતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ક્રિકેટ કરતાં ક્રિકેટના પોલિટિક્સમાં વધારે ‘રમત’ ભાળતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
Jaya, Sasikala pay Rs 2 mn fine for closure of tax cases 08/12/2014 9:16 am Arvind Rajput All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) chief and former Tamil Nadu chief minister J Jayalalithaa and her aide Sasikala have paid nearly Rs 20 million as compounding fee to the income tax department to ensure closure of four cases filed against them 18 years ago for not filing returns