સ્નેહભર્યા સ્પર્શે બાળકને નવજીવન આપ્યું 17/03/2015 2:23 pm Kamal Rao સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના દેહાંત બાદ તેમનામાં પ્રાણ પૂરી મોતના મુખમાંથી પાછા લાવ્યા હતા તે વાતથી આપણે સૌ વાકેફ છીએ. આવો જ ચમત્કાર આજના આધુનિક યુગમાં થયો છે. જી હા, અોસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં રહેતા કેટ અને ડેવિડ અોગ નામના યુગલે ૨૦૧૦માં અધુરા માસે જન્મેલા તેમના નવજાત દિકરાના આયુષ્ય માટે જ્યારે ડોક્ટરોએ આશા છોડી દઇ હાથ ઉંચા કરી દીધા હતા ત્યારે તેને છાતી સરસો ચાંપીને નવજીવન આપ્યું હતું. જેમી નામનો એ દિકરો આજે પાંચ વર્ષનો અને તંદુરસ્ત છે.
રોધરહામમાં હવે બાળલગ્નનું કૌભાંડ 17/03/2015 2:48 pm Kamal Rao રોમા જીપ્સીઅો પોતાની બાળ લગ્નની પ્રણાલિકાને માટે જાણીતા છે. હવે રોમા જીપ્સીઅોના તરૂણ વયના કિશોર કિશોરીઅોના લગ્નો માટે રોધરહામ કુખ્યાત બન્યું છે. આ એજ રોધરહામ છે જ્યાં ૧૪૦૦ કિશોરીઅોને હવસખોરોએ નિશાન બનાવી હતી અને સરકારે આ માટે તપાસ પંચ નિમ્યું છે
• ત્રાસવાદ, ડ્રગ્સની હેરફેરની શંકાએ નાના બાળકોની તપાસ 23/03/2015 8:06 am Achyut Sanghavi પોલીસ દ્વારા ગત પાંચ વર્ષમાં ત્રાસવાદ, ડ્રગ્સની હેરફેર અને અપેક્ષિત હિંસાની શંકા પરથી પાંચ વર્ષથી નીચેના ૨૮૮ બાળકોની તપાસ કરવામાં આવી હતી.આના પરિણામે જનતા અને પોલીસ વચ્ચે તંગદિલી પણ સર્જાઈ હતી. જોકે, પોલીસનું કહેવું છે કે મોટા ભાગના કિસ્સામાં પુખ્ત લોકો દ્વારા ડ્રગ્સ, શસ્ત્રો અને ચોરાયેલાં માલસામાનને છુપાવવા બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણોસર બાળકોની તલાશી લેવાય છે.
ખીસકોલીની કરામત 17/03/2015 2:49 pm Kamal Rao ગ્લોસ્ટરશાયરના પુલ કેઇન્સ શહેરના DPE અોટોપાર્ટ્સ ગેરેજમાં ૪૦ માઇલથી વધુ ઝડપે દોડી શકતી ન હોવાની ફરિયાદ સાથે હોન્ડા સિવીક કારને લાવવામાં આવી હતી. ગેરેજના માલીક ડેવિડ ઇવાન્સ અને અન્ય મિકેનીકોએ ઘણાં પ્રયત્ન કર્યા હતા અને બધા ટેસ્ટ પછી પણ કારણ મળતું ન હતું.
સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પાણીની પારાયણ શરૂ 23/03/2015 8:16 am Vikram Nayak રાજકોટઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે જ આકરી ગરમીની શરૂઆત થઈ છે. આ સ્થિતિમાં સોરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. ટેન્કરો દ્વારા પાણી પુરવઠો ઉપલ્બધ કરાવવામાં આવે છે.