Advanced search


The other day I watched as Malala Yousafzai received her Nobel Peace Prize, she was awarded for fighting her corner on a very important issue, equality of education. The premise that everyone should be given an equal start in life, the same opportunities to get ahead. Malala nearly died to uphold her views. She was shot for attending school, almost paying the ultimate price for a basic human right.

વિદ્યાર્થીઓની વ્હારે અમેરિકાવાસી NRI

કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ કરવા જાય છે તેવા સમાચાર સમય પહેલા અખબારો-ટીવી મીડિયામાં પ્રસિદ્ધ થયા હતાં. 

ભારતમાં ‘લવ જેહાદ’નો મામલે ઊભો થયો છે ત્યારે ગોધરામાં હિન્દુ અસ્મિતા હિત રક્ષક સિમિત દ્વારા ગરબામાં મુસલમાન યુવાનોને પ્રવેશ નહી આપવાની અપીલના પગલે ગોધરા સહિત પંચમહાલ જિલ્લાના કેટલાક ગરબા આયોજકો મક્કમ નિર્ણય લીધો છે. 

મોદીના જન્મદિને વડનગરે વિશ્વ વિક્રમ રચ્યો

મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે ૧૭ સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનને જન્મદિનની શુભેચ્છા પાઠવતું વિશ્વનું સહુથી મોટું ગ્રીટીંગ કાર્ડ તેમના મોટાભાઇ સોમાભાઇ મોદીના હસ્તે ખુલ્લું મુકાયું હતું. 

રાજકોટઃ રાજકોટમાં અર્વાચીન રાસ-ગરબાના લગભગ વીસ જેટલા નાના મોટા આયોજન થયા છે. એક તરફ રાજકોટમાં મુંબઈ અને વડોદરા સહિતના શહેરોમાંથી કલાકારો આવવાના છે તો બીજીતરફ રાજકોટના જ વીસ જેટલાં કલાકારો ગરબાને ગૂંજતા કરવા વિદેશમાં પહોંચી રહ્યા છે.

રાજકોટઃ વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલપદે નિમણૂક થતાં ખાલી પડેલી ૬૯-રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા માટે ૧૫ ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ દ્વારા પક્ષના મહામંત્રી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન વિજય રૂપાણીની પસંદગી થઇ છે. તેઓ ૨૫ સપ્ટેમ્બરે ફોર્મ ભરશે. જોકે, અહીં કડવા પાટીદારોએ રૂપાણીનો વિરોધ કર્યો છે.

કચ્છમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન બે મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે તેના સાક્ષી બનવાની તક મળી. એક તો દર વર્ષનો રણોત્સવ છે. પ્રથમ વાર જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે ભૂજના સર્કીટ હાઉસ ‘ઉમેદ ભુવન’માં, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની અંગત વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કચ્છમાં પ્રવાસનની ભારોભાર ક્ષમતા છે અને તેવું આકર્ષણ ઊભું થાય તે માટે તમામ પ્રયત્નો કરવાની મારી ઇચ્છા છે.

લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં સોમનાથના યુવાન ભાવેશ મક્કા ગત સપ્તાહે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને રૂ. ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ થયા છે. વેરાવળની નાયબ કલેકટર કચેરીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ભાલકા વિસ્તારમાં રહેતા ભાવેશ મક્કાએ કેબીસીમાં પહોંચવા સોમનાથની માનતા માની નોલેજ મેળવવા માટે અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. 

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર નારી કથા

મહેસાણાઃ જિલ્લાના ખેરાળુ ખાતે કોલેજ સંકુલમાં ૯થી ૧૧ ડિસેમ્બર ડો. ટીના દોશી દ્વારા નારી કથા યોજાઇ હતી. નારીકથાનો પ્રારંભ કરાવતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘સમાજમાં આ પ્રકારના લોકજાગૃતિ આધારિત વિષયોની તાતી જરૂરત છે. સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓ અંગે લોકજાગૃતિ આણવા વિવિધ પ્રયાયો થાય છે, જેમાં ૧૦ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં વૃક્ષકથાની શરૂઆત થઈ હતી. આજે નારીકથા થકી નારીનું સન્માન ગૌરવ જાળવવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે.’