Advanced search


graphics1

graphics1

graphics1

સ્કોટલેન્ડમાં થયેલા જનમત સંગ્રહમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. બહુમતી સ્કોટિશ પ્રજાએ બ્રિટન સાથે જોડાયેલા રહેવાની ઇચ્છા દર્શાવતા કિંગ્ડમ હવે યુનાઇટેડ જ રહેશે તે જાણીને નામદાર મહારાણી સાહેબાના હૈયે ટાઢક થઇ હશે. વડા પ્રધાન ડેવિડ કેમરન પણ હવે છાતી ફુલાવીને ગર્વભેર ફરી રહ્યા છે. તેમનું માનવું છે કે હવે ૨૫ વર્ષ સુધી તો અલગ સ્કોટલેન્ડની માગણી થાય તેવું લાગતું નથી. 

મહેસાણાઃ શહેરમાં રહેતા ૭૭ વર્ષીય પિતાને ઢળતી ઉંમરે તેમના મોટા દીકરાએ પોતાની સાળી સાથે પરણાવીને સમાજમાં નવો ચીલો પાડ્યો છે. આ લગ્ન બાદ પિતા-પુત્રના સંબંધો બદલાયા છે, અને હવે તેઓ સાઢુ પણ બન્યા છે. બંને પરિવાર આ લગ્નથી ખુશ છે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ભારતપ્રવાસ દરમિયાન ભરપૂર આગતાસ્વાગતા થઇ. તેમને ઉષ્માપૂર્ણ આવકાર આપીને ભારતે તો તેની પરંપરા નિભાવી, પરંતુ ચીન તેની ‘પરંપરા’ ન નિભાવે તો સારું. ‘હિન્દી-ચીની ભાઇ-ભાઇ’ના નારા ફરી ગાજી રહ્યા છે ત્યારે પણ ચીનના ઇરાદા વિશે શંકા થવાનું કારણ છે તેની નીતિ. તેણે હંમેશા મુખ મેં રામ, બગલ મેં છુરી જેવી નીતિ અપનાવી છે. 

‘લગાન’ અને ‘ધ ગુડ રોડ’ પછી કચ્છમાં ફિલ્માંકન થયેલી ત્રીજી ફિલ્મ ‘જલ’ને પણ ઓસ્કર એવોર્ડમાં નોમિનેશન મળે તેવી શક્યતા છે. પ્રથમ બંને ફિલ્મ ભારત વતીથી ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. જ્યારે ‘જલ’ને બેસ્ટ પિક્ચરની ઓપન કેટેગરીમાં અંતિમ ૧૦૦ ફિલ્મની યાદીમાં સ્થાન મળ્યું છે. ફિલ્મ કચ્છની જળસમસ્યા આધારિત છે. આ ફિલ્મ માટે સોનુ નિગમ અને બિક્રમ ઘોષના સંગીત કમ્પોઝીશનને પણ બેસ્ટ ઓરિજિનલ સ્કોરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હોવાથી કચ્છની પૃષ્ઠભૂમિવાળી આ ફિલ્મ માટે ઓસ્કર જીતવાની બેવડી તક છે. ફિલ્મના દિગ્દર્શક ગિરીશ મલિકે જણાવ્યું હતું કે, ભારત દ્વારા સત્તાવાર રીતે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની કક્ષામાં લાયર્સ ડાઇસ ફિલ્મ મોકલાઇ છે જ્યારે ‘જલ’ને અલગ જ રીતે અંતિમ ૧૦૦માં સમાવાઇ છે.

‘ધરતી પરના સ્વર્ગ’માં જળપ્રલય

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ ૨૫૦થી વધુ માનવજિંદગી ભરખી ગયો છે. તો બીજી તરફ ભયજનક સપાટીથી ઉપર વહેતી નદીઓના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાઈને પાકિસ્તાનમાં વહી ગયાં હોવાની ભીતિ સેવાઈ રહી છે. 

સોલિહલઃ બર્મિંગહામ નજીક સોલિહલ કાઉન્સિલના ગામમાં મુસ્લિમો માટે બ્રિટનનું સૌથી મોટું કબ્રસ્તાન બનાવવાની વિવાદી યોજના સામે ભારે રોષ ફેલાયો છે. ગ્રીનબેલ્ટ જમીન પર મુસ્લિમ કબ્રસ્તાનના બાંધકામની આ યોજનાની તરફેણમાં સોલિહલ કાઉન્સિલને ૧૮૦ રજૂઆતો મળી છે. જોકે, પાસેના ગામના રહેવાસીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો છે. ૬૧૩ લોકોના ગામમાંથી ૧૬૦ વિરોધી રજૂઆત મળી છે.

પ્રિતી પટેલને પક્ષાંતરની ઓફર?

લંડનઃ પક્ષાન્તર કરીને Ukip (યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી)માં જોડાવા સંપર્ક કરાયો હોવા વિશે ઉત્તર આપવા કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ અને ટ્રેઝરીના જુનિયર મિનિસ્ટર પ્રીતિ પટેલે ઈનકાર કર્યો છે. ટોરી સાંસદ પટેલના પિતા Ukipના ઉમેદવાર હતા.