Advanced search


બે બ્રિટિશ માનવ અધિકાર અભ્યાસીની કતારમાં ધરપકડ

લંડનઃ બે બ્રિટિશ માનવ અધિકાર અભ્યાસીઓ કૃષ્ણ ઉપાધ્યાય અને ફોટોગ્રાફર ઘિમિરે ગુંડેવ કતારમાં ૩૧ ઓગસ્ટ રવિવારથી લાપતા થયા છે. આ અંગે કતાર સત્તાવાળાએ જણાવ્યું છે કે કાયદાના ભંગ બદલ આ બ્રિટિશરોની ધરપકડ થઈ છે અને તેમની પૂછપરછ ચાલે છે. 

graphics1

graphics1

graphics1

લંડનઃ બ્રિટનમાં આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં નાઈજેલ ફરાજના નેતૃત્વ હેઠળની યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) દ્વારા લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીને વધુ નુકસાન થશે તેમ બ્રિટીશ ઈલેક્શન સ્ટડી નામના નવા અભ્યાસના તારણો જણાવે છે.

આ સાથે તેના સાથીદારો મેથ્યુ ફ્રાન્કોઈસને ૧૦ વર્ષ, આફતાબ બશારતને ૮ વર્ષ અને રામુનાસ વેન્કુસને ૫ વર્ષની સજા કરાઈ હતી. અંધાપાની હાલતમાં પણ રિઝવાન અરશાદે અગાઉ ૨૦૧૨માં અને ગયા વર્ષે આશરે £૩૦૦,૦૦૦થી વધુ કિંમતના હેરોઈન અને કોકેઈનના વિતરણનું કાવતરું રચ્યું હતું. ૨૦૧૨માં પકડાયા પછી તેને જામીન મળ્યા હતા, પરંતુ તેણે કામગીરી ચાલુ રાખી હતી. બ્રેડફર્ડ અને હડર્સફિલ્ડ વિસ્તારોમાં ઢગલાબંધ ડ્રગ્સ ઠાલવવાના કાવતરામાં માસ્ટરમાઈન્ડ અંધ ડ્રગ્સ ડીલર રિઝવાન અરશાદને બ્રેડફર્ડ ક્રાઉન કોર્ટે ૨૧ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા પ્રતિષ્ઠિત 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ' એનાયત થયા

લંડનઃ વિખ્યાત સમાચાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમજ 'એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ' (ABPL) દ્વારા શાનદાર અને પ્રતિષ્ઠીત ૧૪મો 'એશિયન એચીવર્સ એવોર્ડ્ઝ સમારોહ તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૪ શુક્રવારના રોજ લંડનની શાનદાર ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ફોરેન અને કોમનવેલ્થ અફેર્સ સ્ટેટ મિનિસ્ટર અને એમપી શ્રી ફીલીપ હેમન્ડ પધાર્યા હતા.

રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરના ભવ્ય કોન્ફરન્સ સેન્ટરમાં ૨૦ હજાર મહેમાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. તેમને ઉદ્બોધન કરશે. આયોજકોના નિમંત્રણને માન આપીને હું પણ આ પ્રસંગે હાજરી આપવાનો છું ત્યારે આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ મારા અંતરના ભાવો રજૂ કરતાં હું મારી જાતને રોકી શકતો નથી.

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબમાં વિધવા સશક્તિકરણ પ્રોજેક્ટ

લંડનઃ વિશ્વની વિધવાઓ અને તેમના સંતાનોના કલ્યાણ માટે કાર્યરત યુએન માન્ય વૈશ્વિક બીનસરકારી સંસ્થા ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબ સરકાર સાથે મળીને રાજ્યની ૫,૦૦૦ વિધવાઓનાં સશક્તિકરણ માટે અનોખા પ્રોજેક્ટનો આરંભ કરાયો છે. 

લંડન,કેપ ટાઉનઃ  અની દેવાણી હનીમૂન મર્ડર ટ્રાયલ માટે કેપટાઉન સજ્જ થઈ રહ્યું છે. ૨૮ વર્ષીય નવોઢા પત્ની અનીની હત્યાના કાવતરાના આરોપી શ્રીયેન દેવાણી સામે છઠ્ઠી ઓક્ટોબરે ટ્રાયલ ચલાવવા નિર્ણય લેવાયો છે.

વર્ષ ૨૦૦૨માં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યાના કેસમાં ટેકનોલોજીના કારણે જવલ્લે જ આવે તેવી મુશ્કેલી ઊભી થઇ છે. આ કેસના ફરિયાદી ઇમરાન દાઉદે એપ્રિલ, ૨૦૧૦માં ઇંગ્લેન્ડના યોર્કશાયરથી સ્કાઇપે દ્વારા વીડિયો કોન્ફરન્સ (વીસી)થી જુબાની આપી હતી. 

રાજ્યભરમાં ભારે વરસાદઃ વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ

અમદાવાદઃ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં હોય છે,પરંતુ ગયા વર્ષની જેમ આ વખતે પાછોતરા વરસાદે છેલ્લા પખવાડિયામાં ખેડૂતોની ચિંતા દૂર કરી છે અને ગુજરાતભરમાં વરસાદી મહાલો સર્જાયો છે.