અંદામાનમાં સમુદ્વ મંથનઃ કુદરતી ગેસના ભંડાર મળ્યા 09/06/2026 9:05 am Nilesh Parmar પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ એક્સપ્લોરેશન કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડને અંદામાનના દરિયામાં ઊંડા પાણીમાંથી કુદરતી ગેસના ભંડાર મળ્યા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પર ઓઈલ ઈન્ડિયાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ શોધથી ભારતના મહત્ત્વાકાંક્ષી ડીપ-વોટર એક્સપ્લોરેશન અભિયાનને નવી દિશા મળી છે.
યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ 10/06/2026 7:04 am Achyut Sanghavi શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો લોકોને ઓનલાઈન લિન્ક મારફત દાન આપી શ્વાનનો જીવ બચાવવા અપીલ કરે છે અને દાનનો ધોધ વહેવા લાગે છે.
મમતા દિલ્હીમાં અને કોલકાતામાં ‘ખેલા’: ટીએમસીના 20 સાંસદોનું NDAને સમર્થન 10/06/2026 7:02 am Badal Lakhlani પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મળેલી સજ્જડ હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના મૂળિયાં હચમચી ગયા છે. પક્ષના સુપ્રીમો મમતા બેનરજી 58 ધારાસભ્યોએ કરેલાં બળવાના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ ટીએમસીના 20 સાંસદોએ વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તિદારના નેતૃત્વમાં વિદ્રોહનું બ્યૂગલ ફૂંક્યું અને એનડીએને સમર્થન આપ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ફરીથી વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના શરણે થવા મમતા બેનરજી સોમવારે દિલ્હી પહોંચ્યાં હતાં, ત્યારે જ ટીએમસીમાં વધુ એક ભંગાણ સર્જાયું છે.ધારાસભ્યો બાદ સાંસદોએ આપેલા આંચકાથી મમતા બેનરજીના રાજકીય અસ્તિત્વ સામે ગંભીર સંકટ ઊભું થયું છે. ગત સપ્તાહે ટીએમસીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર કાકોલી ઘોષ દસ્તીદારે આ ઘટનાક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બંગાળના વિકાસ માટે અમે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખી ગૃહમાં એક અલગ જૂથ તરીકે બેસવાની વ્યવસ્થા માટે રજૂઆત કરી છે.
પાટણમાં રૂ. 398 કરોડનું સાઇબર કૌભાંડઃ 14 આરોપી ઝડપાયા 10/06/2026 6:58 am Badal Lakhlani જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે, જેમાં રૂ. 398 કરોડના ગેરકાયદે નાણાકીય વ્યવહારો ધરાવતું એક આખું સાઇબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું છે. 7 જૂને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ અને અકાઉન્ટ ભાડે આપનારા સહિત 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને 14ની અટકાયત કરાઈ છે.
લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી: વિદેશ ભગાડી જઈ નિકાહ કર્યા 10/06/2026 7:00 am Badal Lakhlani સંજાણના બે મુસ્લિમ યુવાનોએ અલગ-અલગ સમયે મહારાષ્ટ્રના ઘોલવડ અને બોરડીની બે જૈન દીકરીને ફસાવીને લંડન બોલાવી ત્યાં નિકાહ કરી લીધા હોવાની કેફિયત સાથે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી હતી. સમસ્ત હિન્દુ (જૈન) સમાજના નેજા હેઠળ ડીએસપીને સુપરત કરાયેલા આવેદનમાં જણાવ્યું છે કે, ઉંમરગામના સંજાણ અને આજુબાજુના કેટલાક વિધર્મીઓ ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના દહાણુ, ઘોલવડ, ઉંમરગામ, સંજાણ, સરીગામ, વાપી તથા આસપાસના વિસ્તારોની હિન્દુ છોકરીઓને ફ્સાવીને ધર્માંતરણ કરાવે છે.
યોગદિવસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ માણસા ખાતે યોજાશે 10/06/2026 7:00 am Badal Lakhlani રાજ્ય સરકારે આ વખતે 21 જૂનનો આંતરરાષ્ટ્રીય યોગદિવસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વતન માણસા ખાતે યોજાશે. આ સાથે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતની ટર્મ 27 મેએ પૂર્ણ થતાં તેમને રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે મુદત વધારો આપ્યો છે. રાજ્ય સરકારે માણસામાં યોગદિવસનો કાર્યક્રમ યોજવા રૂ. 75 લાખ પણ ફાળવી દીધા છે.
વડાપ્રધાન મોદીના 99 વિદેશ પ્રવાસ અને 19 સંસદ ગૃહને સંબોધન 10/06/2026 5:10 am Nilesh Parmar દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનાર વડાપ્રધાન તરીકેનો વિક્રમ નોંધાવનાર નરેન્દ્ર મોદીના નામે એક બીજો પણ વિક્રમ નોંધાયેલો છે. તેમણે 2014 થી 2026 દરમિયાન વિશ્વના વિવિધ દેશોના 19 સંસદ ગૃહને સંબોધિત કર્યા છે. આ કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલા સૌથી વધુ સંસદ સંબોધન છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ અગાઉના કોઇપણ ભારતીય વડાપ્રધાન કરતાં સૌથી વધુ વિદેશી સાંસદોને સંબોધિત કર્યા છે. ભાજપે આને ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ, રાજદ્વારી પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો પુરાવો ગણાવ્યો હતો.
ડેલ્સી રોડ્રિગ્સ સાથે વડાપ્રધાન મોદીની મંત્રણાઃ અનેક ક્ષેત્રે સહકાર વધારવા પ્રતિબદ્ધ 10/06/2026 7:06 am Badal Lakhlani વેનેઝુએલાના કાર્યકરી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે હાલમાં જ ભારતની મુલાકાત કરી. આ પ્રવાસ દરમિયાન ડેલ્સીએ ગુરુવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી, જેમાં બંને પક્ષે સંબંધો મજબૂત કરવાના મુદ્દે ચર્ચા થઈ. બંને દેશો ઊર્જા, સુરક્ષા, વ્યાપાર અને રોકાણ, ફાર્મા, આરોગ્ય સેવા, પરિવહન અને રિન્યૂએબલ એનર્જી જેવાં ક્ષેત્રોમાં સહકાર વધારવા પ્રતિબદ્ધ છે.
નાસિક TCS કેસમાં નિદા ખાનની કબૂલાતઃ હું જ નમાજની ટ્રેનિંગ આપતી 10/06/2026 7:11 am Badal Lakhlani નાસિકમાં TCS કંપનીની ઓફિસમાં ધર્માતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં પોલીસની ચાર્જશીટમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. મુખ્ય આરોપી નિદા ખાને પીડિતાને પીડિતાને નમાજ પઢતાં શીખવ્યું હોવાનું અને બળજબરીથી ધર્માતરણનું ષડયંત્ર રચ્યું હોવાનું કબૂલ્યું છે.
વિપક્ષી INDIA બ્લોકની બેઠકમાં 5 મુદ્દા પર સહમતી 10/06/2026 7:17 am Badal Lakhlani વિપક્ષોના શંભુમેળા INDIA બ્લોકની સોમવારે દિલ્હીમાં બેઠક યોજાઈ, જેમાં કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ પર કેટલાક આક્ષેપો કરાયા હતા. બેઠકનો હેતુ ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે મહત્ત્વના મુદ્દે ચર્ચાનો હતો. બેઠકમાં ખાસ કરીને 5 મુદ્દા પર સહમતી સધાઈ.