અમેરિકા-ઇરાન શાંતિ કરાર કેટલી હદે સફળ થઇ શક્શે 17/06/2026 6:02 am Vikram Nayak લગભગ ચાર મહિના સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ બાદ આખરે ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ સધાતાં સમગ્ર વિશ્વે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ શાંતિ સમજૂતિ કેટલો લાંબો સમય ટકશે તે અંગે હજુ પણ શંકા અને કુશંકા પ્રવર્તી રહી છે. એક રીતે કહીએ તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલને હાંસિયામાં ધકેલીને આ સમજૂતિનો પ્રયાસ કર્યો છે. જે રીતે ઇઝરાયેલે યુદ્ધવિરામની ઐસી તૈસી કરીને યુદ્ધને આગળ ધપાવ્યું તે જોતાં નેતાન્યાહૂ કેટલી હદે બાંધછોડ કરવા તૈયાર થશે તે પણ એક મોટો સવાલ છે.
રિટાયરમેન્ટ ફંડમાંથી બનાવ્યું સૌથી મોટું ગ્રામફોન મ્યુઝિયમ 13/06/2026 8:54 am Nilesh Parmar કેરળના કોટ્ટયમના પાલામાં રહેતા સની મેથ્યુએ પોતાના રિટાયરમેન્ટ ફંડ, બચત અને પેન્શનના નાણાં લગાવીને દેશનું સૌથી મોટું ખાનગી ગ્રામોફોન અને રેકોર્ડ્સ મ્યુઝિયમ ‘ડિસ્ક્સ એન્ડ મશીન્સ’ તૈયાર કર્યું છે.
ચીનની આ મહિલા છેલ્લા 6 વર્ષથી આંખો બંધ કરી ઊંઘી નથી શકી, સતત વહી રહ્યા છે આંસું! 13/06/2026 8:55 am Nilesh Parmar ચીનની એક મહિલાને સુંદર દેખાવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા ભારે પડી ગઈ છે. વર્ષ 2020માં કરાવેલી ડબલ આઈલીડ સર્જરી વેળા તબીબોએ દાખવેલી ગંભીર બેદરકારીને કારણે તે છેલ્લા છ વર્ષથી આંખો પૂરી રીતે બંધ કરીને ઊંઘી નથી શકતી.
વિખ્યાત ફોટોગ્રાફર માઝ મશરૂનું નિધન 17/06/2026 6:12 am Nilesh Parmar બ્રિટનના ટોચના ભારતવંશી ફોટોગ્રાફર રજનીકાંત કુરજી મશરૂનું ગુરુવાર - 4 જૂનના રોજ 78 વર્ષની વયે નિધન થયું છે. માઝ મશરૂના નામે જાણીતા રજનીકાંત મશરૂ મૂળ યુગાન્ડાના સરોઠી ગામના હતા અને ફોટોગ્રાફર તરીકે આગવી નામના ધરાવતા હતા.