Advanced search


સગરાદા ફૈમીલિયાઃ આતશબાજીથી ઝ

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લિયો ચૌદમાએ સ્પેનની મુલાકાત દરમિયાન ગુરુવારે દુનિયાના સૌથી ઊંચા ચર્ચ સગરાદા ફૈમીલિયાના ચર્ચના મિનારનું ઉદ્ઘાટન કર્યું હતું.

રેલવે ટ્રેકના કિનારે ધમધમતું

થાઇલેન્ડના સમુદ સોંગખામ પ્રાંતમાં આવેલું મે ક્લોન્ગ રેલવે માર્કેટ દુનિયાના સૌથી અનોખા અને રોમાંચક બજારોમાંનું એક છે. આને સ્થાનિક સ્તરે ‘તલાદ રોમ હબ’ નામથી પણ ઓળખવામાં આવે છે. 

lieutenant general dhiraj seth

lieutenant general dhiraj seth

એક સગીરાને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહેલો એક ભારતીય યુવક રંગેહાથ ઝડપાયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયા બાદ આ ગંભીર મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. 

અમદાવાદ જિલ્લામાં દર વર્ષે આશરે 200થી 300 લોકો સ્વેચ્છાએધર્મ પરિવર્તન કરી રહ્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. છેલ્લાં અઢી વર્ષમાં અમદાવાદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી 545 લોકોએ ધર્મ પરિવર્તન કયું છે.

દિવંગત ઘનશ્યામ સ્વામી (સારંગપુરવાળા)ની શ્રદ્ધાંજલિ સભા શનિવારે વડતાલ મંદિરના સભામંડપમાં યોજાઈ હતી. ઘનશ્યામ સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે વિવિધ મંદિરોના 250થી વધુ સંતો, ગુજરાત, મધ્ય પ્રદેશના 27 ઉપરાંત ઉપરાંત ગામોના 1,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત હતા. 

યુકેના વધુ એક એરપોર્ટ દ્વારા ડ્રોપ-ઓફ ફીમાં વધારો કરાતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાજેતરના મહિનાઓમાં યુકેના ઘણા મુખ્ય એરપોર્ટો દ્વારા ડ્રોપ-ઓફ ફીમાં વધારો કરાયા બાદ હવે નોર્વિચ એરપોર્ટે પણ આ જ માર્ગ અપનાવ્યો છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે લેસ્ટરમાં એક વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું છે. પ્લેન ક્રેશના તમામ મૃતકોની સ્મૃતિમાં 13 જૂનના રોજ મેલ્ટન રોડ પર આવેલા શ્રી હનુમાન મંદિરમાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 રસ્તાઓને ફોરલેન બનાવવા રૂ. 629 કરોડની ફાળવણી કરી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોને રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી નેમ સાથે 6 માર્ગોને ફોરલેન કરવા નાણાં ફાળવાયાં છે. તેમાં મુન્દ્રા-લુણી-વડાલા રોડના 4.1 કિ.મી., દેશલપર સિરાચા રોડ 5.1 કિ.મી., મુન્દ્રા-ઝરપરા-કાંડગરા-ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નવી નાલ ગામના બાયપાસ રોડના 3.3 કિ.મી, મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી.. અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડના 20 કિ.મી.નો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશની જેલમાં સજા પૂરી થઈ ગઈ હોવા છતાં 152 વિદેશી કેદીમાંથી આશરે 148 ભારતીય કેદીઓ હજુ પણ સળિયા પાછળ બંધ છે. એક રિપોર્ટ અનુસાર ઓળખની ચકાસણી અને વહીવટી વિલંબના કારણે તેઓ પોતાના વતન પરત ફરી શકતા નથી. અધિકારીઓએ સોમવારે કહ્યું કે, ઘણા ભારતીયો વર્ષો પહેલાં પોતાની સજા પૂરી કરી ચૂક્યા છે. જેમની ગેરકાયદે રીતે સરહદ પાર કરવા સહિતના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.