લેસ્ટરની હરીન્દર કૌર પર મેજર સિંઘની હત્યાનો આરોપ 09/06/2026 10:36 am Arnold Christie લેસ્ટરમાં વાનમાંથી મૃતદેહ મળવાના કેસમાં હૌન્સલો સ્થિત 39 વર્ષીય હરીન્દર કૌર પર 36 વર્ષીય મેજર સિંઘની હત્યાનો આરોપ મૂકાયો છે. હરીન્દરને 2 જૂનના રોજ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાઇ હતી.
સાઉથ કેન્સિંગ્ટનમાં વિશાળકાય ભારતીય કઠપૂતળીઓની પરેડ યોજાશે 09/06/2026 10:44 am Arnold Christie પશ્ચિમ લંડનમાં દક્ષિણ એશિયાની કલા, સંગીત અને હસ્તકલાની પરંપરાઓની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઊંચી કઠપૂતળીઓ, નગારાના નાદ અને ગતિશીલ શિલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે.
નજીવી બાબતમાં પત્નીનું ગળુ દબાવનાર લેસ્ટરના હરજાપને 16 મહિનાની કેદ 09/06/2026 10:39 am Arnold Christie લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં નજીવી બાબતે પત્નીએ ઠપકો આપતાં ગળુ દબાવી દેનાર હરજાપ સિંહને અદાલતે 16 મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે.
ઝિમ્બાબ્વેમાં પ્રમુખપદની મુદત 2030 સુધી લંબાવવા તૈયારી 10/06/2026 7:07 am Achyut Sanghavi ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય પ્રેસિડેન્ટ એમનાન્ગાગ્વા રાષ્ટ્રના વડા તરીકે બે મુદત સેવા આપ્યા પછી 2028માં પદત્યાગ કરશે, પરંતુ તેમના સમર્થકો પ્રમુખપદનીની મુદત પાંચના બદલે સાત વર્ષની કરવા બંધારણમાં સુધારાની તરફેણ કરી રહ્યા છે. પ્રમુખની ચૂંટણી લોકપ્રિય મતદાનના બદલે પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવે તેવી માગણી પણ તેઓ કરી રહ્યા છે.
યુએસની 775માંથી 455 યુનિકોર્ન કંપનીના સ્થાપક ઇમિગ્રન્ટ્સ 10/06/2026 5:35 am Nilesh Parmar અમેરિકામાં કાર્યરત અને એક બિલિયન ડોલર્સથી વધારે મૂલ્ય ધરાવતી કુલ 775 યુનિકોર્ન કંપનીમાંથી 455ના એટલે કે 59 ટકાના સ્થાપકો ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે. તેમાં પણ સૌથી વધુ 99 યુનિકોર્ન કંપનીઓ સ્થાપનાર જૂથ તરીકે ભારતીય ઇમિગ્રન્ટ્સ આ યાદીમાં ટોચ પર છે. 20 બિલિયન ડોલર્સનું વેલ્યુએશન ધરાવતી પરપ્લેક્સ એઆઇ જે યુએસમાં બારમા સ્થાને છે તેના સહસ્થાપક ભારતીય મૂળના અરવિંદ શ્રીનિવાસ છે.
ટોરન્ટો ફેસ્ટિવલના વીડિયોએ ઈમિગ્રેશન વિવાદનો પલિતો ચાંપ્યો 10/06/2026 5:38 am Nilesh Parmar ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં ટ્રેડિશનલ સંગીતની ધમાલ, ફૂડ સ્ટોલ અને જાહેર સ્થળે નૃત્ય જોવા મળે છે. જોકે એક વિવાદાસ્પદ પોસ્ટ દ્વારા આ કાર્યક્રમને ઈમિગ્રેશન અને કેનેડામાં વસતી વિષયક પરિવર્તન વિશે ચિંતા સાથે સાંકળવામાં આવતા સાંસ્કૃતિક મેળાવડો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
મોદી મારા સારા મિત્ર, ભારત સાથે અફલાતૂન ટ્રેડ ડીલ થવાની છેઃ ટ્રમ્પ 10/06/2026 5:45 am Nilesh Parmar પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા મિત્ર’ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે મને તમારા વડાપ્રધાન ખૂબ જ ગમે છે. હું તેમને પસંદ કરું છું. હાલમાં બંને દેશ વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતે દાયકાઓથી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો હતો.