ટ્રમ્પના એઆઇ સલાહકાર શ્રીરામ કૃષ્ણન પદ છોડશે 10/06/2026 5:42 am Nilesh Parmar વ્હાઈટ હાઉસના એઆઈ પોલિસી એડવાઇઝર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ભારતવંશી શ્રીરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે.
આપણા અતિથિઃ જીજ્ઞાબહેન દવે 10/06/2026 8:06 am Vikram Nayak ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા યોગાંજલિ કેળવણી મંડળના ડિરેક્ટર જીજ્ઞાબહેન દવે આગામી દિવસોમાં 10 દિવસની લંડન મુલાકાતે આવી રહ્યા છે.
અબુ ધાબીના બીએપીએસ મંદિરને પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’ સન્માન 10/06/2026 5:25 am Nilesh Parmar બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીને ત્રીજી ‘ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ’ (IDCT 2026)માં પ્રતિષ્ઠિત ‘ટોલરન્સ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે, જેમનું કાર્ય વૈશ્વિક સહિષ્ણુતા, પારસ્પરિક આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. આ પસંદગી પરિષદની સાયન્ટિફિક કમિટી દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય અસર અને યોગદાનના આધારે કરવામાં આવે છે.
ગ્રીન કાર્ડ દ્વારા કાયમી વસવાટનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ 08/06/2026 12:36 pm Nilesh Parmar અમેરિકન વિદેશ પ્રધાન માર્ક રૂબિયોએ તાજેતરમાં ભારતપ્રવાસ વેળા ખાતરી આપી હતી કે ફક્ત ભારતીયોને જ ટાર્ગેટ બનાવી વિઝામાં ફેરફાર નહીં કરાય, પણ તેમની જ રિપબ્લિકન પાર્ટીના સાંસદે આ ખાતરીથી વિપરિત ભારતીયોને જનોઈવઢ ઘા કરતો પ્રસ્તાવ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યો છે. તેમાં ગ્રીન કાર્ડ રુટ થકી કાયમી વસવાટનો માર્ગ બંધ કરવો, એચ-1બી વિઝાની સમયમર્યાદા છ વર્ષથી ઘટાડી બે વર્ષ કરવી અને વિદેશી વિદ્યાર્થીઓને જોબ કરવા માટે અપાતી છૂટને બંધ કરવાનો સમાવેશ થાય છે. આ બિલની સૌથી વધુ અસર ભારતીયો પર પડવાની છે.
ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા 10/06/2026 5:41 am Nilesh Parmar પિઝા ડિલિવરી કરવા ગયેલા હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ કુંચાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. હૈદરાબાદ નજીકના ગુંડલાપોચમપલ્લીમાં રહેતા પીડિત પરિવારે કહ્યું કે આ ઘટના 5 જૂને ફિલાડેલ્ફિયામાં ઘટી હતી.
SGVPના વડા પ.પૂ. માધવપ્રિયદાસજીનું યુકે વિચરણ 10/06/2026 5:28 am Nilesh Parmar અમદાવાદના છારોડી સ્થિત વિખ્યાત શિક્ષણ સંસ્થાન SGVP ના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ યુકેમાં વિચરણ કરી રહ્યા છે. સોમવાર - 8 જૂનના રોજ તેમણે લંડનના હેરોમાં રહેતા દીપક મફતભાઈ પટેલના ઘરે પધરામણી કરી હતી.
સરદાર પટેલની પ્રતિમાને સંતગણની પુષ્પાંજલિ 10/06/2026 5:26 am Nilesh Parmar શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રામ્ય વિસ્તાર મોખાસણ ખાતે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સંતવૃંદ દ્વારા સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
‘સાહિત્ય ઉતાવળથી નહીં સંગતથી ખુલતું હોય છે’ 09/06/2026 7:04 am Nilesh Parmar માનવજીવનમાં કેટલીક એવી બાબતો હોય છે જે સમય, ધીરજ અને સહિયારા અનુભવથી ધીમે ધીમે ખીલે છે. સાહિત્ય પણ એવી જ એક અણમોલ સંપત્તિ છે. તેને માત્ર વાંચી લેવાથી કે સાંભળી લેવાથી સંપૂર્ણપણે સમજી શકાતું નથી. શબ્દોની પાછળ રહેલા ભાવ, અનુભવોની પાછળ રહેલી પીડા અને કલ્પનાની પાછળ રહેલું જીવન ધીમે ધીમે ખુલતું જાય છે. કદાચ એટલે જ મને વારંવાર લાગે છે, કે સાહિત્યનો સાચો આસ્વાદ ત્યારે મળે છે જ્યારે તે સહહૃદય લોકોની સંગતમાં, સંવાદોમાં અને અનુભવોની આપ-લે વચ્ચે જીવંત બને છે. તેથી કહી શકાય કે ‘સાહિત્ય ઉતાવળથી નહીં, સંગતથી ખુલતું હોય છે’.