શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ 10/06/2026 5:19 am Nilesh Parmar સાઉથ લંડન, બાલમ હાઇ રોડ પર આવેલ શ્રી શ્યામા આશ્રમ, રાધાકૃષ્ણ મંદિરમાં બિરાજમાન શ્રીનાથજી હવેલીમાં ગયા શનિવારે મનોહારી આંબા ઉત્સવ યોજાયો હતો જેમાં મનોરથી વૈષ્ણવોએ ઠાકોરજી સમક્ષ કેરીઓનો ભોગ ધરાવ્યો હતો.
અમદાવાદમાં સૌપ્રથમ વખત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપઃ ભારત ટોપ પર 10/06/2026 6:20 am Badal Lakhlani ગુજરાતમાં અમદાવાદના આંગણે 5 જૂનથી વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ કહ્યું કે, આજથી વિશ્વની સ્પોર્ટ્સ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો છે. ભારતે આ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી 102 ગોલ્ડ મેડલ સહિત કુલ 114 મેડલ મેળવ્યાં છે. ભારતે 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યાં હતાં. 79 દેશોના 522 ખેલાડીઓએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો હતો.
ચાલુક્ય સ્થાપત્ય કલાના અદભૂત સર્જન: કુંભારીયાજી તીર્થના પાંચ દેરાસરો 10/06/2026 6:22 am Vikram Nayak ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી યાત્રાધામથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ જૈન તીર્થ કુંભારીયાજી.
માત્ર પાંચ પ્રોડક્ટથી વેકેશન ગ્લો મેળવો 08/06/2026 8:14 am Nilesh Parmar જો તમે વેકેશનનું આયોજન કરી રહ્યા છો અને સ્કિનમાં નેચરલ ગ્લો ઇચ્છો છો, તો હવે તેના માટે નવી સ્કિનકેર હેક્સ સામે આવી છે. સિંગર વિક્ટોરિયા મોનેટ, મેકઅપ આર્ટિસ્ટ સર જોન અને પૂર્વ મિસ વર્લ્ડ લિસા હન્ના જેવા નિષ્ણાતોએ કહ્યું કે આખા શરીરને ચમકાવવાની જરૂર નથી. તેમના મતે, હવે ધ્યાન સ્માર્ટ ગ્લો પર છે. તમારી ત્વચાને તૈયાર કરો અને જરૂર પડે ત્યાં થોડી ગ્લો ઉમેરો. કોલરબોન, ખભા અને હાથ જેવા ભાગમાં થોડું ગ્લો ઓઇલ અથવા બામ લગાવવાથી કુદરતી ચમક મળી શકે છે. આ હિસ્સો ફોટામાં પણ અલગ દેખાય છે. ટોચના નિષ્ણાતોના મતે, સ્માર્ટ ગ્લો માટે આ સરળ ટિપ્સ જાણો.
ભારતીય સંસ્કૃતિ અને રામાયણના દૃશ્યોથી શોભતું ઇન્ડોનેશિયાનું પ્રંબાનન મંદિર કળાકૃતિથી નીખર્યું 09/06/2026 7:16 am Nilesh Parmar વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં આવેલું પ્રખ્યાત પ્રંબાનન મંદિર પરિસરમાં રવિવારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સ્થાનિક કલાકાર અરોફી રમધાનની 9 મીટર ઊંચી ફાઇબર ગ્લાસ કલાકૃતિ ‘સનફ્લાવર એન્જલ’ લાઈટ્સથી ઝગમગી ઊઠતાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા અને તસવીરો લેવા ઉમટી પડ્યા હતા. આધુનિક કલા અને પ્રાચીન વારસાના આ સંગમ પાછળ એક રસપ્રદ ઈતિહાસ પણ છુપાયેલો છે.
શેત્રુંજય ડુંગર પર સિંહ યાત્રીની બેગ ખેંચી ગયો 10/06/2026 6:33 am Badal Lakhlani જૈનોની આસ્થાના કેન્દ્રસમાન પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ પર યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને ફરી ગંભીર પ્રશ્નો સર્જાયા છે. ગત 6 જૂને શેત્રુંજય ડુંગર પરથી એક યાત્રિકની બેગ સિંહ ઉઠાવી ગયો હતો. આ ઘટનાને પગલે ડુંગર પર હાજર યાત્રિકોમાં અફરાતફરી વ્યાપી હતી. જૈન અગ્રણીઓનું કહવું છે કે સિંહની મૂવમેન્ટ ધરાવતા આ વિસ્તારમાં સુરક્ષા વધારવી જોઈએ. અહીં માત્ર સિંહ જ નહીં લૂંટની ઘટનાઓની સાથે દેરાસરમાં ચોરીની ઘટના પણ બને છે, જેથી તંત્રએ સુરક્ષા વધારવી જોઈએ.
યુદ્ધ રોકાવાના અણસારઃ ઝેલેન્સ્કીનો પુતિનને ઓપન લેટર 10/06/2026 7:18 am Badal Lakhlani 4 વર્ષથી પણ વધુ સમયથી ચાલતાા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ખુલ્લો પત્ર લખીને વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે.