ચીનના રાષ્ટ્રપતિની 7 વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાત 10/06/2026 7:20 am Badal Lakhlani ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સોમવારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પહોંચ્યા. ઉત્તર કોરિયાના શાસક અને વર્કર્સ પાર્ટી ઓફ કોરિયાના મહાસચિવ કિમ જોંગ-ઉન અને તેમની પત્નીએ પ્યોંગયાંગ એરપોર્ટ પર જિનપિંગ અને તેમનાં પત્ની પેંગ લિયુઆનનું સ્વાગત કર્યું હતું. વિમાનથી ઉતર્યા પછી જિનપિંગે કિમ સાથે ઉષ્માભેર હસ્તધૂનન કર્યું હતું. ઉત્તર કોરિયાના પ્રવાસ દરમિયાન જિનપિંગ કિમ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ કિમના આમંત્રણ પર ઉત્તર કોરિયાના બે દિવસના સત્તાવાર પ્રવાસે છે.
રૂ. 60 લાખથી વધુના સોના સાથે યુવક ઝડપાયો 17/06/2026 6:10 am Badal Lakhlani સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો છે.
નલ સે જલ યોજનાના કોન્ટ્રાક્ટરની ધરપકડઃ 37 આરોપી ઝડપાયા 17/06/2026 6:19 am Badal Lakhlani મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના ચકચારી નળ સે જળ યોજના કૌભાંડમાં સીઆઇડી ક્રાઈમે મુખ્ય કોન્ટ્રાક્ટર મહેશ ઉત્તમચંદ લોહાણાની ગોધરાથી ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ રૂ. 123 કરોડના મહાકૌભાંડમાં 37 આરોપીને ઝડપી લેવાયા છે.