Advanced search


એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: એક વર્ષ બાદ પણ તપાસ અદ્ધરતાલ

એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં તપાસકર્તાઓ હજી સુધી દેશના છેલ્લા ત્રણ દાયકાના સૌથી ભીષણ વિમાન અકસ્માત પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ અંતિમ અહેવાલ આપી શક્યા નથી. ભારતીય તપાસ એજન્સીએ ફક્ત વચગાળાનું નિવેદન જારી કરીને જ સંતોષ માની લીધો હતો.

ગુલકંદ બરફી

સામગ્રી: ગુલકંદ - 4 ચમચી • કોપરાની છીણ - 4 ચમચી • સમારેલા મિક્સ ડ્રાયફ્રુટ - 2 ચમચી • દૂધ (ઉકાળેલું અને ઠંડું) - 1 કપ • ખાંડ - પોણો કપ • ઘી - 3 ચમચી • મિલ્ક પાઉડર - અઢી કપ

KENYAN PRESIDENT WILLIAM RUTO

KENYAN PRESIDENT WILLIAM RUTO

gulkand barfi

gulkand barfi

એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ

અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં ભારતીય મૂળના હાર્ટ સર્જન ડો. અશોક મુરલીધરન પર 13 વર્ષીય બાળકીની સર્જરીમાં ગંભીર ભૂલોના આરોપ મૂકાયા છે. બાળકીના વાલીઓએ ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી અને ડો. મુરલીધરન પર મેડિકલ બેદરકારીનો આરોપ મૂકી 17 મિલિયન ડોલરના વળતરની માગ સાથે દાવો દાખલ કર્યો છે.

સુદાની રેફ્યુજી દ્વારા નાઇફ એટેક બાદ બેલફાસ્ટમાં વ્યાપક હિંસા

ઉત્તર આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં એક સુદાની મૂળના માઇગ્રન્ટ દ્વારા કરાયેલા નાઇફ એટેક બાદ ગયા મંગળવાર રાત્રે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. બેલફાસ્ટના અનેક વિસ્તારોમાં આગજની અને તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. આગ ચાંપવામાં આવેલા ઘરોમાંથી ઇમિગ્રન્ટ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદ સિવિલમાં પ્રાર્થનાસભાનું આયોજન

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બી જે મેડિકલ કોલેજ દ્વારા બી જે મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા ભાવવિભોર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શોક, સંવેદના અને માનવતાની લાગણીઓના દ્રશ્ય જોવા મળ્યાં હતાં.

 કુવૈત દ્વારા શ્રી લંકા અને ભારત ઉપરાંત, નાઈજિરિયા, કેન્યા સહિત 24 આફ્રિકન દેશોમાંથી ડોમેસ્ટિક વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કુવૈતના નવા શ્રમ કાયદાઓ હેઠળ આ નિયંત્રણો જાહેર કરાયા છે. સુધારેલી પોલિસી હેઠળ ભારત, શ્રી લંકા, નેપાળ, વિયેતનામ, ફિલિપાઈન્સ,સાઉથ આફ્રિકા, એરિટ્રીઆ અને ઈથિયોપિયા સહિત મર્યાદિત દેશોમાંથી જ ઘરેલુ કામકારોની ભરતી કરી શકાશે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો ખીચોખીચ ભરાયેલી વિસ્થાપિત છાવણીમાં પ્રસરતા ભારે ગભરાટ છવાયો છે. યુએન રેફ્યુજી એજન્સીએ પૂર્વ કોંગોની કેપાંગબા વિસ્થાપિત છાવણીમાં રહેતા બે લોકોના મોત ઈબોલાથી થયાને સમર્થન આપ્યું હતું. આ છાવણીમાં 30,000થી વધુ આંતરિક વિસ્થાપિતો રહે છે.