Advanced search


સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી

ડીઆરડીઓએ ઓડિશાના કાંઠે વધુ એક મોટું પરીક્ષણ કર્યું છે. દેશમાં જ નિર્માણ પામેલી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલના પરીક્ષણથી સૈન્યની તાકાત વધી છે. ભારત હવે લાંબા અંતર સુધી આ મિસાઇલથી ચોક્કસ નિશાન પર ત્રાટકી શકે છે. ઉડ્ડયન દરમિયાન મિસાઇલની નવી ટેક્નોલોજીની પણ ચકાસણી કરાઈ હતી.

દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં...

પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે ઢાકા પહોંચીને બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ બાંગ્લાદેશમાં ભારતના એવા પ્રથમ હાઇ કમિશનર છે કે જેઓ રાજકારણ સાથે સંકળાયેલા રહ્યા હોય.

Sri Ayyappa Seva Samaj, Nairobi – 24th Prathishta Day

Sri Ayyappa Seva Samaj, Nairobi – 24th Prathishta Day

ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના ડો. કલ્પના કારીઆનું સન્માન

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કુલ 72 દેશોએ ભાગ લીધો હતો અને કેન્યાએ 6 કાંસ્ય મેડલ્સ જીતીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.

GHS ભજન સંમેલનમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે £5,000નું ભંડોળ એકત્ર કરાયું

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા તાજેતરમાં વાર્ષિક ભજન સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ભજનિકો અને સંગીતકારો સાથેના ભક્તિસંગીત કાર્યક્રમમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે 5000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. સોસાયટી દર વર્ષે સખાવતી ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજે છે અને આ વર્ષે પસંદગીપાત્ર ચેરિટી હૃદયરોગ અને સંબંધિત સ્થિતિઓથી અસરગ્રસ્ત લોકોને મહત્ત્વની સારસંભાળ, સંશોધન અને સપોર્ટ આપનારી સંસ્થા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન હતી.

હોર્મુઝમાં કચ્છીઓનું સદીઓ જૂ

હાલમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચેના તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) વિશ્વભરના સમાચારોમાં છવાયેલી છે. વૈશ્વિક તેલ પુરવઠાના 20 ટકા હિસ્સાનું વહન કરતા આ સાંકડા દરિયાઈ માર્ગ પર ઊભા થયેલા જોખમની સીધી અસર ઊર્જા સુરક્ષા પર પડી છે, પરંતુ આજે જે દરિયાઈ પટ્ટા પર મહાસત્તાઓ પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કરી રહી છે, તે જ હોર્મુઝના રૂટ પર સદીઓ પહેલાં કચ્છના વહાણવટીઓ અને માંડવીના વેપારીઓની સત્તા ચાલતી હતી.

શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી

કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના ગાળામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે સમર્પણ, સેવા, પરંપરા અને સંસ્કૃતિની જાળવણી અને સામુદાયિક સોહાર્દનું સ્થાન બની રહ્યું છે. આ ઉજવણીનો આરંભ મંદિરની ધ્વજાના આરોહણ સાથે કરાયો હતો.

Dr. Kalpana Karia Honoured

Dr. Kalpana Karia Honoured

Dreams, debts and deception

Dreams, debts and deception

B-1 અને B-2 વિઝા માટે એકસ્ટ્રા 750 ડો

પ્રેસિડન્ટ ટ્રમ્પે H-1B વિઝા ફીના મામલે કોર્ટમાં પછડાટ ખાધા પછી હવે નવો દાવ ખેલ્યો છે. ટ્રમ્પ તંત્રે ઓફર કરી છે કે B-1 અને B-2 વિઝામાં અરજી સમયે 185 ડોલર ચૂકવ્યા પછી 750 ડોલર વધારાના ચૂકવશો તો 10 જ દિવસમાં ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ મેળવશો. સામાન્ય રીતે તેનો બેકલોગ ક્લિયર કરવામાં વર્ષતી વધુ સમય લાગે છે.