સ્વપ્ના, ઋણ અને છળકપટઃ વર્ક પરમિટ કૌભાંડથી નિર્બળ વિદ્યાર્થીઓનું શોષણ 17/06/2026 7:41 am Achyut Sanghavi ઘણા સાઉથ એશિયન પરિવારો માટે યુકેમાં અભ્યાસ અથવા કામ કરવાનું સ્વપ્ન અમૂલ્ય હોય છે. વિદેશમાં શિક્ષણ મેળવવાથી સંતાનોનું ભવિષ્ય ઉજળું બનશે તેવી આશા સાથે પેરન્ટ્સ વર્ષો સુધી બચતો કરે છે, લોન્સ લે છે અને સંપત્તિ પણ વેચે છે. પરંતુ, સ્વપ્ન વાસ્તવિકતા સાથે ટકરાય ત્યારે શું થાય છે? સફળતાની કથાઓ પાછળ આસમાને જતા નિર્વાહખર્ચ સામે ઝઝૂમતા વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ્સ, બદલાતા ઈમિગ્રેશન નિયમો, એકલતા, ગેરમાહિતી અને કેટલાક કિસ્સામાં મજબૂરીને લક્ષ્ય બનાવતા કૌભાંડો રહેલા હોય છે.
બાળકો પર સોશિયલ મીડિયા અંકુશ લાદવા તૈયારીઓ 17/06/2026 6:10 am Nilesh Parmar કેનેડાએ હવે બાળકો પર સોશિયલ મીડિયા નિયંત્રણ લાદવા તૈયારી શરૂ કરી છે. દેશની સંસદમાં ડિજિટલ સેફ્ટી માટેનું નવું બિલ રજૂ કરાયું છે. જે અંતર્ગત 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો એક્સેસ મર્યાદિત થશે. કંપનીઓને આ જોગવાઇમાંથી છૂટછાટ માગવાની તક મળશે પણ, શરત એ રહેશે કે તેમણે પુરવાર કરવું પડશે કે તેમણે યુવા યુઝર્સ માટે પૂરતા સેફગાર્ડ્સ મૂક્યા છે.
લેસ્ટર રથયાત્રાની તડામાર તૈયારીઃ ISKCONના 60 વર્ષની ઉજવણી 17/06/2026 7:33 am Achyut Sanghavi ISKCONના 60 વર્ષની ઉજવણી સાથે લેસ્ટરમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ વર્ષે રવિવાર, 28 જૂન 2026ના રોજ નીકળનારી રથયાત્રા સવારે 11.30 વાગ્યે લેસ્ટર સિટી સેન્ટર,ગેલોટ્રી ગેટ (સ્પોર્ટ્સ ડાયરેક્ટની બહાર)થી શરૂ થઈ બપોરના 2.30 વાગ્યે કોસિંગ્ટન પાર્ક, બેલગ્રેવ પહોંચશે.
નવનાત વણિક એસોસિયેશનની AGMમાં નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી 17/06/2026 7:10 am Achyut Sanghavi નવનાત વણિક એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભા (AGM) રવિવાર 14 જૂન 2026ના રોજ યોજાઈ હતી. જેમાં 650થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2026-2028ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની ચૂંટણી યોજાઈ હતી.
ઈઝરાયેલની આડોડાઇઃ લેબેનોન પર હુમલો કરી સમજૂતી ફગાવી 17/06/2026 5:43 am Nilesh Parmar પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ખતમ કરવા અને શાંતિ તેમજ સ્થિરતા સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે કરાયેલી સમજૂતીનો ઈઝરાયેલે અસ્વીકાર કર્યો છે. સમજૂતીના ગણતરીના કલાકોમાં ઈઝરાયેલે લેબેનોન પર કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. ઈઝરાયેલનાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ગવીરે સાફ સાફ કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થતાથી કરાયેલી આ સમજૂતી ઈઝરાયેલને લાગૂ પડશે નહીં. ઈઝરાયેલ એક સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્ર છે અને તે પોતાની સુરક્ષા માટેનાં નિર્ણયો પોતાની જાતે લેશે.
વડાપ્રધાન મોદીએ હોર્મુઝ ખુલવા, કાયમી સમજૂતીની આશા દર્શાવી 17/06/2026 5:46 am Nilesh Parmar અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા વચગાળાનાં શાંતિ કરારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યો છે. તેમણે સમજૂતીનું સ્વાગત કરતા કહ્યું કે, હવે દુનિયામાં સ્થિરતા આવશે તેવી આશા છે. મોદીએ સોશિયલ મીડિયા પર X માં લખ્યું હતુંઃ હું પશ્ચિમ એશિયામાં સંઘર્ષને ખતમ કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીને આવકારું છું. આ સંઘર્ષને કારણે આખી દુનિયામાં ગંભીર ઉથલપાથલ મચી છે અને અનેક દેશોમાં જાનમાલને નુકસાન થયું છે.
મેનિટોબા પ્રાંતે વિદેશી વિદ્યાર્થીઓ માટેની PR સ્કીમ બંધ કરી 17/06/2026 6:09 am Nilesh Parmar ભારતીય વિદ્યાર્થીઓને ફટકો પડે તેવી એક હિલચાલમાં કેનેડાના છઠ્ઠા ક્રમના સૌથી મોટા પ્રોવિન્સ મેનિટોબાએ વિદેશી વિદ્યાર્થીઓ માટેનો એક મહત્વની PR યોજના તાત્કાલિક અસરથી બંધ કરી છે. આનાથી વિદ્યાર્થીઓ હવે ફક્ત પોસ્ટ-ગ્રેજ્યુએશન જોબ ઓફર મેળવીને પીઆર માટે લાયક ઠરી શકશે નહીં.
વડતાલધામમાં વિવિધ વ્યંજનો સાથે છપ્પન ભોગ 17/06/2026 6:12 am Nilesh Parmar વડતાલધામમાં અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે દેવોનો કેસર અભિષેક કરાયો હતો. સાથે સાથે જ 3 હજાર કિલોના વિવિધ વ્યંજનો સાથે છપ્પન ભોગ અન્નકૂટ અને માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી.