Advanced search


ફ્લોરલ પ્રિન્ટ એ એક એવી પ્રિન્ટ છે જે તમારા વસ્ત્રોને આગવો દેખાવ આપે છે અને તમારા વ્યક્તિત્વને તાજગીપૂર્ણ નિખાર આપે છે. આ એવરગ્રીન પ્રિન્ટ છે, પણ મોટાભાગની ફેશનપરસ્ત યુવતીઓએ તેને ગરમીની શરૂઆતમાં તેમજ ઉનાળામાં પહેરવાનું પસંદ કરે છે. આ પ્રિન્ટની વિશેષતા એ છે કે તેને કેઝ્યુઅલથી લઈને અને પાર્ટીઓ વગેરેમાં સરળતાથી પહેરી શકાય છે. એટલું જ નહીં, ફ્લોરલ પ્રિન્ટમાં સ્ટાઈલ, કલર અને પેટર્નના વિકલ્પોની પણ કોઈ કમી નથી. તમારે ફક્ત તમારા શરીરના બાંધા અને પ્રસંગને ધ્યાનમાં રાખીને પ્રિન્ટને યોગ્ય રીતે સ્ટાઇલ કરવાની રહે છે. જો તમે તમારા લુકને તાજગીસભર દેખાવ આપવા માગતા હો, તો ફ્લોરલ પ્રિન્ટ પહેરવાનો વિકલ્પ સારો વિચાર બની શકે છે.

ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. યાદીમાં સ્મૃતિ 41મા ક્રમે જોવા મળે છે. મેગેઝિને ખેલ હસ્તીઓની યાદીને ચાર કેટેગરીમાં વહેંચી છે જેમાં આઈકન્સ, ટાઈટન્સ, ઈનોવેટર્સ અને લીડર્સ સામેલ છે. સ્મૃતિનું નામ ‘ટાઈટન્સ’ યાદીમાં સામેલ કરાયું છે.

ન્યૂઝીલેન્ડમાં કુદરતી કમાલનો અનોખો નજારો જોવા મળ્યો છે. એક એપલ ફાર્મમાં એવું સફરજન ઉગ્યું છે જે જોઈને આશ્ચર્ય થાય. સામાન્ય રીતે પાકેલા સફરજન લાલ કે પીળા રંગની છાલ ધરાવતા હોય છે, પણ બન્ને રંગની છાલ એકસાથે અને તે પણ બરાબર અડધા ભાગમાં વહેંચાયેલી હોય એવું ભાગ્યે જ બને છે. 

Luxury watchmaker Rolex has welcomed actor, producer and philanthropist Priyanka Chopra Jonas to its prestigious roster of global ambassadors, recognising her achievements across film, production and humanitarian work.

જોનાથન કાચબાને દુનિયાના સૌથી મોટી વયના જીવીત સ્થળીય જાનવર માનવામાં આવે છે. તેનો જન્મ લગભગ 1832માં થયો હતો અને વર્ષ 2026માં તેની ઉંમર લગભગ 194 વર્ષ આંકવામાં આવી હતી.

Bhavan hosts the release of Sudha Murty’s 51st book

The Bhavan hosted the London release ceremony for Tides of Time: Bharat’s History Through Murals in Parliament, the 51st book by acclaimed author, Padma Bhushan awardee, and Rajya Sabha Member of Parliament Sudha Murty on Friday, 12 June 2026.

1975ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, ‘મિસા’નો અટકાયતી કાયદો, ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, 37 હજાર પ્રકાશનોનું ગળું રૂંધવાનો અંધાધૂંધ પ્રયાસ, અખબારો અને સાહિત્ય પર પ્રતિબંધ, જપ્તી-જડતી, થર્ડ ડિગ્રીનો કટોકટી-વિરોધીઓ અને યુવકો પર જૂલમ, વિદેશી પત્રકારોની હકાલપટ્ટી, ઓલ ઈન્ડિયા રેડિયોનું સરકારી ભોંપુંમાં પરિવર્તન, પ્રેસ પરિષદનો સંકેલો, ત્રણ સમાચાર સંસ્થાઓનું એકમાં વિલીનીકરણ, સ્વાધીન ચુકાદો આપનારાં ન્યાયાધીશોની બદલી, જેલોમાં યોગ્ય સારવારના અભાવે 107 ‘મિસા’વાસી અને બીજા કાનૂન હેઠળ પકડાયેલાઓના મૃત્યુ...

દુનિયામાં એવા અનેક ધાર્મિક સ્થળો છે જે શ્રદ્ધા જ નહીં, તેની ભવ્યતા અને રહસ્ય માટે જાણીતા છે. આવું જ એક સ્થાન છે ગોલ્ડન રોક. મ્યાનમારના મોન સ્ટેટમાં આવેલું બૌદ્ધ ધર્મસ્થાન ગોલ્ડન રોક પેગોડા તેના અનોખા આર્કિટેક્ચર જ નહીં, તેની સાથે જોડાયેલી દંતકથાને કારણે પણ વિશેષ ઓળખ ધરાવે છે. એક નજરે જોતા લાગે કે, પહાડની ટોચ આવેલો જાયન્ટ ગોલ્ડન પથ્થર જાણે ખીણની ધાર પરથી કોઈપણ ક્ષણે નીચે પડી જશે પરંતુ, હકીકત એ છે કે તે સદીઓથી આમ જ અડગ ઉભો છે. આ જાયન્ટ પથ્થર પર જ નાનકડું ગોલ્ડન પેગોડા પણ બનાવવામાં આવ્યું છે.

ટેકનોલોજીએ દુનિયા બદલી નાંખી છે, અને વિજ્ઞાનીઓ પણ નીતનવા સંશોધનો કરતાં કરતાં મુઠ્ઠીઉંચેરા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. ઓસ્ટ્રિયા યુનિવર્સિટીના સંશોધકોએ માનવ વાળ કરતાં પણ પાતળો ક્યૂઆર કોડ બનાવ્યો છે.