Advanced search


india defence

india defence

surat harsh sanghvi1

surat harsh sanghvi1

નાઈજિરિયાના પૂર્વ મિનિસ્ટર યુકે લાંચકેસમાંથી મુક્ત

નાઈજિરિયાના પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડિએઝાની એલિસન-માડુએકેને લંડનની સધર્ક ક્રાઉન કોર્ટે લાંચ સ્વીકારવા અને યુકેમાં વૈભવી શૈલીમાં ગંજાવર ખર્ચા કરવાના આરોપોમાંથી મુક્ત કર્યા છે. માડુએકે 2010થી 2015ના ગાળામાં નાઈજિરિયાના ઓઈલ મિનિસ્ટર અને ઓઈલ નિકાસકારોના ગ્રૂપ ઓપેકના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ હતા. કોર્ટના આ ચૂકાદાથી 13 વર્ષથી આફ્રિકાના સૌથી વગશાળી રાજકીય વ્યક્તિત્વોમાં એકની તપાસ ચલાવી રહેલી યુકેની નેશનલ ક્રાઈમ એજન્સીને ભારે ફટકો લાગ્યો છે. કોર્ટ જ્યૂરીએ એલિસન-માડુએકેના 69 વર્ષીય ભાઈ ડોયે અગામાને પણ લાંચના કાવતરાના આરોપોમાં નિર્દોષ જાહેર કર્યા હતા.

ભાવનગર મેડિકલ કોલેજના  13 જુનિય

અમદાવાદ બાદ મેડિકલ શિક્ષણજગતમાં કલંક લગાવતી વધુ એક ઘટના ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બની છે. ઓર્થોપેડિક વિભાગના 6 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા 5થી 6 મહિના સુધી 13 જુનિયરોને તાલિબાની સજા અપાઈ હતી. અંતે પીડિત જુનિયરો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

શિક્ષણકાર્ય માટે પળભરના વિલં

માળિયા (મિયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારથી બાળકોનું શિક્ષણ ન અટકે અને માનવતાની સુવાસ ચોમેર પ્રસરે તેવું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે.

અમરેલી બાદ મહુવામાં ઘરે જતા યુ...

એક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના -કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકનું મોત થયું, જેના બીજા જ દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ આવી જ ઘટના બની. જ્યાં મહુવા નજીક શ્રમિક યુવકને સિંહે ફાડી ખાધો છે. આ ઘટનામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું છે. ઘટના બાદ વનવિનભાગના પાંજરામાં એક સિંહણ પુરાઈ છે.

યુદ્ધગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટ

દેશમાં પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસની અછત વચ્ચે દેશ માટે સારા સામાચાર મળ્યા. કતરથી 2 માર્ચે 36 હજાર મેટ્રિક ટન LNG ભરીને નીકળેલું દિશા નામનું જહાજ મધ્ય-પૂર્વમાં તણાવભરી સ્થિતિના કારણે અટવાઈ ગયું હતું. દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિમાં પણ દિશા જહાજ 15 જૂને અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી 19 જૂને દહેજ ટર્મિનલ ખાતે આવી પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિશા જહાજ LNGનો મોટો જથ્થો લઈને આવી પહોંચતાં દેશમાં સામાન્ય તણાવગ્રસ્ત સ્થિતિ ઘણેખરે અંશે કાબૂમાં આવી જશે.

smart phone

smart phone

સેવામય જીવનઃ સામુદાયિક નેતૃત્વ, હાઉસિંગ અને મહિલા સશક્તિકરણ

મારાં સમગ્ર પ્રોફેશનલ અને જાહેર જીવન દરમિયાન, કોમ્યુનિટીની સેવા નિશ્ચિત વિષય રહ્યો છે. હેરોમાં કાઉન્સિલર તરીકે ચાર ટર્મની સેવા આપવાનું ગૌરવ તથા ચાર વર્ષ સુધી હાઉસિંગ પોર્ટફોલીઓ સંભાળવા સાથે મને હંમેશાં લોકોના જીવનમાં તફાવત સર્જવાની ઈચ્છા થકી માર્ગદર્શન મળતું રહ્યું છે.

ગીરમાં કેસર બાદ જાપાનની મિયાઝ

કેસર કેરી માટે પ્રખ્યાત ગીરમાં જાપાનની અત્યંત દુર્લભ અને વિશ્વની સૌથી મોંઘી ગણાતી મિયાઝાકી કેરીનું પણ સફળ ઉત્પાદન શરૂ થયું છે. ધારીના ગોવિંદપુરમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ વણપરિયાએ પોતાના બગીચામાં મિયાઝાકી કેરીનું સફળ સંવર્ધન કરીને બાગાયતી ક્ષેત્રે નવી દિશા દર્શાવી છે.