Advanced search


હસાયરો...

પત્નીઃ સાંભળો તમે રોજ આંબળા અને કારેલાનો રસ પીવો. એનાથી લોહી શુદ્ધ થાય!
પતિઃ જેવું છે એવું પી લે ને... તારે તો એમાંય નખરા... હવે શુદ્ધ લોહી પીવું છે.
•••

પીઓકેમાં 70 હજારથી વધુ લોકો 14 દિ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાક. સરકાર સૈન્ય અને પોલીસના અત્યાચારો સામે ચાલી રહેલા આંદોલનમાં હવે સ્કૂલનાં બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યાં છે. 70 હજારથી વધુ લોકો ઘણા દિવસોથી ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. જેઓ હવે ‘પાકિસ્તાની સૈન્ય બહાર જાઓ’ના નારા પણ લગાવી રહ્યા છે.

અમે ફરીથી યુદ્ધ શરૂ કરીશું, પા

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળસંધિ સ્થગિત રહેવા અંગે ભારતને ધમકી આપી છે. પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં ખ્વાજા આસિફે કહ્યું કે, જો અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે અને પાણી પણ અમારી સુરક્ષાનો એક ભાગ છે, તો અમે ચોક્કસપણે ભારત વિરુદ્ધ યુદ્ધ કરીશું.

બલુચિસ્તાનની શેરની મહરંગ બલો

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાની એન્ટિ ટેરરિસ્ટ કોર્ટે ચર્ચિત બલુચ એક્ટિવિસ્ટ મહરંગ બલોચને આજીવન કેદની સજા સંભળાવી છે. મહરંગ બલોચને બલુચિસ્તાનની શેરની તરીકે પણ ઓળખવામાં આવે છે.

begona

begona

સ્પેનના PMનાં પત્ની સામે ભ્રષ્

સ્પેનમાં એક જજે વડાપ્રધાન પેડ્રો સાંચેઝના પત્નીને પદનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ટ્રાયલનો સામનો કરવા તેમજ તેમનો પાસપોર્ટ જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે. જજ જુઆન કાર્લોસ પેઇનાડોએ આ ચુકાદો આપતાં દલીલ કરી હતી કે બેગોના ગોમેઝ દેશ છોડીને ભાગી જાય તેવી આશંકા છે. પાસપોર્ટ જમા કરાવવા ઉપરાંત તેમણે દર બે અઠવાડિયે કોર્ટમાં હાજર પણ થવું પડશે. જો કે, ટ્રાયલ માટેની કોઈ ચોક્કસ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ નિર્ણયના કારણે સ્પેનમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો છે.

india britain

india britain

ભારત-બ્રિટન FTAથી પાકિસ્તાન અને...

ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) 15 જુલાઈથી અમલમાં આવવાનો છે. બંને દેશોએ લગભગ ત્રણ વર્ષની વાટાઘાટો બાદ ગતવર્ષે જુલાઈમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એકવાર અમલમાં આવ્યા બાદ ભારતને કાપડ અને પ્રોસેસ્ડ ફૂડ જેવી નિકાસ શ્રેણીઓમાં તેના બે મુખ્ય પડોશી બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં નોંધપાત્ર ટેરિફ લાભ મળશે.મીડિયા અહેવાલ મુજબ યુકેમાં બાંગ્લાદેશની નિકાસમાં 6 ટકાનો ઘટાડો થઈ શકે છે. ભારતીય માલ માટે બજાર પસંદગીને કારણે પાકિસ્તાનની સ્પર્ધાત્મકતા તેની નિકાસમાં 2 ટકા ઘટાડો થશે.આસિયાન દેશો પર ઓછી અસરઆસિયાન દેશોની અર્થવ્યવસ્થા પર આ કરારની અસર ન્યૂનતમ રહેશે, કારણ કે ભારતને મળતા ટેરિફ લાભથી તેમના એક્સપોર્ટનો માત્ર એક ટકો હિસ્સો જ જોખમમાં છે. આ વર્ગીકરણ તે પ્રોડક્ટ કેટેગરી પર કેન્દ્રિત છે, જ્યાં ભારતે વર્ષ 2025માં યુકેને 1 મિલિયન ડોલરથી વધુનો સામાન એક્સપોર્ટ કર્યો હતો.

ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ

ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી થઈ હતી. એમાં ક્રોસ વોટિંગ થતાં એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો હતો. આમ પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. એક બેઠક સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાને મળી હતી. મિઝોરમમાં સત્તાધારી મિઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્યસભામાં ખાતું ખોલાવ્યું હતું. કર્ણાટકમાં એમએલસીની ચૂંટણીમાં ડીકે શિવકુમારે ભાજપ સાથે ખેલા કર્યો હતો.

નગરાસુ ગુરુદ્વારાના વિવાદનો

રુદ્રપ્રયાગના નગરાસુમાં આવેલા ગુરુદ્વારા સાહિબમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનો ચાર દિવસે આખરે અંત આવ્યો હતો. નિહંગ શીખોએ ચમોલીમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ ધરપકડ કરાયેલા ચાર શીખોની મુક્તિની માગ સાથે ગુરુદ્વારા પર કબજો જમાવ્યો હતો.