Advanced search


ભારતના વિવેક અગ્રવાલ FATFના નવા

કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલની ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF)ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. FATF મની લોન્ડરિંગ અને ટેરરિસ્ટ ફન્ડિંગ સામે લડવા માટેની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતને આ સંસ્થામાં ઉપાધ્યક્ષપદ મળ્યું છે. ભારત 2010થી આ સંસ્થાનું સભ્ય છે. પેરિસમાં સંસ્થાના મુખ્યાલયમાં યોજાયેલી પૂર્ણાહુતિ બેઠકના અંતે અગ્રવાલને FATFના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. 

તુષાર મહેતા ફરી દેશના સોલિસિટ

કેન્દ્ર સરકારે તુષાર મહેતાને ભારતના સોલિસિટર જનરલ તરીકે વધુ 3 વર્ષના કાર્યકાળ માટે પુનઃ નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. 1 જુલાઈથી અમલી બનનારી આ તેમની ત્રીજી પુનઃ નિયુક્તિ છે. અગાઉ પણ તેમનો કાર્યકાળ બે વાર લંબાવાયો હતો. મહેતા સોલિસિટર જનરલ તરીકે લગભગ 8 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે અને આ કાર્યકાળના અંત સુધીમાં તેઓ કુલ 11 વર્ષ પૂર્ણ કરશે. આમ તેઓ સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કાયદા અધિકારી પૈકી એક બનશે.

વિશ્વાસ સ્લોવાકિયામાં ભારતના...

ભારતીય વિદેશ સેવાના 1998 બેચના અધિકારી વિશ્વાસ વિદુ સપકાલ સ્લોવાકિયામાં ભારતના આગામી રાજદૂત હશે. તેઓ હાલમાં પેરુમાં ભારતના રાજદૂત છે. આ પહેલાં તેઓ ફિઝીમાં ભારતના હાઇકમિશનર રહી ચૂક્યા છે. વિશ્વાસ રશિયા, આર્મેનિયા, ઇજિપ્ત અને અમેરિકામાં પણ રાજદ્વારીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ બિમસ્ટેક અને સાર્ક
બાબતોના સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે.

ઉદ્ધવ નિરાધારઃ 6 સાંસદો શિવસેન...

મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી)ને કમ્મરતોડ ફટકો પડ્યો છે. પક્ષના નવમાંથી છ સાંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઇ ગયા છે. આ સાથે જ એક સપ્તાહથી ચાલતી અટકળોનો ‘સત્તાવાર’ અંત આવ્યો છે. ઉદ્ધવ જૂથના છ સાંસદ પક્ષ છોડી રહ્યાની વાતો કેટલાય દિવસથી ચાલતી હતી, પરંતુ કોઇ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નહોતું. તમામ છ સાંસદોએ મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી શિંદે સાથે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.

સમર બ્રેક માણવા સપરિવાર લંડન પ...

પીઢ અભિનેતા સૈફ અલી ખાન ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર અને બન્ને પુત્રો તૈમુર તથા જેહ સાથે સમર વેકેશન માણવા લંડન પહોંચી ગયો છે. આ સૈફના સમર બ્રેકમાં આ વખતે બે સોશ્યલ ઈવેન્ટસ પણ સામેલ છે. બહુ ઓછા લોકો જાણે છે કે લંડન સૈફનું સૌથી માનીતું શહેર છે. આથી એ ચોક્કસ લંડનના વર્લ્ડ ફેમસ હાઈડ પાર્કમાં ફરવા જશે, બાળકો સાથે જાતજાતની રાઈડસનો આનંદ લેશે અને પોતાની ફેવરિટ ઇંગ્લીશ વાનગીઓનો સ્વાદ માણશે. જોકે આ બધાની સાથોસાથ એક્ટર અમુક દિવસ પોતાના પેરેન્ટસ માટે પણ ફાળવશે.

લખનઉ આગ દુર્ઘટનામાં 15 લોકોનાં

ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મંગળવારે એક કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં કુલ 15 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 10 પુરુષો છે, જે પૈકી મોટાભાગના 20થી 30 વર્ષના વિદ્યાર્થીઓ છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે ગેરકાયદે હતી અને તેને તોડી પાડવાનો આદેશ 2016માં થયો હતો, પરંતુ બાદમાં રદ કરાયો હતો.

રાહુલના 56મા જન્મદિને PM મોદી સહ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે 56 વર્ષના થયા છે. જે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત દેશભરના સાથી પક્ષોના વડા, કોંગ્રેસના નેતા તેમજ કાર્યકરો સહિત અઢળક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમને વંચિત અને છેવાડાના વર્ગનો અવાજ બુલંદ કરનારા તથા સત્તા સામે સત્યનું ભાથું લઈને લડવાની હિંમત રાખનારા નેતા ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ‘એક્સ’ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન દ્વારા નેવીનાં  3 જહ

વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતાના શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા નેવીનાં 3 જહાજો - INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતાં. INS દુનાગિરી એક અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ છે, જ્યારે INS સંશોધક સર્વેક્ષણ જહાજ અને INS અગ્રય એન્ટિ-સબમરિન વોરફેર શેલો વોટર ક્રાફટ છે. આ સમાવેશો રાષ્ટ્રની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવાની સાથે ભૌગોલિક રાજકીય જોખમો સામે દરિયાકાંઠાના પાણીની સુરક્ષાને મજબૂત કરશે.

modi yoga5

modi yoga5

diamond

diamond