ગુજરાત 1975-77: સંઘર્ષ અને સંકલ્પની કટોકટી-કથા 18/06/2026 6:27 am Nilesh Parmar 1975ના જૂનનો ઉત્તરાર્ધ એટલે, ભારતીય લોકતંત્ર અને બંધારણ પરનો પહેલો વજ્રાઘાત. આંતરિક કટોકટી, પ્રિ-સેન્સરશીપ, ‘મિસા’નો અટકાયતી કાયદો, ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)નો બેફામ ઉપયોગ, જેલોમાં કારાવાસીઓ, 37 હજાર પ્રકાશનોનું ગળું રૂંધવાનો અંધાધૂંધ પ્રયાસ, અખબારો અને સાહિત્ય પર પ્રતિબંધ, જપ્તી-જડતી, થર્ડ ડિગ્રીનો કટોકટી-વિરોધીઓ અને યુવકો પર જૂલમ, વિદેશી પત્રકારોની હકાલપટ્ટી, ઓલ ઈન્ડિયા રેડિયોનું સરકારી ભોંપુંમાં પરિવર્તન, પ્રેસ પરિષદનો સંકેલો, ત્રણ સમાચાર સંસ્થાઓનું એકમાં વિલીનીકરણ, સ્વાધીન ચુકાદો આપનારાં ન્યાયાધીશોની બદલી, જેલોમાં યોગ્ય સારવારના અભાવે 107 ‘મિસા’વાસી અને બીજા કાનૂન હેઠળ પકડાયેલાઓના મૃત્યુ...
જ્યૂરાસિક પાર્ક જેવી શોધઃ વૃક્ષના ગુંદરમાંથી મળી આવ્યું 4.78 કરોડ વર્ષ પહેલાનું જંતુ 24/06/2026 6:40 am Badal Lakhlani હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘જ્યૂરાસિક પાર્ક’ માં ડાઇનાસોરનું લોહી પીધેલું મચ્છર વૃક્ષના ગુંદર (એમ્બર)માં કરોડો વર્ષ સુધી સચવાયેલું બતાવાયું હતું. તેવી જ એક શોધ કચ્છમાં થઈ છે. લખપતની ઉમરસર લિગ્નાઇટ ખાણથી વૈજ્ઞાનિકોએ પીળા-ભૂખરા રંગના ‘એમ્બર’ (વૃક્ષના ગુંદર કે રાળ)માં જળવાયેલી એક નવી અને અત્યંત સૂક્ષ્મ પ્રજાતિના ‘લીફ બીટલ’ની શોધ કરી છે, મધ્ય ઇઓસીન યુગનું આ જંતુ 3.8 કરોડથી 4.78 કરોડ વર્ષ જૂનું છે.
લાંચ કેસમાં આણંદના IT અધિકારી અને વકીલની સજા કોર્ટે યથાવત્ રાખી 24/06/2026 6:35 am Badal Lakhlani ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહે 20 લાખની લાંચ માંગી હતી. 3 લાખ સેટલમેન્ટ કરાવવા જતા સીબીઆઇની ટ્રેપમાં ઝડપાઇ ગયા હતા અને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટરને 2 વર્ષ અને એડવોકેટને 1 વર્ષ કેદની સજા ફટકારી હતી. સજા સામે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી જે કોર્ટે નકારી યથાવત્ રાખી હતી.2003માં ફરિયાદી વિરુદ્વ કરચોરીની એક અરજી આણંદના તત્કાલીન ડેપ્યુટી ડિરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ સમક્ષ પેન્ડિંગ હતી. આ કેસ રફેદફે કરવા ફરિયાદી પાસે 60 લાખની પેનલ્ટીની ધમકી આપી 20 લાખની લાંચ મંગાઇ હતી. જમાં ફરિયાદીના એડવોકેટ અર્પિત શાહે વચગાળોનો રસ્તો કાઢી લાંચની રકમ 3 લાખ નક્કી કરાવી આપી હતી. ફરિયાદીએ આ અંગે ગાંધીનગર સીબીઆઇ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવતા ઓડિયો રેકોર્ડિંગ સાથે છટકું બંનેને ઝડપી લીધા હતા
શાપર સ્ટેટના મોભીને માર મારી રૂ. 2.47 કરોડની મતાની લૂંટ 24/06/2026 6:47 am Badal Lakhlani જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં 19 જૂને મધરાતે રૂ. 2.49 કરોડની મતાની લૂંટ થઈ ગઈ. શાપર સ્ટેટના મોભી 77 વર્ષના વૃદ્ધ જિતેન્દ્રસિંહ અજિતસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લુટારુઓએ તેમને બંધક બનાવી રોકડ અને દાગીના મળી રૂ. 2.49 કરોડની મતાની લૂંટ કરી.
હાર્દિક સહિતના પાટીદાર આગેવાનો સામે કેસ પરત ખેંચાયા 24/06/2026 6:39 am Badal Lakhlani પાટીદાર આંદોલન વખતે હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા, જયદીપ ટપુ, કૃણાલ સરધારા, પંકજ સિદ્ધપરા, સંજય માવાણી, અશોક જીરાવાલા સહિતના પાટીદાર અગ્રણીઓ સામે નોંધાયેલો જાહેરનામાનો ભંગ સહિતની કલમોને આવરી લેતો ગુનો આખરે સરકાર દ્વારા પરત ખેંચી લેવાયો છે.
અમદાવાદ-બિકાનેર દૈનિક સીધી રેલસેવા શરૂ 24/06/2026 6:32 am Badal Lakhlani કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય કાયદા, ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રીએ બિકાનેર રેલવે સ્ટેશન ખાતે બિકાનેર (લાલગઢ)-સાબરમતી સ્પેશિયલ ટ્રેનને રવિવારે લીલી ઝંડી આપી રવાના કરી હતી. નવી રેલસેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
ચેક રિટર્ન કેસમાં વેપારી પરિવારના ચાર સભ્યને જેલ 24/06/2026 6:50 am Badal Lakhlani સામા કાંઠા વિસ્તારમાં ચાંદીના ધંધાર્થીઓ વચ્ચે થયેલા મોટા ગજાના વ્યવહારમાં અદાલતે દાખલા રૂપ ચુકાદો આપ્યો. 267 કિલોથી વધુ વજનની ચાંદીના વહીવટ પેટે આપેલા રૂ. 1.07 કરોડના 5 ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે ઉદ્યોગનગર વિસ્તારના મંડલી પરિવારના 4 સભ્યોને એક-એક વર્ષની સજા ફટકારી છે.
વર્ષાંત સુધીમાં ભારત-ઇયુ વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે: ઉર્સુલા 24/06/2026 5:44 am Nilesh Parmar ફ્રાન્સના એવિયન-લે-બેન્સમાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજ્યા પછી યુરોપિયન કમિશન (ઇસી)ના વડા ઉર્સુલા વોન ડેર લેયેને જાહેરાત કરી હતી કે ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચેના મહત્ત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (FTA) પર 2026ના અંત સુધીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ બેઠકમાં બંને નેતાઓએ નાજુક વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં વધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.