વર્ષાંત સુધીમાં ભારત-ઇયુ વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે: ઉર્સુલા 24/06/2026 5:44 am Nilesh Parmar ફ્રાન્સના એવિયન-લે-બેન્સમાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજ્યા પછી યુરોપિયન કમિશન (ઇસી)ના વડા ઉર્સુલા વોન ડેર લેયેને જાહેરાત કરી હતી કે ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચેના મહત્ત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (FTA) પર 2026ના અંત સુધીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ બેઠકમાં બંને નેતાઓએ નાજુક વૈશ્વિક ભૂરાજકીય સ્થિતિ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં વધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
રણપ્રદેશની સંસ્કૃતિ પર તોળાતું સંકટઃ કચ્છી ખારાઈ ઊંટની ઘટતી વસ્તી 24/06/2026 6:43 am Badal Lakhlani રણના જહાજ તરીકે ઓળખાતું ઊંટ આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ‘વિશ્વ ઊંટદિવસ’ નિમિત્તે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વમાં અનોખી ઓળખ ધરાવતું ખારાઈ ઊંટ માત્ર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ જોવા મળે છે. દરિયાનાં પાણીમાં તરીને મેન્ગ્રૂવ્સનાં જંગલોમાં ચારો ચરવા જતું આ ઊંટ વિશ્વમાં પોતાની જાતનું એકમાત્ર ઊંટ માનવામાં આવે છે.
ક્રેડના સ્થાપક કુણાલ શાહ વૈશ્વિક સ્તરે વોટ્સએપનું નેતૃત્વ કરશે 24/06/2026 9:25 am Sandip Bhavsar કેલિફોર્નિયાઃ મેટા પ્લેટફોર્મ્સે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ 'ક્રેડ' ના સીરીઝ H ફંડિંગ રાઉન્ડના ભાગરૂપે 900 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ સોદાના ભાગરૂપે ક્રેડના સ્થાપક કુણાલ શાહની વોટ્સએપના નવા વૈશ્વિક વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આદિપુર-ભુજ વચ્ચે રૂ. 493 કરોડના ખર્ચે ડબલ રેલવેલાઈનને મંજૂરી 24/06/2026 6:41 am Badal Lakhlani કચ્છ વિસ્તારમાં વધતા યાત્રી અને માલ પરિવહનને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ આદિપુર-ભુજ વચ્ચેના 49 કિલોમીટર લાંબા રેલખંડના ડબલિંગ કાર્યને રૂ. 493 કરોડના ખર્ચે મંજૂરી અપાઈ છે. હાલ આ માર્ગ સિંગલ લાઇન ધરાવતો હોવાથી ટ્રેનોના સંચાલન પર મર્યાદા છે. ડબલ લાઇન બન્યા બાદ બંને દિશામાં દરરોજ બે વધારાની યાત્રી ટ્રેન દોડાવી શકાશે, જેના કારણે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળશે.
રાજ્યમાં સર્વાધિક કચ્છમાં માધ્યમિક શાળાઓ મંજૂર 24/06/2026 6:41 am Badal Lakhlani નવી શાળાઓમાં પણ રાજ્યમાં કચ્છનો ડંકો વાગ્યો હોય તેમ રાજ્યમાં સર્વાધિક માધ્યમિક શાળાઓની મંજૂરી મળતાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છને વધુ 37 ઇન્ટિગ્રેટેડ શાળાના હુકમ જિલ્લા શિક્ષણાધિકારીને એનાયત કરાયા હતા.
Starmer out, Andy in? 25/06/2026 12:28 am Anusha Singh Andy Burnham’s recent by-election campaign in Makerfield began as a test of Labour strength in a traditional stronghold. It has ended as a political turning point with national consequences.
Global reaction follows Keir Starmer’s resignation as PM 25/06/2026 12:32 am Anusha Singh Keir Starmer’s resignation has triggered an immediate wave of reaction from political leaders across Europe, the United States, and within his own party, with many hailing his tenure as one of quiet but significant consequence.
પુત્રજન્મના ભારે દબાણ હેઠળ આફ્રિકન માતાના આરોગ્યને ખતરો 24/06/2026 6:42 am Achyut Sanghavi ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને આફ્રિકાના અન્ય વિસ્તારોમાં સંખ્યાબંધ માતાઓ પુરુષ વારસદારને જન્મ આપવાના સાંસ્કૃતિક દબાણ હેઠળ એક પછી એક બાળકને જન્મ આપતી રહે છે અને પોતાના આરોગ્ય સામે જોખમ ઉભું કરે છે. વિશ્વમાં આફ્રિકામાં વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે, પરંતુ ઘણા બાળજન્મ એવી પરિસ્થિતિમાં થાય છે કે વિશ્વની અન્ય મહિલાઓ માટે તે પડકારજનક બની રહે. ઘણી આફ્રિકી જાતિઓ અને સંસ્કૃતિઓમાં માત્ર દીકરીઓ હોવી તે અપમાનજનક લેખાય છે આથી, પુરુષ વારસદારને જન્મ આપવો જરૂરી મનાય છે. પુરુષ બાળક મેળવવાની ઈચ્છામાં જ ચાર-પાંચ કે તેનાથી વધુ બાળકો થઈ જવાં સામાન્ય બને છે.