APK ફાઈલથી મોબાઇલ હેક કરતી ગેંગ ઝડપાઈ 01/07/2026 5:45 am Badal Lakhlani સામાન્ય નાગરિકોના મોબાઇલ ફોન હેક કરી તેમના બેન્ક એકાઉન્ટથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી એપીકે (APK) ફાઇલ બનાવનારી અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનારી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મીઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓ માત્ર ધોરણ-5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યૂબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા.
રાજકોટના ડિમોલિશન દરમિયાન રૂ. 39 લાખનાં ભોજન-પાણી 01/07/2026 6:36 am Badal Lakhlani 23 અને 24 ફેબ્રુઆરીએ રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સતત બે દિવસ અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન કરાયું હતું. આ અંગે મનપાના અધિકારીઓએ વાહવાહી તો મેળવી લીધી, પરંતુ રૂ. 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાતાં ભારે વિવાદ સર્જાયો હતો. ભોજનના બિલ અંગે વિવાદ છેડાતાં ભ્રષ્ટાચાર સામે આવવાના ડરે કોર્પોરેશનના અધિકારીઓએ રૂ. 12 લાખનું મિનરલ વોટરનું બિલ જ સામેલ ના કરી, તેને પાછલા બારણે પાસ કરવાનો કારસો ઘડ્યો હતો.
5 વર્ષનો માસૂમ બન્યો સિંહણનો કોળિયો, અમરેલીમાં એક મહિનામાં ત્રીજી ઘટના 01/07/2026 6:27 am Badal Lakhlani ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે 24 જૂને રાત્રે એક કાળજું કંપાવી દેનારી કરુણ ઘટના સામે આવી, જ્યાં એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળક જિયાન દેવકુભાઈ સીધાને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક અને ભય સાથે વનવિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલીમાં એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.
વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ શ્રેષ્ઠ મિત્રોએ, બંનેની વિચારસરણી પણ સમાન છેઃ ગોર 01/07/2026 6:50 am Nilesh Parmar ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી તથા યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેનો નજીકનો વ્યક્તિગત સંબંધ બન્ને દેશોના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને નેતાઓને પરિણામલક્ષી ગણાવતાં કહ્યું કે તેઓ એકસરખી રીતે વિચારે છે.
કચ્છમાં નવા એસઈઝેડને મંજૂરી 01/07/2026 6:27 am Badal Lakhlani 2001ના ઔદ્યોગિકરણ બાદ કચ્છ ઉદ્યોગક્ષેત્રે ગુજરાત નહીં દેશનું મહત્ત્વનું પ્રવેશદ્વાર બન્યું છે. એશિયાનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ગાંધીધામમાં સ્થપાયું. તેના થકી ગાંધીધામ સંકુલમાં નિકાસ આધારિત ઉદ્યોગોનો ધમધમાટ શરૂઆતથી જ રહ્યો છે, ત્યારે એશિયાના સૌપ્રથમ સેઝનું બે તબક્કામાં વિસ્તરણ કરાયું છે, હવે ત્રીજા તબક્કા માટેની ગતિવિધિ આરંભાઈ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મુંદ્રા તાલુકાના વડાલા ખાતે ખાનગી એસઈઝેડને મંજૂરી અપાઈ છે. આ સાથે કચ્છમાં સરકારી અને ખાનગી સહિત 3 એસઈઝેડ થતાં કચ્છમાં નિકાસને પ્રોત્સાહન મળવાની સાથે રોજગારીનું પ્રમાણ પણ વધશે. 1965માં સ્થપાયેલા દેશના પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્રનો 700 એકરમાં આરંભ કરાયો હતો.