સ્વપ્નસૃષ્ટિના દેશ અમેરિકાના સ્વાતંત્ર્યના 250 વર્ષની ઉજવણી 01/07/2026 7:24 am Achyut Sanghavi ઓ અમેરિકા, ઓહ અમેરિકા! ભારત હોય કે નેપાળ, યુકે હોય કે યુરોપના દેશનો કોઈ નાગરિક, અમેરિકાનું સ્વપ્ન તેની આંખોમાં સતત અંજાયેલું રહે છે. ક્યારે અમેરિકા જઈએ અને ડોલર કમાઈએ, ધનવાન બની જઈએ, તેના સ્વપ્ના જ લોકોના દિલોદિમાગમાં ઘુમરાતાં રહે છે. પોતાના દેશથી બહાર જવામાં પ્રથમ પસંદગી અમેરિકાને જ અપાય છે. અમેરિકા એટલે સ્વર્ગ માનનારા લોકોની સંખ્યા કલ્પનાતીત કહી શકાય. આવું અમેરિકા તેના સ્વાતંત્ર્યના 250 વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે. સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં તેની ઉજવણી ગયા વર્ષની 4 જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને હજુ પણ ચાલતી રહેશે તેમાં શંકાને સ્થાન નથી.
મોદી મંત્રીમંડળમાં ફેરબદલનો તખતો તૈયાર થઇ રહ્યાો છે 01/07/2026 5:47 am Nilesh Parmar મોદી સરકારના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરબદલનો તખતો ગોઠવાઇ રહ્યો હોવાના અહેવાલે લોકોમાં ઉત્સુક્તા વધારી છે. આગામી 21 જુલાઇ આસપાસ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ શકે છે, અને આ સત્ર પહેલા જ મોદી સરકાર મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરી નાંખે તેવી શક્યતા છે. કેટલાક કેબિનેટ મંત્રીઓને ભાજપમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે અને તેમના સ્થાને યુવા નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે. આગામી બેથી ત્રણ દિવસમાં જ મહત્વની બેઠક મળશે જેમાં આ નિર્ણયો લેવામાં આવશે તેવા અહેવાલો છે.
હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગરઃ મોદી 01/07/2026 5:51 am Nilesh Parmar સેશલ્સનાં ત્રણ દિવસનાં પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશલ્સની સંસદને સંબોધતા કહ્યું હતું કે હિન્દ મહાસાગર આપણા બધા માટે અવસરોનો મહાસાગર બનશે. ભારત હિન્દ મહાસાગરને અવસરોનો મહાસાગર બનાવવા માગે છે. આ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને આર્થિક પ્રગતિ બંનેની જરૂર છે. ભારતની ભાગીદારી દેશનાં કદ કે આકાર પર નહીં પરંતુ પરસ્પર સન્માન અને ભરોસા પર ટકે છે. વડાપ્રધાન મોદીએ મિત્રદેશ સેશલ્સને 1652.66 કરોડની સહાય ભેટ અપાઇ હતી, જેમાં ફાસ્ટ પેટ્રોલિંગ બોટ, વાહન અને લેસર રેડિયલ ક્લાસ બોટસ, 6 એમ્બ્યુલન્સ, 500 મેટ્રિક ટન ચોખા, 8500 મેટ્રિક ટન સિમેન્ટ વગેરેનો સમાવેશ થતો હતો.
હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકે દ્વારા મેળાવડાનું આયોજન 01/07/2026 7:29 am Achyut Sanghavi હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના સાઉથ લંડન ચેપ્ટરના ઈનિશિયેટિવના હિસ્સારુપે ગ્રેન્જ, વેલિંગ્ટન ખાતે એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ અને કોમ્યુનિટી અગ્રણીઓના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 100 લોકોની ઉપસ્થિતિમાં HEFના ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજીના ધ હિન્દુ મેનિફેસ્ટોની શક્તિશાળી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એન્ટરપ્રાઈઝ, લીડરશિપ અને સામૂહિક કાર્યો દ્વારા હિન્દુ સમુદાયના ભાવિને ઘડવા વધુ સક્રિય ભૂમિકા ભજવવાની પ્રેરણા આપવામાં આવી હતી.
જેમ કેરી પાકે તેમ મીઠી બને, તેમ સત્સંગથી માણસના જીવનમાં સદ્ગુણોની મીઠાશ આવે છેઃ સાધુ પ્રેમવત્સલદાસજી 01/07/2026 6:37 am Nilesh Parmar શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે ભગવાન સમક્ષ ભવ્ય ‘કેરીનો મનોરથ’ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ કેરીના અવનવા 21 વ્યંજનો તૈયાર કરીને ભવ્ય અને આકર્ષક અન્નકૂટ ધરાવાયો હતો.
અનંત અંબાણીનું તિરુમાલાના બાલાજીના ચરણોમાં કેશનું દાન, સુપ્રભાત સેવામાં ભાગ લીધો 01/07/2026 5:49 am Nilesh Parmar રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવારે તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વર સ્વામીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અનંત અંબાણી રવિવારે મધરાત્રે એક વાગ્યે તિરુમાલા પહોંચ્યા હતા અને ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં કેશદાન કર્યા હતા. મંદિરે આવતા ભક્તો દ્વારા કરાતું આ કેશદાન સમર્પણ અને ભક્તિનું પવિત્ર કાર્ય છે. ત્યારબાદ તેમણે 3.30 વાગ્યે સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે પ્રભુને જાગૃત કરવાની પૂજાવિધિ છે.