ભગવાન શ્રી રામના ધામમાં ધાડઃ દાતાઓ સાથે દ્રોહ, શ્રદ્ધા પર કુઠારાઘાત 30/06/2026 2:15 pm Nilesh Parmar લાખો-કરોડો સનાતની હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિન્દુ સમાન ભગવાન શ્રી રામનું મંદિર છેલ્લા ત્રણ સપ્તાહથી અલગ જ કારણસર સમાચારમાં છે. ભગવાન શ્રી રામના ચરણોમાં ચઢાવાતી રોકડ તેમજ સોના-ચાંદીની મૂલ્યવાન ભેટોની મંદિરના કેટલાક કર્મચારીએ ચોરી કર્યાના અહેવાલથી રામભક્તોએ આઘાતની લાગણી અનુભવી છે. દેશભરમાં હોબાળો મચ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમજ અન્ય ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાને તેમના હોદ્દા પરથી રાજીનામા આપવા ફરજ પડી છે. આ કરતૂતની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી - ‘સીટ’)ના રિપોર્ટના આધારે મંદિરના આઠ કર્મચારીની ધરપકડ કરાઇ છે.
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા 6 જવાનોના નામ જાહેર 30/06/2026 10:36 am Nilesh Parmar ભારતીય સશસ્ત્ર દળોએ પડોશી આતંકી દેશ પાકિસ્તાન સામે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’માં દેશની રક્ષા કાજે શહીદ થયેલા છ બહાદુર જવાનોના નામ પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ શહીદોમાં સેનાના પાંચ જવાનો અને વાયુસેનાના એક જવાનનો સમાવેશ થાય છે. આ ગૌરવવંતા નામોને હવે નવી દિલ્હી સ્થિત ‘નેશનલ વોર મેમોરિયલ’ની વેબસાઇટના ‘રોલ ઓફ ઓનર’માં સામેલ કરવામાં આવ્યા છે.
ધુવારણ પાસે ‘બદલપુર-કારેલા બેરેજ કમ બ્રિજ’ આકાર લેશેઃ ખારાશનો પ્રશ્ન કાયમી હલ થશે 01/07/2026 6:55 am Badal Lakhlani ગુજરાત સરકારે આણંદ જિલ્લામાં મહી નદી પર ધુવારણ પાસે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણ માટે અંદાજિત રૂ. 1700 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે બે કિલોમીટરની લંબાઈના બ્રિજનું સ્ટ્રક્ચર બનાવીને નદીના વહેણને નિયંત્રિત કરવા અને પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 દરવાજા મુકાશે. જ્યારે બાકીના વિસ્તારમાં પ્રોટેક્શન બંધ બનાવાશે. આ પ્રોજેક્ટમાં પૂર નિયંત્રણ ટેક્નોલોજી અને મજબૂત ક્રોસ-વે સિસ્ટમનો ઉપયોગ કરાશે, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં પણ વાહનવ્યવહાર અને પાણીનો સંગ્રહ સુરક્ષિત રહી શકશે.
3 વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો નિષ્કર્ષઃ રૂ. 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MoU 01/07/2026 5:50 am Badal Lakhlani વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, વરિષ્ઠ સચિવો, વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ, વિવિધ દેશોના રાજદૂતો, યુવા ઉદ્યોગ સાહસિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ચોથી કડીનો દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા, રાજકોટ અને સુરત એમ ત્રણ VGRCની સફળતા બાદ હવે મધ્ય ગુજરાતમાં દ્વિ-દિવસીય ચોથી VGRC યોજાઈ. મળતા આંકડા પ્રમાણે અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડનાં રોકાણો રાજ્યમાં આવ્યાં છે.
એમેઝોન ભારતમાં વધુ 13 બિલિયન ડોલરનું રોકાણ કરશે 30/06/2026 10:28 am Nilesh Parmar એમેઝોને ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વધારાના 13 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે, જેનાથી 2026 અને 2030 દરમિયાન દેશમાં તેનું કુલ રોકાણ 48 બિલિયન ડોલર થઈ જશે. 2025માં એમેઝોને ભારતમાં તેના તમામ વ્યવસાયોમાં 35 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
કેન્સર સામેની લડત બાદ નફીસા અલીનું 11 હજાર ફૂટની ઉંચાઇ પર ટ્રેકિંગ 01/07/2026 6:19 am Nilesh Parmar નફીસા અલીની ઓળખ બોલિવૂડનાં એક ઉમદા અભિનેત્રી તરીકે છે. તાજેતરમાં કેન્સરની સારવાર દરમિયાન મળેલી નવી જિંદગીને તેઓ ખુલીને જીવી રહ્યા છે. સર્જરી પછી નવજીવનનો અહેસાસ કરી રહ્યા છે.
ધામણ નરસિંહ મંદિર કેસઃ હાઈકોર્ટે મહંત પરિવારની અપીલ ફગાવી 01/07/2026 7:02 am Badal Lakhlani નવસારી જિલ્લાના ધામણ ગામ સ્થિત ઐતિહાસિક નરસિંહજી મંદિર અને તેની મિલકતો અંગે સાત દાયકાથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં મહંત ધરમદાસના વારસદારો દ્વારા દાખલ કરાયેલી ત્રણેય અપીલ ફગાવી દીધી છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ 155 પાનાંના વિગતવાર ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, નરસિંહજી મંદિર જાહેર ટ્રસ્ટ છે અને તેની સાથે જોડાયેલી મિલકતો પણ જાહેર ટ્રસ્ટની સંપત્તિ છે. આ સાથે જ સાત દાયકાથી ચાલી આવતા કાનૂની વિવાદનો આખરે અંત આવ્યો છે.
3 વર્ષનું બાળક બેભાન થતાં ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ 01/07/2026 5:53 am Badal Lakhlani અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે ગંભીર તબીબી કટોકટી સર્જાઈ હતી. મુસાફરી દરમિયાન એક 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં વિમાનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે પાઇલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ઓન-બોર્ડ મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની સતર્કતાથી સમયસર મળેલી તબીબી સહાયના કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો છે.