Advanced search


અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે ગંભીર તબીબી કટોકટી સર્જાઈ હતી. મુસાફરી દરમિયાન એક 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં વિમાનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે પાઇલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ઓન-બોર્ડ મેડિકલ ઇમર્જન્સી જાહેર કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની સતર્કતાથી સમયસર મળેલી તબીબી સહાયના કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો છે.

dhuvaran

dhuvaran

કપડવંજ શહેરના ડમ્પિંગ સ્ટેશન નજીક ગેરકાયદે ધમધમી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે અચાનક બ્લાસ્ટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ફેક્ટરીની ઈમારત પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટથી 8થી 10 કિ.મી. સુધી ધરા ધ્રૂજી ઊઠી હતી. બ્લાસ્ટ અને આગ લાગતાં ઘટના સ્થળે દોડી આવેલ પોલીસ અને ફાયરબ્રિગેડ તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળની નીચે દબાયેલા 6 ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવારઅર્થે  ખસેડાયા હતા. સૂત્રો મુજબ ઘણા સમયથી સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાખીને ફેક્ટરી ચાલતી હતી.

વાઘોડિયા ચોકડી પાસે રાત્રે બાઇક પર આવેલા બે શખ્સો કારમાં બેઠેલા કાપડના વેપારી આશિષ મદનલાલ બાકોલિયા પર ફાયરિંગ કર્યું. આ બંને શાર્પશૂટરને ઝડપી પાડવા માટે પોલીસે દોડાદોડી શરૂ કરી છે. આશિષ બાકોલિયા ચાર મહિનાથી વાઘોડિયા રોડ પર કપડાંની દુકાન ભાડેથી ચલાવે છે. રાત્રે દુકાન બંધ કરી પોતાની કાર લઈ તેઓ ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા ચોકડી પર તેમની કાર ધીમી પડતાં એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા, જે પૈકી પાછળ બેઠેલા શખ્સે આશિષભાઈ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આશિષભાઈને જમણા ખભા પર ગોળી વાગી હતી. ફાયરિંગ કરનારા બંને શખ્સો પૈકી ચાલકે હેલમેટ પહેરી હતી, તેમજ ફાયરિંગ કરનારા શખ્સે મોઢા પર માસ્ક પહેર્યું હતું.

સસ્પેન્ડેડ  GAS (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેતકી વ્યાસની સામે એસીબીએ રૂ. 3,56,03,910ની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો છે. 3 વર્ષ પહેલાં આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવી સાથે હનીટ્રેપની ઘટના બાદ આણંદના નિવાસી કલેક્ટર કેતકી વ્યાસને સરકારે સસ્પેન્ડ કર્યાં હતાં. એસીબીએ કેતકી વ્યાસ પાસેથી આવક કરતાં 68.84 ટકા વધુ મિલકત હોવાનું શોધી કાઢ્યું છે, જેમાં ગિફ્ટ સિટીનું રોકાણ પણ છે.

hethrow

hethrow

હિથ્રો રન-વે પ્રોજેક્ટઃ હિથ્રો મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ સામસામે

હિથ્રો એરપોર્ટ રન-વે પ્રોજેક્ટ મામલે એરપોર્ટ મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. હિથ્રો એરપોર્ટના સીઈઓ થોમસ વોલ્ડબાયે અરોરા ગ્રુપના પ્લાનને નકારી કાઢતા કાગળના ટુકડા પર દોરેલા નકશા સમાન ગણાવ્યો હતો.