Advanced search


દારૂની લતથી કંટાળી માતા-પિતાએ...

ગોંડલના ગુંદાળામાં દંપતીના પુત્રને દારૂ પીવાની ટેવથી માવતર સાથે માથાકૂટ થતી હતી. કંટાળી માતા પિતાએ દીકરાની હત્યા કરી અને તેને આપઘાતમાં ખપાવવા પહેલાં એસિડ પીવડાવ્યું અને બાદમાં ટૂંપો દઈને પતાવી દીધો. 

‘ગુરુ’ની રાજવી ઠાઠથી વિદાય...

કચ્છના ભચાઉ તાલુકાના કરમરિયા ગામમાં 27 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક રવીન્દ્રભાઈ પટેલની બદલી થતાં ગ્રામજનોએ તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. રવીન્દ્રભાઈ પટેલે કરમરિયા ગામમાં વિતાવેલાં 27 વર્ષ દરમિયાન માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોના ચરિત્ર નિર્માણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ગ્રામજનોએ રવીન્દ્રભાઈ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં લોકફાળો એકત્ર કરી રૂ. 5 લાખના સોનાના દાગીના સ્મૃતિભેટ આપ્યા હતા.

હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્ન ત્યારે જ કાયદેસર ગણાય જ્યારે કાયદા મુજબ ધાર્મિક વિધિ અને રિવાજો, જેમાં સપ્તપદી (સાત ફેરા) જેવી વિધિનો સમાવેશ થાય છે, તે પૂર્ણ કરવામાં આવી હોય. હાઇકોર્ટની જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, માત્ર લગ્નના રજિસ્ટ્રેશનથી લગ્ન કાયદેસર નથી બનતા. જરૂરી વિધિ જ ન કરાઈ હોય તો સર્ટિફિકેટને માન્યતા મળતી નથી. માત્ર રજિસ્ટ્રેશનથી હિન્દુ લગ્ન કાયદેસર બનતાં નથી.

બાબા બર્ફાનીનાં દર્શન માટે જામનગ૨થી અમ૨નાથ યાત્રાએ શિવ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા, ત્યારે પ્રૌઢ ઉંમરના પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી 3 કિ.મી. દૂર હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે. પ્રવીણભાઈના મૃતદેહને હવાઈમાર્ગે જામનગર લવાયો હતો. પ્રવીણભાઈ પરમાર 30 જૂન બાલતાલથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા.

Indian soldiers

Indian soldiers

mahesana music museum

mahesana music museum

mohansinh rathva

mohansinh rathva

માન્ચેસ્ટરમાં પૂર્વ પ્રેમિકાની નકલી ટિન્ડર પ્રોફાઇલ બનાવીને તેના ઘરે અજાણ્યા પુરુષોને મોકલનાર 36 વર્ષીય અસદ હુસૈનને કોર્ટે 8 વર્ષની જેલની સજા ફટકારી છે. હુસૈને અજાણ્યા પુરુષોને એવી ખોટી માહિતી આપી હતી કે પીડિતા એક 'રેપ ફેન્ટસી'નો  અનુભવ કરવા માંગે છે. 

મોટેલમાં ફાટી નીકળેલી વિનાશક

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન સુથાર અને તેમની 20 વર્ષીય દીકરી ઈશાની અગનજ્વાળાઓથી બચવા માટે બાથરૂમમાં બંધ થઈ ગયા હતા, પરંતુ આગ અને ધુમાડા વચ્ચે સમયસર બચાવ ન થઈ શક્તા ત્રણેયના ગુંગળાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનાથી નડિયાદ શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.