ભારતમાં જાપાનનું રોકાણ વધારી રૂ. 6 લાખ કરોડનું કરવાનું લક્ષ્યાંકઃ PM મોદી 08/07/2026 7:29 am Badal Lakhlani ભારત અને જાપાન વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા હતા, જાપાનના વડાંપ્રધાન સાને તકાઇચી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જે દરમિયાન બન્ને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ, મેટલ્સ, ઊર્જા, સંરક્ષણ, વેપાર સહિતના અનેક કરારો થયા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા સાથે જોડાયેલ કરારો છે.
ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનરી ક્ષમતા ધરાવતો દેશ 08/07/2026 7:29 am Badal Lakhlani વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપાદરા ખાતે રૂ. 80,000 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી દેશની સૌપ્રથમ ઈન્ટિગ્રેટેડ ગ્રીનફિલ્ડ રિફાઈનરી-કમ પેટ્રોલિયમ કોમ્પલેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. રિફાઈનરી સહિત રાજ્યમાં રૂ. 1.06 લાખ કરોડથી વધુનાં વિકાસકાર્યોના લોકાર્પણ બાદ અહીં એક જંગી જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનરી ક્ષમતા ધરાવતો દેશ બની ગયો છે અને તે તેના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત વિસ્તૃત બનાવી રહ્યો છે.
આર્મી ચીફે પિતાને પગે લાગી આશીર્વાદ લીધા 08/07/2026 7:31 am Badal Lakhlani ભારતીય સેનાના 31મા આર્મી સ્ટાફ તરીકે જનરલ ધીરજ સેઠે પદ સંભાળ્યું છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ કુમાર સેઠે બુધવારે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર લીધું. આ પછી જનરલ સેઠે સૌપ્રથમ પિતા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. સેઠને સેલ્યૂટ કરીને પગે લાગીને આશીર્વાદ લીધા. આ ભાવુક પળે જનરલ સેઠના નાના ભાઈ અને ભારતીય નેવીમાં રિયર એડમિરલ રવનીશ સેઠે પણ નવા સેના પ્રમુખને સેલ્યૂટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
નવનાત ભગિની સંસ્થાની સુવર્ણજયંતી : મહિલા સશક્તિકરણનું ઉદાત્ત ઉદાહરણ 08/07/2026 7:18 am Badal Lakhlani યુકેમાં વસતા વિવિધ સમાજનો અવાજ ‘ગુજરાત સમાચાર’ને હરહંમેશ વાંચકો અને શ્રોતાઓનો લાડ મળી રહ્યો છે અને આ લાડ મળ્યો છે વિવિધ સમાજની વાચા બનવાથી. ‘સોનેરી સંગત’નો અધ્યાય-78 પણ એક સમાજ ‘નવનાત ભગિની સંસ્થા’નો અવાજ બન્યો.
PoK માં યુદ્ધ જેવી સ્થિતિ, દેખાવકારોએ ભારતના કાશ્મીરીઓની મદદ માગી 08/07/2026 7:35 am Badal Lakhlani પોતાની માગણીઓ તેમજ આઝાદી માટે છેલ્લા કેટલાક મહિનાઓથી PoKમાં ચાલી રહેલા જન આંદોલનમાં પરિસ્થિતિ વકરી છે અને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાક. સેના ત્યાં દેખાવકારો અને જનતા પર અત્યાચાર અને દમનનાં કોરડા વીંઝી રહી છે. ત્યાં સુધી કે રાવલકોટમાં અબ્બાસપુરના સરદાર ગુલામ હુસૈન ખાન સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે એકઠા થયેલા આશરે 40 હજાર લોકો પર સેના દ્વારા ફાયરિંગ પણ કરાયું હતું.
શો-રૂમનો દરવાજો ખોલીને દરરોજ આવે છે ગૌમાતાઃ માલિકની ગાદી પર બેસીને ફરમાવે છે આરામ! 03/07/2026 9:57 am Nilesh Parmar ભારતમાં જાહેર માર્ગો પર રઝળતી-ભટકતી ગાયો જોવા મળવાનું સામાન્ય છે, અને તેને હાંકી કાઢવાની વાત પણ સામાન્ય છે. જોકે છત્તીસગઢમાં આવી જ એક ગાયનો આશ્ચર્યજનક નજારો જોવા મળે છે. પાટનગર રાયપુરમાં છેલ્લા દસકાથી દરરોજ જોવા મળતો આ ઘટનાક્રમ માનવ અને પશુ વચ્ચેના અતૂટ પ્રેમ અદ્ભુત તસવીર રજૂ કરે છે.
ઈરાનઃ 100 દેશના નેતા આવ્યા, કરબલા સહિત 5 શહેરોમાંથી પસાર થશે જનાજો 08/07/2026 7:36 am Badal Lakhlani શુક્રવારે તહેરાનમાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઇના જનાજા સાથેની અંતિમ સફર શરૂ થઈ છે. તેમનો જનાજો કરબલા સહિત 5 શહેરથી પસાર થશે, જેમાં 100 દેશોના નેતા અને પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. 86 વર્ષના ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ તહેરાનમાં ઇઝરાયલના હુમલામાં મોત થયું હતું. શુક્રવારે તેહરાનની ઈમામ ખોમેનેઇ મસ્જિદ ખાતે ખામેનેઈ, તેમની 14 મહિનાની દોહિત્રી અને પરિવારના અન્ય સભ્યોના જનાજા મૂકવામાં આવ્યા હતા.
મુંબઈ-પુણેમાં મહાતોફાની વરસાદથી 13નાં મોત 08/07/2026 7:27 am Badal Lakhlani પુણે અને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર મેઘરાજાએ મુકામ જમાવતાં એક સપ્તાહથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ છેલ્લા સતત ત્રણ-ચાર દિવસથી રેડ એલર્ટ વચ્ચે અતિભારે વરસાદ ખાબકતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે.