સૈફ અલી ખાન ગો ધાર્મિક ચેરિટી ક્રિકેટ ડેમાં જોડાયો 08/07/2026 8:57 am Achyut Sanghavi ગો ધાર્મિક દ્વારા લૂટન ટાઉન અને ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે બાળકો અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા સ્પેશિયલ ચેરિટી ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, અનુકંપા અને કોમ્યુનિટીના આ ઈવેન્ટમાં ભારતીય બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન તેના બે પુત્રો- તૈમૂર અને જેહ, ફિલ્મનિર્માતા નિખિલ દ્વિવેદી, એન્ટ્રેપ્રીન્યોર શિરિષ સરાફ, ઈંગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસર, પૂર્વ ઈંગ્લેન્ડ ઈન્ટરનેશનલ ઉસ્માન અફઝલ તેમજ અન્ય શુભેચ્છકો ક્રિકેટની ભાવના સાથે સહિયારા ઉદ્દેશમાં સામેલ થયા હતા.
સંસ્થા સમાચાર (અંક 11 જુલાઇ 2026) 07/07/2026 11:39 am Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સિટીબોન્ડ ટ્રાવેલની શાનદાર વાર્ષિક સમર પાર્ટી 08/07/2026 9:06 am Achyut Sanghavi સિટીબોન્ડ ટ્રાવેલની વાર્ષિક સમર પાર્ટી 2026નું શાનદાર આયોજન શુક્રવાર 26 જૂન 2026ના દિવસે કરવામાં આવ્યું હતું. ઉજવણી, આનંદપ્રમોદ અને કદરદાનીની આ સાંજ અવિસ્મરણીય બની રહી હતી. આ ઈવેન્ટમાં મહાનુભાવો, વિવિધ એરલાઈન્સના વડાઓ, બિઝનેસ એસોસિયેટ્સ તેમજ કિશોરભાઈ શાહ, ભારતીબહેન શાહ, હિતેશભાઈ મહેતા, રાજીવભાઈ શાહ, જય શાહ, વિનોભાઈ પટેલ અને ટિમ લોરીમેર સહિત સિટિબોન્ડ પરિવારના સૌથી વરિષ્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન 08/07/2026 9:00 am Achyut Sanghavi યુએસએમાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર રેડ્ડીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના MD- ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શામલાલ અહમદ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના નોર્થ અમેરિકાના રીજિયોનેલ હેડ જોસેફ આપેન, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ યુએસએના બ્રાન્ચ હેડ જાસર આર તેમજ સીનિયર મેનેજમેન્ટ સભ્યો, કસ્ટમર્સ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
પોપ લીઓ સાથે રાગસુધા વિન્જામુરીની મુલાકાત 08/07/2026 9:16 am Achyut Sanghavi હિન્દુ ફોરમ ઓફ યુરોપના રાગસુધા વિન્જામુરીએ રોમના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે મુલાકાત દરમિયાન પોપ લીઓનું અભિવાન કર્યું હતું. યુકે અને યુરોપના ધાર્મિક પ્રતિનિધિઓ તાજેરમાં રોમમાં આયોજિત બે દિવસીય કોન્ફરન્સ ‘બિલ્ડિંગ ફ્રેટર્નિટી થ્રુ ડાયાલોગ એન્ડ કોલાબરેશન’માં હાજરી આપવા ગયા ત્યારે પોપ લીઓ સાથે મુલાકાતની તક મળી હતી. આ કોન્ફરન્સમાં ઓશવાલ એસોસિયેશનના સંદીપ શાહ, જૈન સ્ટુડન્ટ ફોરમના હિરક દોશી, યુનિવર્સિટી ઓફ વોરવિકના ડો. હરજિન્દર સિંહ લાલી અને હિન્દુ ફોરમ ઓફ યુરોપના રાગસુધા વિન્જામુરીએ પ્રવચનો કર્યા હતા.
દિલ્હી અક્ષરધામના આંગણે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન 08/07/2026 6:56 am Nilesh Parmar પાટનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન (બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન – ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’ ભવ્યતા અને ગૌરવ સાથે સંપન્ન થયું.
ગમતાનો ગુલાલઃ એક નાની સરખી વાત 04/07/2026 7:38 am Nilesh Parmar દરેક વ્યક્તિના જીવનનું અંતિમ ધ્યેય તો એ જ હોય છે કે સુખી થવું. સુખની પ્રાપ્તિ માટે એ તનતોડ મહેનત કરે છે. પૈસા, સ્ટેટસ અને સત્તા મેળવવા પાછળ જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવી દે છે. આ વિચાર સાથે કે જો આટલા પૈસા કમાવી લેવાય અને આ પોઝિશન પર પહોંચી જવાય તો સુખ હાથવેંતમાં જ છે. આ બધું મળવાં છતાં પણ સુખ મૃગજળ જ રહે છે, દૂર ભાગતું રહે છે. એવું શું કરી શકાય કે સુખ સામેથી ભેટવા આવે? જવાબ સરળ છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર, શરતોથી બંધનમુક્ત અપાયેલ દાન, સદભાવનાથી કોઈને કરાયેલ મદદ માનવીને પરમસુખ આપવા શક્તિમાન છે.
અમેરિકાની આઝાદીના 250 વર્ષઃ ટ્રમ્પનો બંધારણીય અધિકારોના રક્ષણનો સંકલ્પ 07/07/2026 1:50 pm Nilesh Parmar સમગ્ર અમેરિકા આઝાદીના 250 વર્ષની શાનદાર ઉજવણી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણીય સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સ તેની સ્વતંત્રતાના 250 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશના સ્થાપનાકાળના સિદ્ધાંતો રાષ્ટ્રની ઓળખના કેન્દ્રમાં રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાને મહાન ગણાવ્યું હતું અને વિપક્ષ પર પ્રહાર કરતા ચેતવણી આપી કે, આપણી ભૂમિ પર સામ્યવાદી - માર્ક્સવાદી વિચારધારાનો ખતરો ફરી વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન પહોંચતા ‘ઈન્ડિપેન્ડન્સ ડે પરેડ’ રદ કરાઇ હતી. અમેરિકાને 4 જુલાઈ 1776ના રોજ બ્રિટન પાસેથી આઝાદી મળી હતી.