કેન્યા, ટાન્ઝાનિયામાં દેખાવો દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત 14/07/2026 1:23 pm Achyut Sanghavi ઈસ્ટ આફ્રિકન પડોશી દેશો માટે 7 જુલાઈ મંગળવાર વિશેષ દિવસ હોવા સાથે કેન્યા અને ટાન્ઝાનિયામાં વિરોધી દેખાવોને દબાવવા ભારે પોલીસ બંદોબસ્ત કરાયો હતો. કેન્યા માટે આ દિવસ બહુપક્ષીય લોકશાહી માટે 1990ના દાયકાના સંઘર્ષને મનાવવાનો દિવસ છે, જ્યારે ટાન્ઝાનિયા માટે વર્તમાન શાસક પક્ષની 72 વર્ષ અગાઉ કરાયેલી સ્થાપનાનો દિવસ છે.
કોંગોમાં ઈબોલા રિસ્પોન્સ વર્ક્સના વેતન મુદ્દે દેખાવો 14/07/2026 1:18 pm Achyut Sanghavi ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના ઈબોલાગ્રસ્ત વિસ્તાર ઈટુરી પ્રાંતના બુનિયામાં ઈબોલા રિસ્પોન્સ વર્કર્સ દ્વારા ત્રણ ટ્રીટમેન્ટ સેન્ટર્સની બહાર વેતનના મુદ્દે વિરોધ દેખાવો કરવામાં આવ્યા હતા. તેમના કહેવા અનુસાર તેઓને કામની સરખામણીએ પૂરતી ચૂકવણી કરાઈ નથી. તેમણે ડેઈલી એલાવન્સીસ વધારવાની માગણી કરી છે. કોંગોમાં આશરે બે મહિના અગાઉ ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યાનું જાહેર કરાયા પછી, 1759 લોકોને ચેપ લાગ્યો હતો અને 600થી વધુ મોત નોંધાયા છે.
ગુલામ વેપાર માટે ઔપચારિક માફી એ ન્યાય નથી 14/07/2026 1:32 pm Achyut Sanghavi રાજધાની અક્રામાં 17થી 19 જૂન દરમિયાન યોજાયેલી ગુલામીપ્રથા અને વળતરના ન્યાય સંબંધિત કોન્ફરન્સમાં ગુલામ બનાવાયેલા આફ્રિકનોના વંશજોએ સ્પષ્ટ કર્યું હતું કે પ્રતીકાત્મક માફીઓથી પેઢીઓના નુકસાન અને અન્યાય નાબૂદ થઈ ન શકે. કેટલાક વંશજો માટે ઘા એટલા ઉંડા છે કે કોઈ પણ માફી માગવાથી દુઃખનો કદી અંત આવી શકે નહિ. ટ્રાન્સએટલાન્ટિક ગુલામ વેપાર માટે નુકસાન સુધાર્યા કે ખરાબ કાર્યથી અસરગ્રસ્તોને વળતર આપવા યોગ્ય કર્યા વિના મૌખિક કે ઔપચારિક માફી માગવી એ ન્યાય નથી.
ઇન્ડિયન એરફોર્સ ગ્લોબલ એરપાવર ઇન્ડેક્સમાં ત્રીજા ક્રમે 14/07/2026 4:43 pm Nilesh Parmar વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ-2026ના રેકિંગમાં ભારતીય વાયુસેનાએ સતત પાંચમા વર્ષે ત્રીજો ક્રમ જાળવ્યો છે. ઈન્ડિયન એરફોર્સથી શક્તિશાળી એરફોર્સ માત્ર અમેરિકા અને રશિયા પાસે જ છે. આ યાદીમાં ચીન ચોથા ક્રમે છે.