ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યૂટીથી મુક્તિ, ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’થી પ્રોજેક્ટને મંજૂરી 15/07/2026 5:02 am Badal Lakhlani વિશ્વમાં અંદાજે 12 હજાર ડેટા સેન્ટર્સ છે અને તેમાંથી 70 ટકા અમેરિકા-ચીનમાં છે. એટલું જ નહીં વિશ્વના કુલ ડેટામાં ભારતનો હિસ્સો વૈશ્વિક ડેટા સેન્ટરમાં માત્ર 3 ટકા છે. હવે દેશ અને ગુજરાતને અગ્રણી હાઇપર્સ્કેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ડેટા સેન્ટર વિકસિત કરવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ જાહેર કરાઈ છે.
મોદી સ્ટેડિયમ પાસે 50થી વધુ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું 15/07/2026 5:03 am Badal Lakhlani કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનું ડેવલપમેન્ટ કરાશે, જેના ભાગરૂપે મનપાએ સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડલાઇનના અમલની કામગીરી કરતાં 50થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું.
પાટણની રાણીની વાવના 3D પ્રોજેક્શન મેપિંગ-શોને મળ્યો ગોલ્ડ એવોર્ડ 15/07/2026 4:56 am Badal Lakhlani પાટણસ્થિત વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર રાણીની વાવ ખાતે રજૂ કરાતા 3D પ્રોજેક્શન મેપિંગ શોને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી છે. એશિયા કક્ષાના પ્રતિષ્ઠિત 17મા WOW એવોર્ડ્સ 2026માં આ શોને સર્વોચ્ચ ‘ગોલ્ડ એવોર્ડ’ એનાયત કરાયો છે. ગુજરાતના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ગૌરવને આધુનિક ટેક્નોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવાના પ્રયાસોને વૈશ્વિક મંચ પર મળેલું આ મહત્ત્વપૂર્ણ સન્માન મનાય છે.
વિશ્વનો સૌથી મોટો અવાજ ધરાવે છે જોસેફ મેકગ્રેલ-બેટઅપ 13/07/2026 8:35 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાના એર-કંડિશનર ક્લીનર અને ઓનરરી પબ્લિક એનાઉન્સર જોસેફ મેકગ્રેલ-બટઅપે વિશ્વમાં સૌથી મોટો અવાજ ધરાવનાર વ્યક્તિ તરીકે ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. કેનબરા નિવાસી 58 વર્ષીય જોસેફે ‘નાવ’ શબ્દને 122.4 ડેસિબલ્સમાં બોલીને નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ સાથે જ તેણે 1994માં નોંધાયેલા 121.7 ડેસિબલ્સ અવાજના અગાઉના રેકોર્ડને તોડ્યો છે. આ સિદ્ધિ સાથે તેનો અવાજ એમ્બ્યુલન્સની સાયરન કે જેટ વિમાનના ટેકઓફના અવાજની શ્રેણીમાં આવી ગયો છે.